ઉડતા અમદાવાદ: માત્ર 2 જ વર્ષમાં સાત કરોડથી વધુના નશીલા પદાર્થોનો મુદ્દામાલ પકડાયો

2019માં અમદાવાદ શહેરમાં અફીણ 2.051 કિલોગ્રામ, ગાંજો 288.592 કિલોગ્રામ, ચરસ 11.705 કિલોગ્રામ, ભાંગ 0.600 ગ્રામ, કોકેઇન 0.051 ગ્રામ, એમ.ડી.ડ્રગ્સ 1.469 ગ્રામ, મેફીડીન 0.305 ગ્રામ પકડવામાં આવ્યું છે.

Updated By: Dec 9, 2019, 03:42 PM IST
ઉડતા અમદાવાદ: માત્ર 2 જ વર્ષમાં સાત કરોડથી વધુના નશીલા પદાર્થોનો મુદ્દામાલ પકડાયો
સાંકેતિક તસવીર

હિતલ પારેખ, ગાંધીનગર: અમદાવાદ (Ahmedabad)  શહેર અને જિલ્લામાંથી છેલ્લા બે વર્ષમાં નશીલા પદાર્થો ડ્રગ્સ (Drugs) નો રૂપિયા 7 કરોડ 27 લાખ ને 53 હજાર 945 નો મુદ્દામાલ પકડવામાં આવ્યો. 2017-18માં અમદાવાદ શહેર માંથી 41.548 કિલો ગાંજો, અમદાવાદ જિલ્લામાંથી 396 ગ્રામ, અમદાવાદ શહેર હાથી ચરસ 23.791 કિલો, અમદાવાદ શહેરમાં કોકેઇન 1કિલો, 450 ગ્રામથી વધુ પકડાયું. એમ ડી.ડ્રગ્સ 0.060 ગ્રામ પકડવામાં આવ્યો

2019માં અમદાવાદ શહેરમાં અફીણ 2.051 કિલોગ્રામ, ગાંજો 288.592 કિલોગ્રામ, ચરસ 11.705 કિલોગ્રામ, ભાંગ 0.600 ગ્રામ, કોકેઇન 0.051 ગ્રામ, એમ.ડી.ડ્રગ્સ 1.469 ગ્રામ, મેફીડીન 0.305 ગ્રામ પકડવામાં આવ્યું છે. માત્ર અમદાવાદમાં જ બે વર્ષમાં સાત કરોડથી વધારે નશીલા પદાર્થો મળ્યા હોવાનો રાજય સરકારે સ્વીકાર કર્યો. ગુજરાત વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં દરિયાપુરના કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે પુછાયેલા પ્રશ્નના લેખિત જવાબમાં સરકારે આ સ્વીકાર કર્યો. 

જુઓ LIVE TV

અત્રે જણાવવાનું કે હાલમાં જ રાજ્ય પોલીસ વડા દ્વારા નાર્કોટિક્સની (Narcotics) પ્રવૃતિને અટકાવવા માટે કરેલા કડક સૂચન બાદ રાજ્યભરમાં પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે. તાજેતરમાં જ એસઓજી(SOG) દ્વારા દારૂના નામે બદનામ થયેલા છારાનગરમાં રેડ પાડવામાં આવી હતી. આ રેડમાં 7 કિલો ગાંજાનો(7 Kg Cannabis) જથ્થો કબ્જે કરી એક મહિલા આરોપીની ધરપકડ કરી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
 
ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...