આર્મી ચીફે સુરતમાં K9 વજ્ર ગન સૈન્યને અર્પણ કરી, હવે લદ્દાખ બોર્ડર પર મૂકાશે

Updated By: Feb 19, 2021, 09:21 AM IST
આર્મી ચીફે સુરતમાં K9 વજ્ર ગન સૈન્યને અર્પણ કરી, હવે લદ્દાખ બોર્ડર પર મૂકાશે
  • સુરતના હજીરા ખાતે આવેલી લાર્સન એન્ડ ટુબ્રોની ગન ફેક્ટરીમાં K9 વજ્ર ટેંક બનાવામાં આવી છે
  • K9 વજ્ર ટેંક ગત ઓગસ્ટ 2018માં સેનાને પરીક્ષણ માટે સોંપવામાં આવી હતી

તેજશ મોદી/સુરત :આર્મી ચીફ જનરલ એમએમ નરવણેએ ગઈકાલે સુરતમાં K9 વજ્ર ગનને સૈન્યને અર્પણ કરી છે. હવે આ વજ્ર ગનને લદ્દાખ બોર્ડર પર મૂકાશે. આર્મી ચીફ જનરલ નરવણેએ K9 વજ્ર ગનને ગઈકાલે લીલી ઝંડી બતાવી છે. તેમણે સુરતમાં બનેલી 100મી K9 વજ્ર ગનને લીલી ઝંડી બતાવી છે. 

સૈન્યમાં પહેલી આત્મનિર્ભર K9 વજ્ર ગન સામેલ થઈ છે. પ્રધાનમંત્રી મોદીએ પહેલી ગનને લીલીઝંડી આપી હતી. મહત્વની વાત એ છે કે સુરતના હજીરા ખાતે આવેલી લાર્સન એન્ડ ટુબ્રોની ગન ફેક્ટરીમાં K9 વજ્ર ટેંક બનાવામાં આવી છે. કોરિયન કંપની સાથે મળીને 100 ગન બનાવવામાં આવી છે. K9 વજ્ર ટેંક ગત ઓગસ્ટ 2018માં સેનાને પરીક્ષણ માટે સોંપવામાં આવી હતી. સેના તરફ લીલી ઝંડી મળતા તેનું ટેંકનું ઉત્પાદન અને તેમાં જરૂરી બદલાવ કરવામાં આવ્યા હતા, ટેંક તૈયાર થઇ જતાં હવે તે દેશને અર્પણ કરવામાં આવી હતી. 

આ પણ વાંચો : કૂવા પાસે તરસ્યા જેવી હાલતમાં જીવતા છોટાઉદેપુરના 14 ગામોના ખેડૂતો કરશે ચૂંટણીનો બહિષ્કાર

બફોર્સ ગન જેવી જ આ ગન છે. જોકે તે બોફોર્સને ટક્કર મારે એવી છે. કારણ કે બોફોર્સને લઇ જવા માટે ધક્કો મારવો પડે છે, એટલે કે સૈનિકોએ તેને ખસેડવી પડે છે. જોકે  K9 વજ્રની ખાસિયત એવી છે કે તેને લઇ જવા માટે વધારે મહેનત નહીં કરવી પડે. તેમાં 1000 હોર્સપાવરનું એન્જીન લગાવામાં આવ્યું છે. K9 વજ્ર 155 એમએમ કે 52 કેલિબરની ગન છે. તેની 40 કિમી સુધીની મારક ક્ષમતાને વધારીને 75 કિમી સુધી કરી શકાય છે. તે સેલ્ફ પ્રોપેલ્ડ એટલે કે ઓટોમેટિક લોડ થવાની ક્ષમતા ધરાવે છે. આ કારણે ઘણાં ઓછા સમયમાં વધારે ફાયર કરી શકે છે. તે ફાયર કરીને ઝડપથી બીજી જગ્યાએ પહોંચી શકે છે. જેથી લોકેશનની જાણકારી દુશ્મનોને મળી શકે નહિ. તે એક સાથે ઘણાં તોપગોળા ફેંકી શકે છે. જે એકસાથે એક ટાર્ગેટ પર પડે છે. જેના થકી વિનાશક ઇમ્પેક્ટ થાય છે. તે કેમિકલ, બાયોલોજિકલ, રેડિયો લોજિકલ અને ન્યુક્લિયર રેંજ પ્રુફ છે. 

આ પણ વાંચો : નવસારીમાં પતિ-પત્ની એકસાથે ચૂંટણી જંગમાં, પ્રચાર માટે કર્યું ટાઈમ મેનેજમેન્ટ 

રાજસ્થાનમાં કરાયું પરીક્ષણ
ઓગષ્ટ 2018માં એલ એન્ડ ટી દ્વારા ત્રણ જટલી ગન સેનાને પરીક્ષણ માટે રાજસ્થાન મોકલવામાં આવી હતી, અહીં રણમાં તેનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ટેસ્ટિંગ દરમિયાન જે પણ સુધારા કરવાના હતા, તે કર્યા બાદ તેની નોંધ કરી એલ એન્ડ ટીને સોંપવામાં આવ્યા હતા. નવી ગનમાં મોડિફિકેશન કરી આખો ઓર્ડર પૂર્ણ કરવામાં આવ્યા હતા.