બાવળીયાનું ભવિષ્ય ઉજળુ કે ધુંધળુ, નક્કી કરશે ચૂંટણીના પરિણામો
વિધાનસભાની ચૂંટણી પહેલાં કોગ્રેસમાંથી ભાજપમાં આવનાર શંકરસિહ વાધેલાના ગ્રુપના 6 ઘારાસભ્યો પૈકી માત્ર સી કે રાઉલજીની ચૂંટણીમાં જીત થઇ બાકી તમામે પોતાનો જનાધાર પણ ગુમાવ્યો અને હારેલા નેતાઓની ભાજપને ક્યારેક જરૂર હોતી નથી
Trending Photos
કિંજલ મિશ્રા/ અમદાવાદ: ગુજરાતમાં શાસન વિરોધી લાગણીનો સામનો કરી રહેલા ભાજપને મજબૂત કરવા પક્ષપ્રમુખ અમિત શાહે ચૂંટણી પહેલાં કોંગ્રેસી નેતાઓ માટે લાલ જાજમ પાથરી છે. કુંવરજી બાવળીયાનું ભાજપમાં જોડાવવું એ કોંગ્રેસ માટે હાલમાં તો ખૂબ મોટા ઝટકા સમાન છે. જો કે ભાજપ માટે કેટલું ઉપયોગી સાબિત થશે એ તો ચૂંટણીમાં પરિણામો જ નક્કી કરશે. જો કે ભાજપની નિતિ રીતીથી સૌ વાકેફ છે.
સામે પક્ષે રહેલા સિનિયર નેતાને કાતો મ્હાત આપવી અને જો તેમાં નિષ્ફળતા મળે તો પોતોની સાથે લઇ લેવા, અને ઉપયોગીતા પૂર્ણ થતા હાંસિયામા ધકેલી દેવા. કોંગ્રેસમાંથી ભાજપમાં આવનાર દિગ્ગ્જ નેતાઓમાં કુંવરજી બાવળિયા કોઇ પ્રથમ નેતા નથી. જો ભૂતકાળમાં એક નજર કરીએ તો 12થી વધુ કોંગ્રેસના મજબૂત નેતાઓએ ભાજપ આ જ રીતે જોરશોરથી કોંગ્રેસમાંથી ભાજપમાં લાવ્યા હતા. ત્યાર બાદ ક્યારે અને કેવી રીતે હાસિયાંમા ધકેલાયા હતા એનો ખુદ અંદાજ પંજાનો સાથ છોડી કેસરિયો ધારણ કરેલા નેતાઓને પણ ના રહ્યો.
આવા નેતાઓના છબિલ પટેલ, નરહરિ અમીન, વિઠ્ઠલ રાદડીયા, જયેશ રાદડીયા, જશા બારડ, દેવજી ફતેપરા, બળવંત સિહ રાજપૂત,રાધવજી પટેલ, સી કે રાઉલથી રામસિંહ પરમાર બાવકુ ઉધાડ તેજશ્રી પટેલ અમિત ચૌધરીનો સમાવેશ થાય છે. વાત જો વિઠ્ઠલ રાદડીયાની કરવામાં આવે તો સૌરાષ્ટ્રના કદાવર સહકારી આગેવાન છે જેના કારણે નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે તેમને ભાજપમાં જોડયા હતા. સહકારી આગેવાન ના કારણે તેમને પદ તો મળ્યુ પરંતુ માન સન્માન ક્યારેક પણ ન મળ્યું.
તો વિધાનસભાની ચૂંટણી પહેલાં કોગ્રેસમાંથી ભાજપમાં આવનાર શંકરસિહ વાધેલાના ગ્રુપના 6 ઘારાસભ્યો પૈકી માત્ર સી કે રાઉલજીની ચૂંટણીમાં જીત થઇ બાકી તમામે પોતાનો જનાધાર પણ ગુમાવ્યો અને હારેલા નેતાઓની ભાજપને ક્યારેક જરૂર હોતી નથી ત્યારે આ નેતાઓની પણ રાજકીય કારકીર્દી પર હાલમાં સવાલ ઉભો થયો છે ત્યારે અત્યાર સુધી સૌથી મોટું નુકસાન કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા નેતા નરહરિ અમીને ભોગવ્યું છે.
એક સમય ગુજરાત યુનિવર્સીટીમાં નરહરિ અમીનનો સિક્કો હતો. ભાજપ માટે યુનિવર્સીટીમાં જીત મેળવવી અશક્ય ને બરાબર હતી. જો કે નરહરિ અમીનને ભાજપમાં ભેળવીને એક કાંકરે બે શિકાર કર્યા હતા. યુનિવર્સીટીમાં કોંગ્રેસ તથા એનએસયુઆઇના તમામ ઉગ્ર આંદોલનોનો લગભગ અંત આવી ગયો તો કોંગ્રેસને એક દિગગજ નેતા ગુમાવ્યો. જો કે ભાજપમાં ભળ્યા બાદ નરહરિ અમીનને માત્ર એક બોર્ડ નિગમના પ્રમુખ પદથી જ સંતોષ માનવો પડી રહ્યો છે.
ત્યારે કુંવરજી બાવળીયાના રાજકીય કારકીર્દી પર પણ સવાલ ઉભો થઇ રહ્યો છે. જો કે કુંવરજીનું માનીયે તો તેમના મતવિસ્તારમાં પ્રજા સાથે ચર્ચા કરી ભાજપમાં આવવવાનો નિર્ણય લીધો છે. તેમની સ્વીકૃતિ પણ કોળી સમાજમાં છે એક કદાવર નેતા છે પરંતુ જસદણની સીટ એ કોંગ્રેસની પરંપરાગત સીટ છે. ત્યારે બાવળીયાનું ભવિષ્ય ઉજળુ છે કે ધૂંધળુ કે જસદણમાં તેમની ચૂંટણીમાં પરિણામો નક્કી કરશે. જો કે બાવળિયાના આવવાથી ભાજપના સનિષ્ઠ કાર્યકર્તાથી માંડીને સિનિયર આગોવાનોને પણ કાંટા વાગ્યા છે. વર્ષોથી પક્ષને વફાદાર રહેલા કાર્યકર્તાઓેને ભાજપનું કોંગ્રેસી કરણ થઇ રહ્યું હોવાની લાગણી થઇ રહી છે. જો આ તમામની વચ્ચે જે હેતુથી કુંવરજી બાવળીયાને ભાજપમાં લાવવાનો કઠોર નિર્ણય કેંદ્રીય નેતૃત્વ દ્વારા કરવામા આવ્યો છે તેમાં સફળતા નહી મળે તો કબીરાની પંક્તિ જેવો થાય તો પણ કોઇ નવાઇ નહી.
करता रहा सो क्यों रहा, अब करी क्यों पछताए |
बोये पेड़ बबूल का, अमुआ कहा से पाए ||
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે