GSEB Class 10th Result: વિધિની વક્રતા કહો કે યોગાનુયોગ! ત્રણ દિવસ પહેલા મૃત્યું પામેલા ધો.10ના વિદ્યાર્થીએ કર્યું ટોપ, સેન્ટરમાં બીજો ક્રમાંક

GSEB Class 10th Result Live Updates: ખેડબ્રહ્મામાં ધો.10માં ટોપ કરનાર વિદ્યાર્થી શિવમ પ્રજાપતિના ઘરે ખુશીનો માહોલ નહીં પરંતુ દુ:ખનો માહોલ છે. ત્રણ દિવસ પહેલા ખેડબ્રહ્મામાં ટોપ કરનાર શિવમ પ્રજાપતિનું હિટ એન્ડ રનમાં મોત થયુ છે.

GSEB Class 10th Result: વિધિની વક્રતા કહો કે યોગાનુયોગ! ત્રણ દિવસ પહેલા મૃત્યું પામેલા ધો.10ના વિદ્યાર્થીએ કર્યું ટોપ, સેન્ટરમાં બીજો ક્રમાંક

શૈલેષ ચૌહાણ, સાબરકાંઠા: રાજ્યમાં ધો.10નું પરિણામ જાહેર થયુ અને વિદ્યાર્થીઓમાં અને તેમના પરિવારમાં ખુશીનો માહોલ છે. પરંતુ ખેડબ્રહ્મામાં ધો.10માં ટોપ કરનાર વિદ્યાર્થી શિવમ પ્રજાપતિને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હાલ આપણી વચ્ચે શિવમ પ્રજાપતિ તો હયાત નથી, પરંતું આજે જાહેર થયેલા પરિણામમાં શિવમે સ્કૂલમાં પ્રથમ અને સેન્ટરમાં બીજા ક્રમાંકે આવ્યો છે. જેના કારણે પરિવારની આંખમાં આંસુ આવી ગયા હતા.

ખેડબ્રહ્મામાં ધો.10માં ટોપ કરનાર વિદ્યાર્થી શિવમ પ્રજાપતિના ઘરે ખુશીનો માહોલ નહીં પરંતુ દુ:ખનો માહોલ છે. ત્રણ દિવસ પહેલા ખેડબ્રહ્મામાં ટોપ કરનાર શિવમ પ્રજાપતિનું હિટ એન્ડ રનમાં મોત થયુ છે. શિવમ પ્રજાપતિ તો હાલ આ ફાની દુનિયામાં હયાત નથી, પરંતુ તેણે ધોરણ. 10ની પરીક્ષામાં 98.96 પર્સનટાઈલ મેળવીને સ્કૂલમાં પ્રથમ અને સેન્ટરમાં બીજા ક્રમાંકે આવ્યો છે.

No description available.

તમને જણાવી દઈએ કે આજે જાહેર થયેલા ધો.10ના પરિણામમાં શિવમ પ્રજાપતિએ 98.96 ટકા પર્સન્ટાઈલ સાથે 89.33 ટકા મેળવ્યા છે અને A2 ગ્રેડ મેળવ્યો છે. જો કે, હાલ શિવમના પરિવારમાં ખુશીની સાથેસાથે ગમનો માહોલ જોવા મળી રહ્યો છે. વિધિની વક્રતા એવી કે પ્રથમ ક્રમાંકે પાસ થયેલો શિવમ હાલ ખુદ પોતાના પરિણામને જોવા આ દુનિયામાં હયાત નથી.

હીટ એન્ડ રનમાં માતા અને પુત્રનું મોત
ત્રણ દિવસ પહેલા ખેડબ્રહ્મા પેટ્રોલ પંપ પાસે એક ગમખ્વાર અકસ્માત થયો હતો. આ હીટ એન્ડ રનની ઘટના વિશે વાત કરીએ તો, દ્વાર્કેશ સોસાયટી રોડ નંબર 1 ખાતે રહેતા પારસભાઈ પ્રજાપતિ તેમના પત્ની દર્શનાબેન અને પુત્ર શિવમ સાથે રવિવારે રાતે 10 વાગ્યાની આસપાસ બાઈક પર હાઈવે સ્થિત પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ભરાવવા ગયા હતા. ત્યાંથી પરત ઘરે ફરતી વખતે હાઈવે પર પાછળથી ફૂલ સ્પીડમાં આવતી કારના ચાલકે ટક્કર મારતા બાઈક પર સવાર ત્રણેય રોડ પર પટકાયા હતા.

આ ઘટનાના કારણે આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ત્રણેયને ગંભીર હાલતમાં એમ્બુલન્સ મારફતે ખેડબ્રહ્મા સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા. જ્યાં દર્શનાબેન અને તેમના પુત્રનું મોત થયું હતું. જ્યારે પારસભાઈની હાલત ગંભીર જણાતા વધુ સારવાર માટે પહેલા ઈડરની ખાનગી હોસ્પિટલ અને પછી અમદાવાદ ખસેડવામાં આવ્યા છે. હાલ પારસભાઈની હાલત ગંભીર છે તેઓ અમદાવાદની હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news