Girnar ફરતે દૂધ ધારા પરિક્રમા યોજાઈ, જાણો 60 વર્ષથી ચાલતી આ પરંપરાનું શું છે મહત્વ

છેલ્લા 60 વર્ષોમાં ક્યારેય દુકાળ નથી પડ્યો કે વરસાદ ઓછો રહ્યો નથી. ત્યારે ઘણા શ્રદ્ધાળુઓ ખૂબ જ ભાવથી આ પરિક્રમા કરે છે. 

Girnar ફરતે દૂધ ધારા પરિક્રમા યોજાઈ, જાણો 60 વર્ષથી ચાલતી આ પરંપરાનું શું છે મહત્વ

ભાવિન ત્રિવેદી, જુનાગઢ: જેમણે 60 વર્ષ પહેલાં દૂધ ધારા પરિક્રમા શરૂ કરાવી એવા પૂજનીય કરમણ ભગત (Karman Bhagat) ની આગેવાનીમાં આજે પ્રતિ વર્ષની જેમ પરિક્રમા શરૂ થઈ છે. આજે સવારે 6 વાગ્યે લંબે હનુમાનજી મંદિર (Hanuman Temple) ની સામે રબારી નેસ છે ત્યાં કરમણ ભગત (Karman Bhagat) ની જગ્યા છે. ત્યાંથી મહાદેવજીના મંદિરે દૂધ ચડાવીને દૂધ ધારાની પરિક્રમા શરૂ થઈ હતી. 

ત્યારબાદ ગિરનાર (Girnar) ની 30 પગથિયેની સીડી પર મહાદેવજીના મંદિરે (Mahadev Temple) પહોંચીને દૂધ ચડાવ્યું હતું. ત્યાંથી દૂધ ધારા પરિક્રમાની શરૂઆત વિધિવત થઈ હતી અને ત્યારબાદ રસ્તામાં આવતા તમામ શિવજીના મંદિરે દૂધની ધારા કરતા કરતા પરિક્રમા આગળ વધી હતી. પૂજનીય કરમણ ભગત (Karman Bhagat) પણ આખી પરિક્રમામાં સાથે જોડાયા. દર વર્ષની જેમ આ વર્ષે પણ માલધારીઓ, શ્રદ્ધાળુઓ તેમજ વિશ્વ હિન્દૂ પરિષદના કાર્યકર્તાઓ પરિક્રમામાં ગયા હતા. 

આ દૂધ ધારા (Dudh Dhara) પરિક્રમાનું ખૂબ જ મહત્વ છે. 60 વર્ષ પહેલાં જ્યારે દુકાળ હતો. ત્યારે આ પરિક્રમા કરવાનું કરમણ ભગતે વિચાર્યું ને એવી મનમાં શ્રદ્ધા હતી કે આ દૂધ ધારાથી વરસાદ તેમજ મોસમ સારો જાય. જ્યારે અનુભવ પણ એવો જ રહ્યો છે કે છેલ્લા 60 વર્ષોમાં ક્યારેય દુકાળ નથી પડ્યો કે વરસાદ ઓછો રહ્યો નથી. ત્યારે ઘણા શ્રદ્ધાળુઓ ખૂબ જ ભાવથી આ પરિક્રમા કરે છે અને દત્ત ભગવાન તેમજ ગિરનારી મહારાજની કૃપાથી મોસમ ખૂબ જ સારી જાય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news