SOG પોલીસનો સપાટો, જામનગરમાં 36 કિલો ગાંજા સાથે ચાર ઝડપાયા

જામનગર જીલ્લાના ધ્રોલ નજીકથી 36 કિલો ગાંજા સાથે 4 શખ્સોને પોલીસે ઝડપી પાડયા છે. ધ્રોલ પોલીસની ટીમ અને જામનગર એસએજી ટીમને મળેલી બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો.ધ્રોલ નજીક વાંકીયા પાસે રોડ ઉપરથી 4 ઇસમોને કુલ 36 કિલો 900 ગ્રામ ક્રી. રૂ.3,69,000 તથા ગાંજાના જથ્થા 1 ટ્રક, અલ્ટો કાર સાથે મળી કુલ મુદ્દામાલ કી. રૂ.23.80 લાખ સાથે ચારેય ઇસમો વિરૂધ્ધ એડીપીએસએસીટી મુજબ ધ્રોલ પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો રજી. કરાવેલ છે.

SOG પોલીસનો સપાટો, જામનગરમાં 36 કિલો ગાંજા સાથે ચાર ઝડપાયા

મુસ્તાક દલ, જામનગર: જામનગર જીલ્લાના ધ્રોલ નજીકથી 36 કિલો ગાંજા સાથે 4 શખ્સોને પોલીસે ઝડપી પાડયા છે. ધ્રોલ પોલીસની ટીમ અને જામનગર એસએજી ટીમને મળેલી બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો.ધ્રોલ નજીક વાંકીયા પાસે રોડ ઉપરથી 4 ઇસમોને કુલ 36 કિલો 900 ગ્રામ ક્રી. રૂ.3,69,000 તથા ગાંજાના જથ્થા 1 ટ્રક, અલ્ટો કાર સાથે મળી કુલ મુદ્દામાલ કી. રૂ.23.80 લાખ સાથે ચારેય ઇસમો વિરૂધ્ધ એડીપીએસએસીટી મુજબ ધ્રોલ પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો રજી. કરાવેલ છે.

જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના વાંકીયા રોડ ઉપર આરોપીઓ અનિરૂધ્ધસિંહ ઉમેદસિંહ જાડેજા જાતે દરબાર ઉ.28 ધંધો ટ્રક ડ્રાઇવીંગ રહે. જોડીયા દલનો વાસ તા. જોડીયા જી.જામનગર તથા જેકબ ક્રિસચન ઉ.41 ધંધો. ટ્રક કલિનર રહે. મચ્છરનગર હાઉસીંગ બોર્ડ કોલોની બ્લોક નં. 13 જામનગર તથા શાહરૂખ ઉર્ફે ભુરો સફીભાઇ હાસમણી જાતે મેમણ ઉ.27 ધંધો પ્રાઇવેટ નોકરી રહે. ધ્રોલ રજવી સોસાયટી તા. ધ્રોલ જી. જામનગર તથા જાવીદ કાસમભાઇ જામ જાતે વાઘેર ઉ.32 ધંધો રી.ડ્રા.રહે.ધ્રોલ ગાયત્રીનગર રાજકોટ હાઇવે રોડ, જી.જામનગર વાળાઓએ પોતાના કબ્જામાં ગે.કા.પાસ પરમીટ વગર 36 કિલો 900 ગ્રામ કી.રૂ.3,69,000 નો ગાંજો તથા ટ્રક નં.જીજે-10-ટીવી-9876 ની કી. રૂ.15 લાખ તેમજ ટ્રકમાં ભરેલ પ્લાઇવુડની કી. રૂ.3,55,281 સહીત કુલ કીમત રૂ. 18,55,281 ની તથા મારૂતી સુઝીકી અલ્ટોકાર નં. જીજે-18-એએમ 0822 કી. રૂ.એક લાખ તેમજ રોકડા રૂ.23,200 તેમજ મોબાઇલ ફોન નં.4, કુલ કી. રૂ. 40,000 તથા વજનકાંટાની કી. રૂ.500 ગણી કુલ રૂ.23,87,981 ના મુદ્દામાલ સાથે પકડાય ગયા છે.

જયારે અજય જાડેજા રહે. જોગવડ, નવાબભાઇ રહે. જામનગર અને ઓરીસ્સાની એક અજાણી વ્યકિત નાશી છુટતા તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે...આ અંગેની બાતમી એએસઆઇ હિતેશભાઇ ચાવડા, હેડ કોન્સ્ટેબલ મયુદીનભાઇ સૈયદ, દોલતસિંહ જાડેજાને મળી હતી અને તેના આધારે કાર્યવાહી કરાઇ હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news