કોરોના કાળમાં વિદ્યાર્થીઓને થયેલા શૈક્ષણીક નુકસાનને આ રીતે ભરપાઇ કરશે સરકાર

શિક્ષણમંત્રી  જીતુ વાઘાણીએ જણાવ્યું છે કે, કોરોના કાળમાં બાળકોના અભ્યાસ ઉપર થયેલી અસર નિવારવા માટે વિદ્યાર્થીઓના હિતમાં રાજ્યભરની શાળાઓમાં ૧૦૦ કલાક “સમયદાન” શૈક્ષણિક યજ્ઞનું વિશેષ આયોજન કરવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. શિક્ષણમંત્રીએ ઉમેર્યું કે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં આ મહત્વનો નિર્ણય કરાયો છે. કોરોના સમયના લર્નીંગ લોસ ઘટાડવા માટે પ્રાથમિક/માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિક વિભાગના ઉપક્રમે શાળાઓમાં ૧૦૦ કલાક “ સમયદાન” શૈક્ષણિક યજ્ઞનું આયોજન કરાયું છે. 

કોરોના કાળમાં વિદ્યાર્થીઓને થયેલા શૈક્ષણીક નુકસાનને આ રીતે ભરપાઇ કરશે સરકાર

ગાંધીનગર : શિક્ષણમંત્રી  જીતુ વાઘાણીએ જણાવ્યું છે કે, કોરોના કાળમાં બાળકોના અભ્યાસ ઉપર થયેલી અસર નિવારવા માટે વિદ્યાર્થીઓના હિતમાં રાજ્યભરની શાળાઓમાં ૧૦૦ કલાક “સમયદાન” શૈક્ષણિક યજ્ઞનું વિશેષ આયોજન કરવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. શિક્ષણમંત્રીએ ઉમેર્યું કે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં આ મહત્વનો નિર્ણય કરાયો છે. કોરોના સમયના લર્નીંગ લોસ ઘટાડવા માટે પ્રાથમિક/માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિક વિભાગના ઉપક્રમે શાળાઓમાં ૧૦૦ કલાક “ સમયદાન” શૈક્ષણિક યજ્ઞનું આયોજન કરાયું છે. 

કોવિડ-19ની પરિસ્થિતિને લીધે લાંબા સમય સુધી શાળાઓ બંધ રહી તેથી બાળકોના અભ્યાસ ઉપર થયેલી અસર નિવારવા માટે રાજ્યનો શિક્ષણ વિભાગ સંકલ્પબદ્ધ છે. શિક્ષણમંત્રી જીતુ વાઘાણી અને શિક્ષણ રાજ્યમંત્રી કિર્તિસિંહ વાઘેલા અને પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણના સચિવ દ્વારા રાજ્યના પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક તમામ સ્તરના શિક્ષક સંઘો સાથે બેઠક કરી સર્વાનુમતે ૧૦૦ કલાક સ્વૈચ્છિક સમયદાન આપવાનો સંકલ્પ કરાયો છે.

આ શૈક્ષણિક યજ્ઞ અંતર્ગત રાજ્યના બે લાખથી વધુ શિક્ષકો શાળા સમય ઉપરાંત વધારાનુ શિક્ષણ કાર્ય કરી ૧૦૦ કલાક સમયદાન આપશે. આ સમયદાન યજ્ઞ ડિસેમ્બર-૨૦૨૧ થી ૧૫ એપ્રીલ-૨૦૨૨ સુધી આયોજન કરાશે. શાળાઓ પોતાની રીતે આયોજન કરી શાળા સમય પહેલા અથવા શાળા સમય બાદ સ્થાનિક પરિસ્થિતિ અને જરૂરીયાત મુજબ વધારાના શિક્ષણ કાર્યનું સ્વૈચ્છિક રીતે આયોજન કરશે. આ માટે શાળાઓ ઇચ્છે તો રવિવાર અને અન્ય જાહેર રજાના દિવસે અનુકુળતા મુજબ શિક્ષણ કાર્ય કરી શકશે. 

ધોરણ ૧ થી ૫માં વાંચન, ગણન અને લેખનને કેંદ્રમાં રાખી શિક્ષણ કાર્ય કરવામાં આવશે. ધોરણ ૬ થી ૮માં કઠિન બિંદુઓની તારવણી કરી તે મુજબ શિક્ષણ કાર્ય કરવામાં આવશે. ધોરણ ૯ થી ૧૨માં વિષયના ભારણ પ્રમાણે તેમજ લિંકિંગ ચેપ્ટર મુજબ વિશેષ શિક્ષણ કાર્ય હાથ ધરાશે. ધોરણ ૧૦ અને ૧૨ની જાહેર પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને કચાશ રહી ગયેલા પ્રકરણો અને મુદ્દાઓની તારવણી કરી વિશેષ માર્ગદર્શન આપવામાં આવશે. સમયદાનની આ કામગીરીમાં સ્વૈચ્છિક રીતે નિવૃત શિક્ષકો, સ્થાનિક તાલિમી સ્નાતકો તેમજ અન્ય સ્વૈચ્છિક સંસ્થાઓને જોડાવા માટે પણ અપીલ કરવામાં આવી છે. આ સમયદાન યજ્ઞમાં રાજ્યના શિક્ષકો દ્વારા અંદાજે બે કરોડથી વધુ માનવ કલાક બાળકો અને શિક્ષણના હિતમાં સ્વૈચ્છિક રીતે આપવામાં આવશે. આ નિર્ણયથી રાજ્યની ધોરણ ૧ થી ૮ની પ્રાથમિક સરકારી/ગ્રાંટેડ/ખાનગી મળી કુલ ૪૩,૫૪૦ શાળાઓ અને ધોરણ ૯ થી ૧૨ની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગની સરકારી/ગ્રાંટેડ/ખાનગી/અન્ય મળી કુલ ૧૨,૪૪૫ શાળાઓના જરૂરિયાત વાળા વિદ્યાર્થીઓને  લાભ મળશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news