IDN vs SA: વનડે શ્રેણી પહેલા બોલ્યો રોહિત શર્મા, વિદેશી પ્રવાસથી થશે વિશ્વકપ 2019ની તૈયારી


રોહિત શર્માએ કહ્યું કે, ટીમના મગજમાં 2019 વિશ્વકપની તૈયારીઓ છે. વિશ્વકપ માટે હવે 15 મહિના કરતા ઓછો સમય છે. રોહિતે કહ્યું કે, ટીમ વિદેશી પ્રવાસથી શિખશે અને મોટી ટૂર્નામેન્ટ માટે તૈયારી કરશે. 

 

IDN vs SA: વનડે શ્રેણી પહેલા બોલ્યો રોહિત શર્મા, વિદેશી પ્રવાસથી થશે વિશ્વકપ 2019ની તૈયારી

ડરબનઃ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટેસ્ટ શ્રેણી પૂરી થઈ ગઈ છે. હવે બંન્ને ટીમની નજર વનડે શ્રેણી પર છે. અંતિમ ટેસ્ટ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા ઉત્સાહિત છે. ડરબનમાં ગુરૂવારે રમાનારી પ્રથમ વનડે અગાઉ ભારતીય ટીમના વાઈસ કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે, અમારા મગજમાં વિશ્વકપ 2019ની તૈયારી છે. વિશ્વકપ માટે હવે 15 મહિનાથી ઓછો સમય છે. રોહિતે કહ્યું કે, ટીમ વિદેશી પ્રવાસથી શિખશે અને મોટી ટૂર્નામેન્ટ માટે તૈયારી કરશે. 

રોહિતે સંવાદદાતાઓને કહ્યું, મારૂ માનવું છે કે શ્રેણીની શરૂઆત 2019ના વિશ્વકપને ધ્યાને રાખીને કરવી અમારા માટે સારૂ છે. હવે અમે વિદેશમાં વધુ શ્રેણી રમશું. તેણે કહ્યું અમે હજુ વિશ્વકપ માટે વધારે વિચારતા નથી. પરંતુ અમારા મગજમાં ક્યાંકને ક્યાંક આ વાત છે કારણ કે અમને તે વાતનો ખ્યાલ આવશે કે અમે કેવી સ્થિતિમાં કેવી પ્રતિક્રિયા આપશું. 

તેમમએ કહ્.યું, દરેક ખેલાડીને પોતાની જવાબદારી મળી ચુકી છે. હજુ વિશ્વકપ માટે ઘણો સમય બાકી છે. અમારે હજુ ઘણી મેચો રમવાની છે. શ્રીલંકા સામેની વનડે અને ટી20 શ્રેણીમાં રોહિતનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. રોહિતને ટેસ્ટનાપ્રદર્શન વિશે પુછવામાં આવ્યું તો કહ્યું, મેં તમામ ફોર્મેટમાં સરખી મહેનત કરી છે, ક્યારેક પ્રદર્શન થાય છે ક્યારેક નિષ્ફળતા મળે છે તો તેનો અર્થ એવો નથી કે તમારે બધી વસ્તુમાં ફેરફાર કરવો પડે. 

રોહિતે કહ્યું કે, હું ટેસ્ટ શ્રેણી વિશે વધુ વાત કરવા માંગતો નથી, કેમ કે તે શ્રેણી પૂર્ણ થઈ ગઈ છે. હવે અમારી પાસે મોટુ કામ છે, અમારે વનડે શ્રેણી જીતવી છે. હે ખેલાડી વનડે શ્રેણીમાં રમી રહ્યો છે તેના હાથમાં મોટી જવાબદારી છે. હું વનડે શ્રેણીમાં મારો પ્રભાવ છોડવા ઈચ્છું છું. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news