બે ગુજ્જુ ભાઈ ગજબના ભેજાબાજ નીકળ્યા, IOCL નું ઓઈલ ચોરવા રચ્યું મોટું કૌભાંડ

Surat Crime News : સુરતમાં ક્રુડ ઓઈલ ચોરી કરતી ગેંગના 2 આરોપી ઝડપાયા.... ક્રૂડ ઓઈલની પાઈપલાઈનમાં પંચર કરી ઓઈલ ચોરી કરનારા બેને ઝડપી પાડ્યા... અગાઉ 24 હજાર લીટર ઓઈલ ચોરી કર્યું હતું... ચોરી કરી ઓઈલને વેચાણ માટે હૈદરાબાદ મોકલતા હતા

બે ગુજ્જુ ભાઈ ગજબના ભેજાબાજ નીકળ્યા, IOCL નું ઓઈલ ચોરવા રચ્યું મોટું કૌભાંડ

Surat News ચેતન પટેલ/સુરત : દેશની પ્રતિષ્ઠિત I.O.C.L. કંપનીમાંથી રાજસ્થાનના અલગ અલગ જગ્યાએથી પંચર કરી કરોડોની ઓઈલ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલા આરોપી સંજયકુમાર નવીનચંદ્ર સોનીને મહેસાણા ખાતેથી તથા રમેશભાઈ વીરજીભાઈ વાછાણીને અમદાવાદ શહેર ખાતેથી ઝડપી પાડવામાં આવ્યા હતા.

પોલીસ પૂછપરછમાં સામે આવ્યું હતું કે, આરોપી સંજયકુમાર નવીનચંદ્ર સોની તથા તેનો સગો નાનો ભાઈ ઘનશ્યામ ઉર્ફે જીણો નવીનચંદ્ર સોની તથા તેના મિત્ર રમેશભાઈ વીરજીભાઈ વાછાણી તથા જીવો આજથી એક માસ પહેલા રાજસ્થાન બ્યાવર સાકેતનગરની સીમમાં આવેલ ખેતરમાંથી પસાર થતી I.O.C.L.ની પાઈપ લાઈનમાં પંચર કરી ફ્રુડ ઓઈલની ચોરી કરવાનું આયોજન કરી ઘનશ્યામ ઉર્ફે જીણો નવીનચંદ્ર સોની ત્યાં આગળ જઈ સાગરીતો સાથે મળી રાત્રીના સમયગાળા દરમ્યાન જમીનમાં ખાડો કરી I.O.C.L.ની સલાયા મથુરા પાઈપલાઈનમાં પંચર કરતા હતા. આ દરમ્યાન કંપનીના કંટ્રોલરૂમમાં અલાર્મ વાગતા કંપનીના ગાર્ડ આવી પહોચતા પોતાનો ભાઈ ઘનશ્યામ ઉર્ફે જીણો નવીનચંદ્ર સોની તથા સાગરીતો ત્યાંથી નાસી ગયા હતા. 

સંજયકુમાર નવીનચંદ્ર સોની અગાઉ આટલી વખત ઓઈલ ચોરીના ગુનામાં પકડાયો છે

  1. વર્ષ ૨૦૦૦, ૨૦૦૧, ૨૦૦૨માં મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશન
  2. વર્ષ ૨૦૦૨ લાંઘણજ પોલીસ સ્ટેશન
  3. વર્ષ ૨૦૦૫ કલોલ તાલુકા પોલીસ સ્ટેશન
  4. વર્ષ ૨૦૦૬ સાંથલ પોલીસ સ્ટેશન
  5. વર્ષ ૨૦૦૭, ૨૦૦૮ કડી પોલીસ સ્ટેશન
  6. વર્ષ ૨૦૦૭, ૨૦૧૪ સિદ્ધપુર પોલીસ સ્ટેશન

કેવી રીતે કરાતી હતી ઓઈલની ચોરી 
આ સિવાય 2022ના ડિસેમ્બર અથવા 2023 જાન્યુઆરી માસમાં રાત્રિના સમયગાળા દરમ્યાન રાજસ્થાન બ્યાવરના સીમમાંથી I.O.C.L.ની પાઈપલાઈનમાં પંચર કરી પંદર જેટલા ટેન્કરોમાં જેમાં એક ટેન્કરમાં આશરે 24 હજાર લીટર કુલ 3,60,000 લીટર જેની 1 લીટરની 60 રૂપિયા લેખે અંદાજીત 2.16 કરોડના મત્તાનું ભરી રમેશભાઈ વીરજીભાઈ વાછાણીએ વેચાણ માટે હૈદરબાદ ખાતે મોકલી આપ્યું હતું. આ દરમ્યાન રસ્તામાં એક ટેન્કર એમ.પી. ઇન્દોર ખાતે જીએસટી ડીપાર્ટમેન્ટમાં પકડાઈ ગયું હતું. 

