ગુજરાત : વિધાનસભામાં અયોગ્ય વર્તન કરતાં જીગ્નેશ મેવાણી સત્ર સુધી સસ્પેન્ડ

અપક્ષનાં ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને સત્ર સમાપ્તિ સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. જીગ્નેશ મેવાણી વડગામ વિધાનસભા વિસ્તારમાંથી અપક્ષ ધારાસભ્ય તરીકે ચૂંટાયેલો છે. ગુજરાત સરકાર દ્વારા 3 દિવસીય ટુંકા સત્રમાં નાયબ મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી રહેલી રજુઆત દરમિયાન અયોગ્ય વર્તન કરવાનાં કારણે મુખ્યમંત્રી ઉપરાંત તમામ નેતાઓએ તેને સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી. જેના અનુસંધાને સત્ર સમાપ્ત ન થાય ત્યાં સુધી જીગ્નેશ મેવાણીને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. 

ગુજરાત : વિધાનસભામાં અયોગ્ય વર્તન કરતાં જીગ્નેશ મેવાણી સત્ર સુધી સસ્પેન્ડ

હિતલ પારેખ/ અમદાવાદ : અપક્ષનાં ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને સત્ર સમાપ્તિ સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. જીગ્નેશ મેવાણી વડગામ વિધાનસભા વિસ્તારમાંથી અપક્ષ ધારાસભ્ય તરીકે ચૂંટાયેલો છે. ગુજરાત સરકાર દ્વારા 3 દિવસીય ટુંકા સત્રમાં નાયબ મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી રહેલી રજુઆત દરમિયાન અયોગ્ય વર્તન કરવાનાં કારણે મુખ્યમંત્રી ઉપરાંત તમામ નેતાઓએ તેને સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી. જેના અનુસંધાને સત્ર સમાપ્ત ન થાય ત્યાં સુધી જીગ્નેશ મેવાણીને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. 

જીગ્નેશ મેવાણીએ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના પ્રવચન દરમિયાન સુરેન્દ્રનગરની વાત રજૂ કરવાનો પ્રયાસ કર્યો હતો. જીગ્નેશ મેવાણી એ મનુસ્મૃતિમાં દર્શાવેલી વૃત્તિની વાત કરી હતી. જો કે તેણે જે પ્રકારનું વર્તન કર્યું તેને અનુસંધાને મુખ્યમંત્રીએ જીગ્નેશ મેવાણીને સસ્પેન્ડ કરવાનો પ્રસ્તાવ મુક્યો હતો. મુખ્યમંત્રએ મુકેલા પ્રસ્તાવને ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ટેકો આપ્યો હતો. શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ મુખ્યમંત્રીના પ્રસ્તાવને ટેકો આપ્યો હતો. ત્રણ દિવસ માટે તેને સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી.અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી સાથેનું તેનું વર્તન સમગ્ર સભાગૃહનું અપમાન છે. 

અમિત ચાવડા ફાટેલા ઝભ્ભામાં જ વિધાનસભા પહોંચ્યા, સદનમાં પ્રવેશતા જ બધા ધારાસભ્યો સ્તબ્ધ
કોંગ્રેસી નેતા શૈલેષ પરમારે પણ જીગ્નેશ મેવાણીને એકાદ દિવસ માટે સસ્પેન્ડ કરી શકાય તેવી વાતને સમર્થન આપ્યું હતું. આ ઉપરાંત કોંગ્રેસનાં અનેક ધારાસભ્યોએ જીગ્નેશને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. અયોગ્ય વર્તન બદલ માફી માંગવાની વાત કરી હતી. જો કે જીગ્નેશ નહી માનતા આખરે તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. ગૃહમાં જીજ્ઞેશની માફીની માંગ કરવામાં આવી હતી. જો કે જીજ્ઞેશ પોતાના સ્વભાવાનુસાર અક્કડ વલણ દાખવતા આખરે સસ્પેંડ થયો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news