જૂનાગઢના એક પરિવારની અનોખી પરંપરા, દિવાળીના દિવસે ઘરની મહિલાઓનું કરવામાં આવે છે પૂજન

જૂનાગઢના લોહાણા પરિવાર વર્ષોથી પોતાની ઘરની મહિલાઓનું પૂજન લક્ષ્મી પૂજનનાં દિવસે કરે છે. તેમનું માનવું છે કે ઘરમાં જે રહેતી લક્ષ્મીનું જે લોકો માન જાળવે છે તે લોકોને ક્યારેય દુખ પડતું નથી. 
 

 જૂનાગઢના એક પરિવારની અનોખી પરંપરા, દિવાળીના દિવસે ઘરની મહિલાઓનું કરવામાં આવે છે પૂજન

જૂનાગઢઃ જૂનાગઢના રાજકીય અગ્રણી ગીરીશભાઈ કોટેચાના ઘરે દિવાળીના દિવસે લક્ષ્મી પૂજન કરવાં બદલે ઘરની મહિલાઓનું પૂજન કરવામાં આવે છે. ગીરીશભાઈના ઘરમાં આ પરમપરા તેમના પૂર્વજોથી ચાલી આવે છે. દિવાળીના દિવસે ઘરની મહિલાઓને બાજોઠ ઉપર બેસાડી જેવી રીતે ભગવાન આરતી ઉતારવામાં તેવી જ રીતે આરતી ઉતારાય છે. તેમની ક્ષમાયાચના કરવામાં આવે છે. ગીરીશભાઈ કહે છે ઘરની સ્ત્રીઓ જ સાક્ષાત લક્ષ્મીનો અવતાર છે અને જો દરેક ઘરે આવી પ્રણાલી હોય તો ઘરમાં શાંતિ અને ધંધામાં હંમેશા બરકત રહે છે. 

જૂનાગઢના લોહાણા પરિવાર વર્ષોથી પોતાની ઘરની મહિલાઓનું પૂજન લક્ષ્મી પૂજનનાં દિવસે કરે છે. તેમનું માનવું છે કે ઘરમાં જે રહેતી લક્ષ્મીનું જે લોકો માન જાળવે છે તે લોકોને ક્યારેય દુખ નથી પડતું.

લોહાણા પરિવારના પતિ પોતાની પત્ની, માતા દીકરીઓની આરતી ઉતારે છે. તેમનું પૂજન અર્ચન કરે છે અને તેના આશિર્વાદ પણ લે છે.આ પરિવારના લોકો પોતાના ઘરમાં રહેતી મહિલાઓને લક્ષ્મીનું રૂપ માને છે. ડેપ્યુટી મેયર ગીરીશ કોટેચાને ત્યાં આ ઉત્સવ ઉજવાય છે.

આ ઘરની મહિલા ડેપ્યુટી મેયર ગીરીશ કોટેચાના પત્ની પોતાનું પૂજન થાય છે તે અંગે ખુશી વ્યક્ત કરતા જણાવે છે કે, 'અમારા ઘરમાં વર્ષોથી બધી વહૂઓનું પૂજન કરવામાં આવે છે. જે ઘરમાં મહિલાઓનું પૂજન થતું હોય તેને બીજે ક્યાંય લક્ષ્મી શોધવા જવું નથી પડતું. દીકરી અને વહુ જે ઘરમાં હસ્તી હશે તે ઘરમાં વાસ્તુશાસ્ત્રના કોઇ નિયમ લાગુ પડતા નથી.'

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news