જામનગર: નગરપ્રાથમીક શિક્ષણ સમિતિના નવા ચેરમેન અને વાઈસ ચેરમેનની કરાઈ વરણી

Jamnagar Municipal Primary Education Committee Chairman Elected: જામનગર મહાનગરપાલિકામના સ્ટેન્ડિંગ કમીટી હોલમાં આજે નવા પદાધિકારીઓની વરણીનો કાર્યક્રમ યોજાયો હતો. વરણી સમયે શહેર ભાજપના ધારાસભ્ય અને પૂર્વ રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ બંને વરાયેલા નવા પદાધિકારીઓને શુભેચ્છાઓ પાઠવી હતી

જામનગર: નગરપ્રાથમીક શિક્ષણ સમિતિના નવા ચેરમેન અને વાઈસ ચેરમેનની કરાઈ વરણી

મુસ્તાક દલ, જામનગર: જામનગર મહાનગરપાલિકામાં નગરપ્રાથમીક શિક્ષણ સમિતિના નવા ચેરમેન અને વાઈસ ચેરમેનની આજે વરણી કરવામાં આવી હતી. આગામી અઢી વર્ષ માટે નવા ચેરમેનપદે ભાજપના સિનિયર નેતા મનીષ કનખરાની વરણી કરાઈ જ્યારે નવા વાઈસ ચેરમેનપદે પ્રજ્ઞાબા સોઢાની વરણી કરવામાં આવી છે.

જામનગર મહાનગરપાલિકામના સ્ટેન્ડિંગ કમીટી હોલમાં આજે નવા પદાધિકારીઓની વરણીનો કાર્યક્રમ યોજાયો હતો. વરણી સમયે શહેર ભાજપના ધારાસભ્ય અને પૂર્વ રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ બંને વરાયેલા નવા પદાધિકારીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. આ સમયે મનપાના મેયર બીનાબેન કોઠારી, ડે.મેયર તપન પરમાર, સ્ટેન્ડિંગ કમીટી ચેરમેન મનીષ કટારીયા અને શહેર ભાજપ પ્રમુખ વિમલ કગથરા અને ભાજપના નગરસેવકો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે નવા વરાયેલા ચેરમેને શહેરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં અભ્યાસનું સ્તર ઊંચું લાવવા અને શાળાઓમાં વધુ સુવિધા આપવાની નેમ વ્યક્ત કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

Trending news