VIDEO: પંજાબી ગીત પર 2 યુવતીઓનો જબરદસ્ત ડાન્સ, 46 લાખથી વધુ લોકોએ જોયો

હાલના દિવસોમાં ઈન્ટરનેટ પર એક વીડિયો ખુબ ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે.

VIDEO: પંજાબી ગીત પર 2 યુવતીઓનો જબરદસ્ત ડાન્સ, 46 લાખથી વધુ લોકોએ જોયો

નવી દિલ્હી: હાલના દિવસોમાં ઈન્ટરનેટ પર એક વીડિયો ખુબ ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં બે યુવતીઓએ જે ઠુમકા લગાવ્યાં છે. આ મહિને જ અપલોડ કરાયેલા આ વીડિયોને લાખો લોકોએ જોયો છે. આમ પણ સોશિયલ મીડિયા પર આજકાલ દેશના યુવાઓની ટેલેન્ટ જોવા મળી રહી છે. તેમણે પોતાના હુન્નરને બતાવવા માટે ઈન્ટરનેટને માધ્યમ બનાવ્યું છે. આ વીડિયોને Manpreet Toor નામના એક યૂટ્યૂબ ચેનલ પર અપલોડ કરાયો છે. બંને યુવતીઓએ ખુબ જ સારો ડાન્સ કર્યો છે, જેમાં કોઈ બેમત નથી. 

46 લાખથી વધુ લોકોએ જોયો વીડિયો
પંજાબી સિંગર ગુરુ રંધાવાના એક ગીત લાહૌરને લોકોએ ખુબ જ પસંદ કર્યું છે. એટલું જ નહીં પરંતુ આ ગીતનો ક્રેઝ યુવાઓમાં ખુબ જોવા મળી રહ્યો છે. કેટલાકે તો આ ગીત પર પોતાના ડાન્સ સ્ટેપ્સ કરીને ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો. આ જ ક્રમમાં હાલના દિવસોમાં ઈન્ટરનેટ પર આ ગીતના એક ડાન્સ વીડિયોને ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે. જેમાં બે યુવતીઓએ ખુબ શાનદાર ડાન્સ કર્યો છે. વીડિયોને 5 જાન્યુઆરીના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો. 25 દિવસની અંદર 46 લાખ લોકોએ જોઈ  લીધો છે. 

યૂટ્યુબમાં અપાયેલી જાણકારી મુજબ ડાન્સ કરી રહેલી યુવતીઓમાં એકનું નામ મનપ્રીત જણાવાયું છે જે કેલિફોર્નિયામાં એક કોર્યોગ્રાફર છે. વીડિયોમાં બંને યુવતીઓએ છત પર શાનદાર ડાન્સ કર્યો છે. નોંધનીય છે કે સોશિયલ મીડિયા આજકાલ એક એવું માધ્યમ બની રહ્યું છે જ્યાં દરેક જણ તેની સાથે જોડાવવા માંગે છે કારણ કે આ માધ્યમથી આજે દેશના યુવાઓ સમગ્ર વિશ્વ સામે પોતાની ટેલેન્ટ દર્શાવવામાં સફળ સાબિત થઈ રહ્યાં છે. જે લોકોને પોતાની ટેલેન્ટ માટે કોઈ સારું પ્લેટફોર્મ નથી મળતું તેવા લોકો માટે સોશિયલ મીડિયા એક વરદાન સાબિત થઈ રહ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news