જિજ્ઞેશ મેવાણીએ સમર્થકો સાથે વડોદરા કોર્પોરેશન કચેરી કર્યું હલ્લાબોલ કારણ કે...

કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા પણ મ્યુનિસિપલ કમીશનર વિનોદ રાવને જિજ્ઞેશ મેવાણી સાથે રજુઆત કરવા દોડી આવ્યા હતા

જિજ્ઞેશ મેવાણીએ સમર્થકો સાથે વડોદરા કોર્પોરેશન કચેરી કર્યું હલ્લાબોલ કારણ કે...

વડોદરા : વડગામ અને અમદાવાદના જમાલપુરના ધારાસભ્યોએ પોતાના સમર્થકો સાથે વડોદરા કોર્પોરેશન કચેરી ખાતે હલ્લાબોલ કર્યો હતો. વડોદરામાં પ્રધાનમંત્રી આવાસ કૌભાંડ મામલે ધારાસભ્યોએ ધારદાર રજુઆત કરી હતી અને પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. 

વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી અને જમાલપુરના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા પોતાના સમર્થકો સાથે વડોદરા મ્યુનિસિપલ કમિશનર કચેરી ખાતે રજુઆત કરવા દોડી આવ્યા હતા. મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરી પર જિજ્ઞેશ મેવાણીના સમર્થકોએ ભારે હલ્લાબોલ કર્યો હતો. મ્યુનિસિપલ કમિશનર વિનોદ રાવ પાસે જિજ્ઞેશ મેવાણી, ઈમરાન ખેડાવાલા તેમજ કોર્પોરેશનના વિપક્ષ નેતા સહિત મોટી સંખ્યામાં સમર્થકોએ રજુઆત કરી હતી.

કૌભાંડની કરી ચર્ચા
જિજ્ઞેશ મેવાણીએ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કૌભાંડ મામલે, કલ્યાણનગરના અસરગ્રસ્તોના ભાડાં અને મકાન માટે તેમજ સંકલ્પ ભૂમિ પર બાબા સાહેબ આંબેડકરના સ્મારક બનાવવા માટે મ્યુનિસિપલ કમિશનરને રજુઆત કરી હતી. જિજ્ઞેશ મેવાણીએ મ્યુનિસિપલ કમિશનરને સાત દિવસનો સમય આપ્યો છે. તેમણે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ભાજપના નેતાઓની સંડોવણી હોવાનો આરોપ લગાવી એફઆઈઆર નોંધવા માંગ કરી છે..

જમાલપુરના ધારાસભ્ય પણ પહોંચ્યા
કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા પણ મ્યુનિસિપલ કમીશનર વિનોદ રાવને જિજ્ઞેશ મેવાણી સાથે રજુઆત કરવા દોડી આવ્યા હતા. ઈમરાન ખેડાવાલાએ આવાસ યોજનાઓમાં માત્ર વડોદરા જ નહી પરંતુ તમામ મોટા શહેરોમાં ભ્રષ્ટ્રાચાર થયા હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. તેમણે સાથે જ સમગ્ર મુદ્દો વિધાનસભામાં ઉઠાવવાની બાંહેધરી પણ આપી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news