રમેશભાઈ વીરજીભાઈ વાછાણી આટલી વખત ઓઈલ ચોરીના ગુનામાં પકડાઈ ચુક્યો છે

  • વર્ષ ૨૦૦૪ વિધાનગર પોલીસ સ્ટેશન
  • વર્ષ ૨૦૦૬ આબુ રોડ પોલીસ સ્ટેશન રાજસ્થાન

ઓઈલ ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી
આરોપીઓ ખેતર કે કોઈ અવાવરું જગ્યામાંથી પસાર થતી ફૂડ ઓઈલના પાઈપલાઈન અંગેની માહિતી મેળવી તે પાઈપલાઈન અંગે સર્વે કરાતો હતો. તેના બાદ સાગરીતો મારફતે પાઈપલાઈનની જગ્યાએ રાત્રીના સમયગાળા દરમ્યાન આશરે 6 થી 7 ફૂટ જેટલો જમીનમાં ઊંડો ખાડો ખોદી દેવાતો અને ફ્રુડ ઓઈલની પાઈપલાઈનમાં પંચર પાડવામાં આવતુ. તેમજ ઇલેક્ટ્રિક વેલ્ડીંગ કરી તેમાં વાલ્વફીટ કરી ટેન્કર મંગાવી ફૂડ ઓઈલના પાઈપ લાઈનમાથી સાગરીતો મારફતે ઓઈલ ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે. 

વધુમાં આરોપી રમેશભાઈ વીરજીભાઈ વાછાણી મુખ્ય રીસીવર તરીકે કામ કરે છે. આરોપી પોતે ફ્રુડ ઓઈલ ચોરીના કૌભાંડ આચરતા આરોપીઓના સંપર્કમાં રહી પોતે ગુનાઓ આચરવા માટે જરૂરી સાધન સામગ્રી તેમજ ચોરી કરેલ ઓઈલની હેરફેર કરવા માટે જરૂરી વાહનો પુરા પાડે છે અને આ ચોરેલા ઓઈલનો માલ ત્રીસ રૂપિયા લીટરની કિમંતે હૈદરાબાદ વેચાણ કરવા માટે મોકલી આપતો હતો અને માલના વેચાણ રૂપિયા આંગડીયા મારફતે બ્યાવર તથા અમદાવાદ ખાતે મંગાવતો હતો. આરોપી સંજય કુમાર નવીનચંદ્ર સોની તથા પકડવાનો બાકી આરોપી ઘનશ્યામ ઉર્ફે જીણો નવીનચંદ્ર સોની બંને સગા ભાઈઓ છે. તે બંને ભેગા મળી ઘણા સમયથી તેઓના સાગરીતો સાથે ભેગા મળી આયોજનબદ્ધ ફૂડ ઓઈલની પાઈપલાઈનમાં પંચર કરીને ચોરી કરતા આવેલા છે. જેમાં પકડાયેલો આરોપી સંજયકુમાર સોની, રમેશ અને ઘનશ્યામ સાથે ટેલેફોનીક સંપર્કમાં રહી ચોરી કરવા જરૂરી સાધન સામગ્રી પૂરી પાડે છે તેમજ આર્થિક સહાયતા પૂરી પાડે છે અને ચોરી કરેલા ફ્રુડ ઓઈલ વેચાણ કર્યા બાદ જે કંઈ આર્થિક નફો મળે તે બંને ભાઈઓ સરખે ભાગે વહેચી લે છે. પોલીસ તપાસમાં રાજસ્થાનના બ્યાવર જિલ્લાના સાકેતનગર પોલીસ મથકમાં નોંધાયેલો ગુનો ડિટેક્ટ થયો છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news