માંગરોળમાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ, ધોધ વહેતા થતાં નયનરમ્ય નજારો સર્જાયો

ગીરનાર (Girnar) ઉપર 5 ઈંચ જેટલો વરસાદ વરસતા પહાડોમાંથી પાણીના ધોધ જોવા મળ્યા હતા અને ગીરનારના પર્વત પર નયન રમ્યોનો નજારો જોવા મળ્યો હતો.

માંગરોળમાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ, ધોધ વહેતા થતાં નયનરમ્ય નજારો સર્જાયો

ભાવિન ત્રિવેદી, જુનાગઢ: જુનાગઢ (Junagadh) જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદ મન મૂકીને વરસતા સારા વરસાદના લીધે ધરતી પુત્રોમા ખુશી જોવા મળી રહી છે. સમગ્ર જિલ્લામાં 1 થી 5 ઇંચ વરસાદ નોંધાય ચૂક્યો છે. જુથળ, ગળોદર, ભંડૂરી, વિરડી, અમરાપુર, માતર વાણિયા સહિતના ગામોમાં પણ 2 ઈંચ વરસાદ ખાબક્યો હતો જ્યારે જીલ્લાના માંગરોળ માં 2 કલાક 4 ઇંચ અને મેંદરડા 3 ઇંચ વરસાદ ની માળીયા હાટીના 2 ઈંચ વરસાદ પડતાં ખેડુત પુત્રો એ વાવણી કરવાનાં શ્રી ગણેશ કર્યાં હતા. 

જુનાગઢ (Junagadh) માં છેલ્લા બે ભારે વરસાદને પગલે ગીરનાર (Girnar) ઉપર 5 ઈંચ જેટલો વરસાદ વરસતા પહાડોમાંથી પાણીના ધોધ જોવા મળ્યા હતા અને ગીરનારના પર્વત પર નયન રમ્યોનો નજારો જોવા મળ્યો હતો. ત્યારે ચોમાસા (Monsoon) ની સીઝનનો પ્રથમ વરસાદે જુનાગઢ (Junagadh) જીલ્લામાં સર્વરતિક વરસાદ પડતાં લોકોને ગરમીથી રાહતની સાથે સમગ્ર વાતવરણમાં ઠંડક જોવા મળી હતી. 

જિલ્લામાં સતત ત્રીજા દિવસે વરસાદ
ભાવનગર (Bhavnagar) જિલ્લામાં ચોમાસાની ઋતુના પ્રારંભ થતાં સતત સતત ત્રીજા દિવસે થયેલા વરસાદ (Rain) થી જળાશયોમાં નવા નીરની આવક શરૂ થઇ છે, જેમાં શેત્રુંજી ડેમ (Shetrunji Dam) માં 2030 ક્યુસેક, રજાવળ ડેમમાં 294 ક્યુસેક, ખારો ડેમમાં 424 ક્યુસેક, રંઘોળા ડેમમાં 2141 ક્યુસેક અને પીંગળી ડેમ (Pingali Dam) માં 42 ક્યૂસેક નવા પાણીની આવક શરૂ થઇ છે.

જિલ્લાના કુલ બે ડેમમાં પાણીની સપાટીમાં વધારો થયો છે જેમાં રંઘોળા ડેમની સપાટી 4 ઇંચ વધીને 22.10 ફૂટ થઈ છે જ્યારે પીંગળી ડેમની સપાટીમાં પણ 4 ઇંચનો વધારો થતાં 17 ફૂટ થઇ ગઇ છે. ચોમાસાના પ્રારંભે જ સારો વરસાદ થતાં જળાશયોમાં નવા નીરની આવક થતાં લોકો ખુશ થયા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news