ખાનગી શાળાને ટક્કર મારે એવી અદ્યતન સુવિધાથી સજ્જ ગુજરાતની આ સરકારી શાળા! બાળકો હોંશે હોંશે આવે છે નિશાળ!
પાવી જેતપુર તાલુકામાં આવેલી કંડા પ્રાથમિક શાળામાં ખાનગી શાળાને ટક્કર મારે તેવી સરકારી શાળા છે. અહીંયા 303 જેટલાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. બાળકો માટે અહીંયા ખાસ બગીચો બનાવવામાં આવ્યો છે. આ બગીચામાં શાકભાજીનું વાવેતર કરવામાં આવ્યું છે.
Trending Photos
છોટાઉદેપુર: જિલ્લાની બોર્ડર પર આવેલી કંડા પ્રાથમિક શાળા પ્રાઇવેટ સ્કૂલને પણ ટક્કર મારે એવી સરકારી શાળા જોવા મળી છે આદિવાસી બાળકો શિક્ષણ થી વંચિત ના રહે તે માટે શિક્ષકો દ્વારા અવનવા પ્રયોગ કરવામાં આવી રહ્યા છે. શિક્ષણ મેળવવાનો તમામને અધિકાર છે અને પ્રાઈવેટ શાળા જેવી જ સુવિધા સાથે તમામ બાળકો શિક્ષણ મેળવી શકે તે માટે છોટાઉદેપુરમાં ખાસ પ્રયાસ કરવામાં આવ્યો છે.
પાવી જેતપુર તાલુકામાં આવેલી કંડા પ્રાથમિક શાળામાં ખાનગી શાળાને ટક્કર મારે તેવી સરકારી શાળા છે. અહીંયા 303 જેટલાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. બાળકો માટે અહીંયા ખાસ બગીચો બનાવવામાં આવ્યો છે. આ બગીચામાં શાકભાજીનું વાવેતર કરવામાં આવ્યું છે. જેનો ઉપયોગ મધ્યાહ્ન યોજનામાં બાળકોને અપાતા ભોજનમાં કરવામાં આવે છે. આ બગીચા અને શાળામાં ચકલી ઘર પણ બનાવ્યા છે જેથી બાળકો શાળાએ નહીં પરંતુ બાગમાં આવ્યા હોય તેવું લાગે. શાળામાં સીસીટીવી કેમેરા, ફાયર સેફ્ટી, પીવાના પાણીની સુવિધા, મધ્યાહ્ન ભોજનની તમામ સુવિધા છે.
આદિવાસી વિસ્તારના તમામ બાળકો સારું શિક્ષણ મેળવી શકે તે માટે શિક્ષકો તમામ પ્રયત્ન કરે છે. કંડા ગામની પ્રાથમિક શાળા સ્વચ્છતાના મામલે જિલ્લામાં પ્રથમ નંબરે આવે છે. અત્યારના સમયમાં જ્યારે વિદ્યાર્થીઓ સરકારી શાળા છોડીને ખાનગી શાળાઓમાં અભ્યાસ કરવા જાય છે. ત્યારે જો કંડા પ્રાથમિક શાળા જેવી જ તમામ શાળાઓ બનાવી દેવામાં આવે તો શિક્ષણનું સ્તર પણ ઉંચુ આવશે અને વિદ્યાર્થીઓને શિક્ષણ પણ બોજરૂપ નહીં લાગે.
પાવી જેતપુર તાલુકામાં આવેલી કંડા પ્રાથમિક શાળા ડુંગડા વિસ્તારમાં આવેલી છે અને જિલ્લાની શ્રેષ્ટ શાળા છે શાળાને સ્વચ્છતાને લઈને પણ જિલ્લાની શાળામાં પ્રથમ નંબર આવ્યો છે. આ શાળા ગ્રીન શાળા તરીકે પણ ઓળખાય છે આ શાળામાં 303 વિદ્યાર્થીઓ અભિયાસ કરે છે. શાળાની અંદર બાળકોને રુચિ રહે એ માટે શિક્ષકો દ્વારા શાળામાં બાગ બનાવ્યો છે. બાગમાં શાકભાજી પણ વાવ્યા છે. શાળાના મધ્યાન ભોજન માટે એ શાકભાજીનો ઉપયોગ કરવામાં આવે છે.
કંડા શાળામાં આખી શાળામાં સી.સી.ટી.વી લગાવામાં આવ્યા છે. તેમજ બાગમાં અને શાળામાં ચકલી ઘર પણ બનાવ્યા છે. બાળકો શાળાએ નહીં પરંતુ બાગમાં આવ્યા હોય તેમ લાગે છે. શાળામાં શાળામાં ફાયર સેપ્ટિ પણ પણ છે. પીવાના પાણીની પણ સુવિધા છે. ખાસ કરીને આદિવાસી વિસ્તાર હોવાથી બાળકોને સારૂં શિક્ષણ મળે તે માટે શિક્ષકો પ્રત્યન કર્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે