જસદણમાં બે મૃત વ્યકિતઓને જીવતા બતાવી કરોડોની ખેતીની જમીન પચાવી પાડી, બે શખ્સોની ધરપકડ

જસદણ તાલુકાના ભાડલા ગામની જ્યાં મૃતક વ્યક્તિઓને જીવતા બતાવી પટેલ વૃધ્ધાની સંયુક્ત માલિકીની ખેતીની જમીન પચાવી પાડવા જેઠના ત્રણ પુત્રો સહિત 6 શખ્સોએ કારસો રચતા 6 શખ્સો સામે જસદણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. 

Trending Photos

જસદણમાં બે મૃત વ્યકિતઓને જીવતા બતાવી કરોડોની ખેતીની જમીન પચાવી પાડી, બે શખ્સોની ધરપકડ

ઝી બ્યુરો/રાજકોટ: ધન રૂપિયો અને મિલ્કતની લાલચ માણસ પાસે કઈ પણ કરાવે છે અને માણસ એ મેળવવા માટે કોઈ પણ હદ સુધી જતાં આચકતો નથી. આવી જ સંયુક્ત જમીનની મિલ્કત પચાવી પાડવાની લાલચમાં જસદણમાં કાવતરું રચીને મૃતકને દસ્તાવેજ ઉપર જીવિત કરીને જમીન પચાવી પાડવા માટે કોશિશ કરી અને હાલ આ કાવતરા ખોરો જેલમાં છે. કોણ છે આ કાવતરા ખોર, કેવું હતું કાવતરું?

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, જસદણ તાલુકાના ભાડલા ગામની જ્યાં મૃતક વ્યક્તિઓને જીવતા બતાવી પટેલ વૃધ્ધાની સંયુક્ત માલિકીની ખેતીની જમીન પચાવી પાડવા જેઠના ત્રણ પુત્રો સહિત 6 શખ્સોએ કારસો રચતા 6 શખ્સો સામે જસદણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. 

જસદણના ભાડલા ગામે રહેતા પ્રભાબેન જીણાભાઈ કાકડીયા(ઉ.વ.67) એ તેમના જેઠના ત્રણ દિકરા ભરત કાનજી કાકડીયા(રહે-ભાડલા), દિલીપ કાનજી કાકડીયા(રહે-રાજકોટ), દલસુખ કાનજી કાકડીયા(રહે-ખેરડી) અને તેજા લવા મેટાળીયા(રહે-વેરાવળ ભાડલા), ભીખા પ્રેમજીભાઈના અને જે ફરીયાદમાં જણાવ્યા મુજબ, ભાડલા ગામની સર્વે નં.291 તથા સર્વે નંબર 274 ની જમીન મળી કુલ સાડા 19 વિઘા જમીન મારા મોટા સસરા ભીખાભાઈ, પોપટભાઈ તથા મારા સસરા નરસીંહભાઈ કાકડીયાના સંયુકત ખાતે આવેલ છે. 

ગત તા.23-1 ના રોજ અમો ફરીયાદીને જાણવા મળેલ કે ઓનલાઈન હક્ક કમીની નોંધ થઈ છે. જેથી તે અંગે તપાસ કરતા એવું જાણવા મળેલ કે અમારા જેઠના ત્રણેય દિકરાઓ ભરત કાનજી કાકડીયા(રહે-ભાડલા), દિલીપ કાનજી કાકડીયા(રહે-રાજકોટ), દલસુખ કાનજી કાકડીયા(રહે-ખેરડી)એ આરોપી તેજા લવા મેટાળીયા, ભીખા પ્રેમજીના બોગસ આધારકાર્ડમાં ફોટાવાળી અજાણી વ્યક્તિ અને બોગસ આધારકાર્ડ બનાવનાર શખ્સ સાથે મળી જમીન પડાવી લેવા માટે કાવત્રુ રચી ફરીયાદીના મોટા સસરા ભીખાભાઈ તથા પોપટભાઈ મરણ ગયેલ હોવા છતા તેઓને જીવતા બતાવી આરોપી તેજા લવા મેટાળીયાને ફરીયાદીના મૃત્યું પામનાર મોટા સસરા પોપટભાઈ બનાવી તથા આરોપી ભીખાભાઈ પ્રેમજીભાઈ બોગસ આધાર કાર્ડમાં ફોટાવાળી અજાણી વ્યકિતને મરણજનારના મોટા સસરા ભીખાભાઈ બનાવી આરોપી તેજા લવા મેટાળીયા તથા ભીખાભાઈ પ્રેમજીભાઈ બોગસ આધાર કાર્ડમાં ફોટાવાળી અજાણી વ્યકિતના ફોટાવાળુ અન્ય એક આરોપીએ બોગસ આધારકાર્ડ બનાવી આ આધારકાર્ડ સાથે આરોપી તેજા લવા મેટાળીયા તથા ભીખાભાઈ પ્રેમજીભાઈ બોગસ આધાર કાર્ડમાં ફોટાવાળી અજાણી વ્યકિતએ ફરીયાદીના મરણજનારના મોટા સસરા ભીખાભાઈ તથા પોપટભાઈની ઓળખ આપી ખેતીની જમીનમાં સ્વેચ્છાએ બીનઅવેજી હક્ક જતો કરવાનું રૂ.300 નું સ્ટેમ્પ પેપર ઉપર ખોટુ સોગંદનામું બનાવી અને આ હક્ક કમીનું સોગંદનામુ મામલતદાર કચેરી ઈ-ધરા કેન્દ્ર ખાતે રજુ કરી નોંધ દાખલ કરવા અરજી કરી જમીન હડપ કરવા પ્રયાસ કરેલ છે. 

ફરીયાદીના મરણજનાર મોટા સસરા ભીખાભાઈ તથા પોપટભાઈની ઓળખ આપી ખેતીની જમીનમાં સ્વેચ્છાએ બીનઅવેજી હક્ક જતો કરવાનું રૂ.300 નું સ્ટેમ્પ પેપર ઉપર ખોટુ સોગંદનામુ બનાવી અને આ હક્ક કમીનું સોગંદનામું મામલતદાર કચેરી ઈ-ધરા કેન્દ્ર ખાતે રજુ કરી નોંધ દાખલ કરવા અરજી કરી જમીન હડપ કરવા પ્રયાસ કરેલ છે. 

આ હક્ક કમીની અરજી ફરીયાદીના મોટા સસરા પોપટભાઈ મૃત્યુ પામેલ હોવા છતા તેઓને આરોપી ભરત તથા તેઓના ભાઈઓએ અરજદાર તરીકે મારા મોટા સસરા પોપટભાઈ જીવતા ન હોવા છતા તેને જીવતા દેખાડીને અરજીમાં મૃતક પોપટભાઈને બદલે ખોટા આધારકાર્ડવાળા તેજા મેટાળીયાએ અરજીમાં અંગુઠાનું નિશાન કરી આપેલ છે અને તે ભરતે ઓળખી બતાવેલ છે. 

આરોપી તેજા અમો ફરીયાદીના પતિના મિત્ર છે. જેથી આ ફરીયાદના આધાર જસદણ પોલીસે ફરિયાદીના જેઠના દિકરા ભરત કાનજી કાકડીયા(રહે-ભાડલા) અને તેજા લવા મેટાળીયા(રહે-વેરાવળ ભાડલા) નામના બન્ને શખ્સોની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે આ બનાવમાં સંડોવાયેલા અન્ય શખ્સોને પકડી પાડવા ચક્રોગતિમાન કર્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news