પૈસા ડબલ કરવાની લાલચ આપી કરી પિતરાઈ ભાઈની હત્યા, ત્રણ મહિના બાદ થયો ખુલાસો


જસદણ પોલીસને એક મોટી સફળતા મળી છે. 3 મહિના પહેલા બનેલી એક ઘટના જે અકસ્માત ગણવામાં આવી રહી હતી પરંતુ હવે સામે આવ્યું કે આ હત્યા હતી. પોલીસે હત્યારાને ઝડપી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. 
 

પૈસા ડબલ કરવાની લાલચ આપી કરી પિતરાઈ ભાઈની હત્યા, ત્રણ મહિના બાદ થયો ખુલાસો

નરેશ ભાલીયા, જેતપુરઃ પૈસાની લાલચ વ્યક્તિને ક્યાં લઈ જાય તે કહી ન શકાય. આવી રીતે જસદણના એક વ્યક્તિએ પૈસા ડબલ કરવાની લાલચમાં પૈસાની સાથે પોતાનો જીવ પણ ગુમાવ્યો છે.  ત્રણ મહિના પહેલા બનાવને ઉકેલવામાં હવે પોલીસને સફળતા મળી છે. 

જસદણ પોલીસને એક મોટી સફળતા મળી છે. 3 મહિના પહેલા બનેલી એક ઘટના જે અકસ્માત ગણવામાં આવી રહી હતી પરંતુ હવે સામે આવ્યું કે આ હત્યા હતી. પોલીસે હત્યારાને ઝડપી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. 

3 મહિના પહેલા તારીખ 27-06 ના રોજ જસદણના ભાડલા પોલીસને દહીંસરા ગામના 31 વર્ષીય રણજિત ઉર્ફે ભોળાભાઈ ભુપત ભાઈ મંડલીનો મૃતદેહ તેની જ વાડીના કુવા માંથી મળ્યો હતો. તેના માથામાં ઈજા થઈ હતી. પોલીસે શંકાના આદારે મૃતદેહને પોસ્ટમોર્ટમ રિપોર્ટ માટેમોકલી આપ્યો હતો. જેમાં માથાના ભાગે માર મારતા હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું. 

શું છે ઘટના શા માટે હત્યા કરવામાં આવી 
ઘટના મુજબ અહીં ભાઈએ તેના ભાઈની હત્યા કરીને અકસ્માતમાં ખપાવવાનો પ્રયત્ન કરેલ હતો, પરંતુ પોલીસે ભેદ ઉકેલી ને હત્યારા ભાઈની ધરપકડ કરી છે. મરનાર રણજિત ઉર્ફ ભોળાભાઈ ભુપતભાઇ મંડલી ઉ. 31 રાત્રે તેની ખતરમાં હતો અને અજાણતા જ કુવામાં પડી જતા મોટ નીપજ્યું હતું.

આ ઘટના તેના સગા કાકાના દીકરા 21 વર્ષના જયદીપ ઉર્ફે ટકો અરવિંદભાઈ મંડલીએ જોઈ હતી, અને તેણે આ ઘટનાને લઈને આસપાસના ખેતરના માલિકોને ખેડૂત એવા હાથીભાઈને જાણ કરી હતી અને ખેડૂતોએ ભેગા થઇને રણજીતભાઇના મૃતદેહને બહાર કાઢ્યો હતો. 
આ ઘટના રાત્રે બની હતી જે જોતા રણજીતભાઇના ઘરના લોકોને શંકા જતા તેણે મૃતદેહને FSLમાં મોકલ્યો હતો.  

હત્યારો 21 વર્ષનો જયદીપ તેને ટૂંકા ગાળ માં મોટા પૈસા જોતા હતા અને જયારે રણજિતને પણ પૈસાની લાલચ હતી અને આ બંને ભેગા થયા ત્યારે જયદીપ ટકોએ રણજિતને કહ્યું કે મારી પાસે તાંત્રિક વિધિ છે અને તેના દ્વારા તે રૂપિયાનો વરસાદ કરી શકે છે. એકના ડબલ પૈસા થઇ શકે 
જયદીપ ટકોની મોટી લાલચની વાતમાં રણજિત આવી ગયો અને તાંત્રિક વિધિ માટે તૈયાર થઇ ગયો હતો. 

વિધિ માટે અને એકના ડબલ પૈસા કરવા માટે રણજિત પાસેથી  10 લાખ રૂપિયા રોકડા અને 22 તોલા સોનાના દાગીના મંગાવ્યા હતા અને જયદીપ ઉર્ફે ટકો રણજિતને લઈને રામદેવપીરના મંદિરે  રાત્રે 12:30 આવ્યા હતા. જ્યાં જયદીપ ઉર્ફે ટકાએ રણજિ ને વાડીના કુવા ધક્કો મરી દીધો હતો. જેમાં રણજિતનું મોત થયું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news