જામનગરની મહિલા ક્રિકેટરો વિશ્વકક્ષાએ ગૌરવ વધારશે, વુમન્સ ક્રિકેટ ટીમમાં આ પ્રથમ ઘટના!

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) સંચાલિત વુમન્સ અન્ડર-15 ક્રિકેટ ટુર્નામેન્ટ 27-12-22 થી ઇન્દોર ખાતે અન્ડર-15 ડોમેસ્ટીક વુમન્સ ક્રિકેટ ટુર્નામેન્ટ રમાશે, જેમાં જામનગર ડિસ્ટ્રીક્ટ ટીમની 10(દશ) બાળાઓ સૌરાષ્ટ્ર ક્રિકેટ (SCA) ની ટીમમાં પસંદગી પામેલ છે.

જામનગરની મહિલા ક્રિકેટરો વિશ્વકક્ષાએ ગૌરવ વધારશે, વુમન્સ ક્રિકેટ ટીમમાં આ પ્રથમ ઘટના!

જામનગર: ઇન્ડિયામાં પ્રથમ વખત યોજાનાર અન્ડર-15 ડોમેસ્ટીક વુમન્સ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જામનગર ડિસ્ટ્રીક્ટની 10 બાળાઓની સૌરાષ્ટ્રની અન્ડર-15 મહિલા ક્રિકેટ ટીમમાં પસંદગી કરવામાં આવી છે. 

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) સંચાલિત વુમન્સ અન્ડર-15 ક્રિકેટ ટુર્નામેન્ટ 27-12-22 થી ઇન્દોર ખાતે અન્ડર-15 ડોમેસ્ટીક વુમન્સ ક્રિકેટ ટુર્નામેન્ટ રમાશે, જેમાં જામનગર ડિસ્ટ્રીક્ટ ટીમની 10(દશ) બાળાઓ સૌરાષ્ટ્ર ક્રિકેટ (SCA) ની ટીમમાં પસંદગી પામેલ છે. 

વુમન્સ ક્રિકેટ ટીમમાં આ ઘટના પ્રથમ વખત બનેલ છે કે એક સાથે જામનગરની 10(દશ) બાળાઓને સ્થાન મળેલ છે. જે જામનગરવાસીઓ માટે ગૌરવની વાત છે. આ દરેક વુમન્સ ખેલાડી જામનગર ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોશીએશનના કોચ મહેન્દ્રસિંહ ચૌહાણ પાસે કોચીંગ લઇ રહ્યા છે. 

આ તકે જામનગર ડિસ્ટ્રીક્ટ એશોશીએનના હોદ્દારો અને દરેક સભ્યોએ ખુબ ખુબ અભિનંદન પાઠવેલ છે. જામનગરવાસીઓ માટે આ ગૌરવની વાત છે યુવકોની માફક જામનગરની મહિલા ક્રિકેટરો પણ વિશ્વકક્ષાએ જામનગરનું ગૌરવ વધારશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news