નરેશ પટેલ મુદ્દે નડ્ડાનું વલણ, કહ્યું-કેટલાક સમાજના નામે આગળ આવવાનો પ્રયાસ કરે છે

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા આજે ગુજરાતના પ્રવાસે છે, ત્યારે સવારે ભાજપના કાર્યકર્તાઓ સાથેના સંબોધનમાં તેમણે કોંગ્રેસને પડકાર ફેંકીને કહ્યુ હતું કે, ભાજપનો સામનો કરવો હોય તો 50-60 વર્ષ તપસ્યા કરવી પડે. ત્યારે બપોરે પ્રેસ કોન્ફરન્સમાં તેમણે નરેશ પટેલના રાજકારણમાં જોડાવા અંગે મોટી વાત કહી હતી.

નરેશ પટેલ મુદ્દે નડ્ડાનું વલણ, કહ્યું-કેટલાક સમાજના નામે આગળ આવવાનો પ્રયાસ કરે છે

અતુલ તિવારી/અમદાવાદ :ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા આજે ગુજરાતના પ્રવાસે છે, ત્યારે સવારે ભાજપના કાર્યકર્તાઓ સાથેના સંબોધનમાં તેમણે કોંગ્રેસને પડકાર ફેંકીને કહ્યુ હતું કે, ભાજપનો સામનો કરવો હોય તો 50-60 વર્ષ તપસ્યા કરવી પડે. ત્યારે બપોરે પ્રેસ કોન્ફરન્સમાં તેમણે નરેશ પટેલના રાજકારણમાં જોડાવા અંગે મોટી વાત કહી હતી.

નરેશ પટેલ રાજકારણમાં પ્રવેશવા મુદ્દે જે મુજબ સરવે કરાવે છે એના પર તેમણે કહ્યુ કે, અનેક લોકો પોતાની રીતે પોતાના સમાજના નામે આગળ આવવાનો પ્રયાસ કરે છે. સબ કા સાથ, સબકા વિકાસ, સબ કા વિશ્વાસના મધ્યમથી અમે આગળ આવીશું. ગુજરાત એક પ્રયોગશાળા છે, અમે કયો પ્રયોગ કરીશું. એ અમારી ઉપર છોડી દો. કેસ બાય કેસ હું જજમેન્ટલ ના થઈ શકું. અનેકવાર તમે નિર્ણય કરી લો છો અને પછી ત્યાં પહોંચો છો. શું પ્રયોગ કરીએ અને શું પરિણામ આવશે, એ પડદા પાછળની વાત હોય છે. પ્રજાતંત્રમાં કોઈપણ આવે, એડવરટાઈઝિંગ બોર્ડ લાગવે એનો વાંધો ના હોય, કેજરીવાલ 5 રાજ્યમાં ચૂંટણી લડ્યા, અનેક બેઠક પર જમાનત જપ્ત થઈ હતી. જેને અમારી વિચારધારા ગમે એ આવે, ના લઈએ તો કહેશો કે તમે સંકુચિત છો. પ્રજાતંત્ર છે, કોને ના પાડશો. 

નબળા વિપક્ષ અંગે તેમણે કહ્યુ કે, અમે પણ કેટલીક જગ્યાએ વિપક્ષમાં છીએ. વિપક્ષ જે મોડલ પર ચાલે છે તે યોગ્ય નથી. અમારે કયું મોડલ ચલાવવું એ અમે નક્કી કરીશું. લોકોની તકલીફના સમયે પણ વિપક્ષ ગાયબ હતો.

તો રૂપાણી સરકારના બદલાવ પર નિવેદન આપ્યુ કે, પક્ષની રણનીતિ પ્રમાણે નિર્ણય લેવાયો છે. ગુજરાત અમારી પ્રયોગશાળા છે, આવી હિંમત કોણ કરી શકે. રણનીતિ અને પક્ષનો નિર્ણય હતો અને એ દેખાય છે. પક્ષ અમારે ચલાવવાનો છે અને અમે નક્કી કરીશું. લોકોએ કમળને મત આપ્યા છે અને કમળની જ સરકાર છે. ભાજપે જે રીતે અલગ અલગ ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવ્યો છે, લગભગ 90 ટકા કરતાં વધુ પરિણામ ભાજપને મળ્યા છે, ગુજરાત મોડલ આજે દેશ જોઈ રહ્યું છે, આ મોડલ દેશમાં આગળ વધી રહ્યું છે. ભારત એકસપોર્ટમાં વૈશ્વિક હબ બન્યું છે. ગુજરાત અત્યારે ફાઈનાંસિયલ મેનેજમેન્ટમાં પહેલા રેન્ક પર છે, છેલ્લા 20 વર્ષમાં ગુજરાત ક્યારે ઓવર બજેટ નથી થયું. હાલ સીએમ ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં પ્રદેશ આગળ વધી રહ્યું છે, સીઆરના નેતૃત્વમાં પાર્ટી પણ આગળ વધી રહી છે. 

મહત્વનું છે કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા આજે ગુજરાતમાં છે. તેમણે ભાજપના ચુંટાયેલા હોદ્દેદારો સાથે બેઠક કરી. જે બાદ પ્રેસ કોન્ફરન્સમાં તેમણે આ મોટું નિવેદન આપ્યું. થોડીવારમાં નડ્ડા ભાજપના કાર્યકરોને પણ સંબોધન કરવાના છે.

આ પણ વાંચો :

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news