સૌરાષ્ટ્રનો ગઢ મજબૂત કરવાનું શાહનું ફોકસ, ગૌરવયાત્રાથી નબળી બેઠકો પર મજબૂત કરવા ભાજપે ઘડ્યો માસ્ટરપ્લાન

Gujarat Elections : ગઈકાલથી ભાજપની ગૌરવ યાત્રાનો પ્રારંભ થયો છે. પરંત આ ગૌરવ યાત્રા પાછળ ભાજપનો ખાસ હેતુ છે, નબળી અને હારી જવાય તેવી બેઠકને મજબૂત કરવાના ઈરાદે આ ગૌરવ યાત્રા કાઢવામાં આવી છે

  • ગૌરવયાત્રાથી નબળી બેઠકો પર મજબૂત કરવા ભાજપનો પ્લાન 
  • અમદાવાદ ગ્રામ્ય અને સૌરાષ્ટ્રની બેઠકો પર ભાજપની નજર
  • ખુદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 2017નું પુનરાવર્તન અટકાવવા મેદાને 
  • આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વધુ 3 ગૌરવ યાત્રાનો કરાવશે પ્રારંભ 
  • પરિવર્તન યાત્રાથી અમદાવાદની ધંધુકા અને ધોળકા બેઠક ટાર્ગેટ પર 
  • સૌરાષ્ટ્રમાં ભાજપને મજબૂત કરવા પર શાહનું ફોકસ 

Trending Photos

સૌરાષ્ટ્રનો ગઢ મજબૂત કરવાનું શાહનું ફોકસ, ગૌરવયાત્રાથી નબળી બેઠકો પર મજબૂત કરવા ભાજપે ઘડ્યો માસ્ટરપ્લાન

બ્રિજેશ દોશી/અમદાવાદ :કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આજે ભાજપની ત્રણ ગૌરવ યાત્રાનો પ્રારંભ કરાવશે. અમિત શાહ પહેલી ગૌરવ યાત્રાને ઝાંઝરકાથી પ્રસ્થાન કરાવશે. આ યાત્રા ઝાંઝરકાથી સોમનાથ સુધીનો પ્રવાસ કરશે. ત્યારબાદ બીજી બે ગૌરવ યાત્રાને ઉનાઈથી લીલી ઝંડી બતાવશે. જેમાં એક યાત્રા ઉનાઈથી અંબાજી સુધી અને બીજી યાત્રા ઉનાઈથી ફાગવેલ સુધી વિવિધ વિધાનસભાઓમાં ફરશે. આ ત્રણેય ગૌરવ યાત્રાઓ 66 વિધાનસભા બેઠકો પર ભ્રમણ કરશે. તમને જણાવી દઈએ કે ગઈકાલથી ભાજપની ગૌરવ યાત્રાનો પ્રારંભ થયો છે. ગઈકાલે શક્તિપીઠ બહુચરાજીથી ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાએ પ્રારંભ કરાવ્યો હતો. ત્યારબાદ વધુ એક યાત્રાને યાત્રાધામ દ્વારકાથી શુભારંભ કરાવવામાં આવ્યો હતો. વિધાનસભા ચૂંટણી ટાંણે ભાજપે હાઈટેક પ્રચાર અભિયાન શરૂ કરી દીધું છે. જેમાં કેન્દ્રીય મંત્રીઓ પણ સહભાગી થઈ રહ્યા છે. અનેક કેન્દ્રીય મંત્રીઓ અલગ અલગ ગૌરવ યાત્રામાં સામેલ થવા માટે ગુજરાત આવી રહ્યાં છે. 

ત્યારે આ ગૌરવ યાત્રા પાછળ ભાજપનો ખાસ હેતુ છે. ગૌરવયાત્રાથી નબળી બેઠકો પર મજબૂત કરવા ભાજપનો માસ્ટરપ્લાન છે. અમદાવાદ ગ્રામ્ય અને સૌરાષ્ટ્રની બેઠકો પર ભાજપની નજર છે. તેથી ભાજપ માટે નબળી ગણાતી બેઠકો પર ખુદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મેદાના આવ્યા છે. આ બેઠકો પર 2017 નું પુનરાવર્તન અટકાવવા એડીચોટીનું જોર લગાવશે. આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વધુ 3 ગૌરવ યાત્રાનો પ્રારંભ કરાવશે. પરિવર્તન યાત્રાથી અમદાવાદની ધંધુકા અને ધોળકા બેઠક ભાજપનો મુખ્ય ટાર્ગેટ છે. તો બીજી તરફ, સૌરાષ્ટ્રમાં ભાજપને મજબૂત કરવા પર શાહનું ફોકસ છે. 

આ પણ વાંચો : ગુજરાતમાં ફરી પેપરલીકકાંડ : સૌરાષ્ટ્ર યુનિ.માં BBA-B.com ની પરીક્ષાના પેપર ફૂટ્યા
 
અમદાવાદ ગ્રામ્ય અને ખાસ કરીને સૌરાષ્ટ્રની બેઠકો પર 2017માં ભાજપનું પ્રદર્શન નબળું રહ્યું હતું. અમદાવાદ ગ્રામ્યની ધંધુકા વિરમગામ બેઠક 2017માં ભાજપે ગુમાવી હતી, જ્યારે ધોળકા બેઠક પર ગણતરીના મતોથી જ વિજય થયો હતો. આ ઉપરાંત અમરેલી જિલ્લાની 2017માં પાંચે પાંચ બેઠક ભાજપે ગુમાવી હતી. જોકે, પેટા ચૂંટણીમાં ધારી બેઠક પર જીત મેળવી હતી. આવી જ રીતે જૂનાગઢ જિલ્લામાં પણ 5 માંથી એકપણ બેઠક ભાજપ જીતી નહોતું શક્યું. પરંતુ પેટા ચૂંટણીમાં માણાવદર બેઠક પર વિજય મેળવ્યો હતો. જ્યારે વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રીબડીયા હાલમાં જ ભાજપમાં જોડાયા છે. 

આ બેઠકોને મજબૂત કરવા ભાજપે કમર કસી છે. તેથી જ આ યાત્રાથી 1070 કિ.મી.નો પ્રવાસ 24 વિધાનસભા ક્ષેત્રમાં યોજાઈ રહ્યો છે. ગૌરવ યાત્રા દરમિયાન કેન્દ્રીય મંત્રીઓની ફોજ હાજર રહેશે. અમિત શાહ પહેલી ગૌરવ યાત્રાને ઝાંઝરકાથી પ્રસ્થાન કરાવશે. આ યાત્રા ઝાંઝરકાથી સોમનાથ સુધીનો પ્રવાસ કરશે. ત્યારબાદ બીજી બે ગૌરવ યાત્રાને ઉનાઈથી લીલી ઝંડી બતાવશે. જેમાં એક યાત્રા ઉનાઈથી અંબાજી સુધી અને બીજી યાત્રા ઉનાઈથી ફાગવેલ સુધી વિવિધ વિધાનસભાઓમાં ફરશે. આ ત્રણેય ગૌરવ યાત્રાઓ 66 વિધાનસભા બેઠકો પર ભ્રમણ કરશે.

આપને જણાવી દઈએ કે ગઈકાલથી ભાજપની ગૌરવ યાત્રાનો પ્રારંભ થયો છે. ગઈકાલે શક્તિપીઠ બહુચરાજીથી ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાએ પ્રારંભ કરાવ્યો હતો. ત્યારબાદ વધુ એક યાત્રાને યાત્રાધામ દ્વારકાથી શુભારંભ કરાવવામાં આવ્યો હતો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news