ગુજરાતમાં સવારથી સાંજ સુધી નવા 70 કોરોના પોઝિટિવ કેસ, સરકારે ઘડી નવી રણનીતિ

જયંતિ રવિએ માહિતી આપી છે કે આવતીકાલથી જે વિસ્તારોમાં એકપણ કેસ નથી આવ્યો એ જિલ્લામાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવશે. ICMRના પ્રોટોકોલ પ્રમાણે જ જિલ્લાઓમાં ટેસ્ટ કરવામાં આવશે. તાવ, શરદી અને ઉધરસ હોય તેવા લોકોનું પણ ટેસ્ટિંગ થશે

ગુજરાતમાં સવારથી સાંજ સુધી નવા 70 કોરોના પોઝિટિવ કેસ, સરકારે ઘડી નવી રણનીતિ

હિતલ પારેખ, ગાંધીનગર : આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સમાં રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ના નવા પોઝિટિવ કેસનો ખુલાસો કર્યો છે. જાહેર કરાયેલી માહિતી પ્રમાણે નવા 70 કેસ નવા પોઝિટિવ આવ્યા છે અને આ તમામ કેસ હોટસ્પોટ વિસ્તારમાંથી જ આવ્યા છે. આ સિવાય આજે 3 લોકો ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં કુલ પોઝિટિવ કેસ 328 થયા છે અને કુલ મૃત્યાંક 19 થયો છે. 

જયંતિ રવિએ સરકારની આગામી રણનીતિ વિશે માહિતી આપી છે કે હવે જે જિલ્લાઓમાં કોઈપણ કેસ નથી આવ્યા એવા જિલ્લાઓમાં પણ 100  કેસ ટેસ્ટીંગ કરાવવાનો નિર્ણય લેવાયો છે. આ નિર્ણયના કારણ વિશે ચર્ચા કરતા જયંતિ રવિએ કહ્યું  છે કે જિલ્લામાંથી એક પણ કેસ ન આવ્યો હોય એવા મામલામાં સરકાર અંધારામાં ન રહે એટલા માટે સામે ચાલીને નમૂનારૂપ સો ટેસ્ટ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સમગ્ર ભારતની સરખામણીમાં આપણે 10 ટકા ટેસ્ટ કરીએ છીએ એટલે ગુજરાત માટે સારું છે.

જયંતિ રવિએ માહિતી આપી છે કે આવતીકાલથી જે વિસ્તારોમાં એકપણ કેસ નથી આવ્યો એ જિલ્લામાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવશે. ICMRના પ્રોટોકોલ પ્રમાણે જ જિલ્લાઓમાં ટેસ્ટ કરવામાં આવશે. તાવ, શરદી અને ઉધરસ હોય તેવા લોકોનું પણ ટેસ્ટિંગ થશે. આ સિવાય પીપીઈ કીટ પુરતી ઉપલબ્ધ છે. આપણી પાસે 3000 હતી અને હવે ભારત સરકાર તરફથી પણ રેગ્યુલર મળવા લાગી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news