Video: જબરૂ કહેવાય...આંખના ઓપરેશન માટે આવેલા દર્દીઓને જ ભાજપે તો સભ્ય બનાવી દીધા, ઉંઘમાંથી ઉઠાડી લીધા મોબાઈલ નંબર-OTP

Watch Video: જૂનાગઢના એક દર્દી કમલેશ ઠુમરે વીડિયો બનાવીને આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેતા ચોંકાવનારી વિગતો સામે આવી છે. મોતીયો ઉતારવા ગયેલા લોકો સાથે આ ઘટના બની.

Video: જબરૂ કહેવાય...આંખના ઓપરેશન માટે આવેલા દર્દીઓને જ ભાજપે તો સભ્ય બનાવી દીધા, ઉંઘમાંથી ઉઠાડી લીધા મોબાઈલ નંબર-OTP

ગજબ કહેવાય....હાલ જે ભાજપનું સદસ્ય અભિયાન ચાલી રહ્યું છે તેમાં તો કઈક એવું જોવા મળ્યું કે રાજકોટમાં આંખના ઓપરેશન માટે હોસ્પિટલમાં આવેલા દર્દીઓને જ ભાજપે સદસ્યો બનાવી દીધા. એ જોતા એવું લાગી રહ્યું છે કે સદસ્ય અભિયાનમાં આડેધડ સભ્યોની નોંધણી થઈ રહી છે. રણછોડદાસ આશ્રમનો ભાજપે સભ્ય નોંધણી માટે ઉપયોગ કર્યો હોવાનું સામે આવ્યું છે. મોતીયો ઉતારવા ગયેલા લોકો સાથે આ ઘટના ઘટી. 

શું છે મામલો
મળતી માહિતી મુજબ જૂનાગઢના એક દર્દી કમલેશ ઠુમરે વીડિયો બનાવીને આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેતા ચોંકાવનારી વિગતો સામે આવી છે. મોતીયો ઉતારવા ગયેલા લોકો સાથે આ ઘટના બની. કમલેશભાઈ ઠુમર પોતે જૂનાગઢમાં ખલીલપુર રોડ પર રહે છે અને મોતિયો ઉતરાવવા માટે રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલ ગયા હતા. મધરાતે ઉંઘમાંથી ઉઠાડી દર્દીઓ પાસે થી મોબાઈલ નંબર અને OTP માંગી ભાજપના સદસ્ય બનાવવામાં આવ્યા. દર્દીઓને એમ લાગ્યું કે હોસ્પિટલના કર્મચારી છે એટલે તેમ સમજી OTP આપ્યા અને ભાજપના સભ્યો બનાવી દેવામાં આવ્યા. રાત્રે 11 વાગ્યે હોસ્પિટલમાં જઇ દર્દીઓના મોબાઈલ નંબર માંગ્યા અને રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠકમાં સદસ્યો બનાવવામાં આવ્યા. 

Add Zee News as a Preferred Source

અત્રે જણાવવાનું કે પૂર્વ વિધાનસભા બેઠકના ધારાસભ્ય ઉદય કાનગડ છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે હોસ્પિટલમાં જઇ સદસ્ય બનાવનાર સામે કાર્યવાહી કરવામાં આવશે ?

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિ

...और पढ़ें

Trending news