KUTCH: 23 વર્ષ પહેલા થયું તેવું ન થાય તે માટે કંડલા પોર્ટ આખુ ખાલી કરાવાયું
ગરોળીની ચાલ પ્રમાણે ગુજરાત તરફ આગળ વધી રહેલા તૌકતે વાવાઝોડું રાત્રી સુધી ગુજરાતનાં દરિયા કિનારે ટકરાઇ જશે. જેના પ્રકોપથી જાનમાલની ભારે ખુંવારીની શક્યતાને પગલે સરકાર દ્વારા તમામ સુરક્ષાત્મક પગલા ઉઠાવાઇ રહ્યા છે. કોઇ પ્રકારનું નુકસાન ન થાય તે માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. કંડલા ખાતે 4 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે.
Trending Photos
ભુજ : ગરોળીની ચાલ પ્રમાણે ગુજરાત તરફ આગળ વધી રહેલા તૌકતે વાવાઝોડું રાત્રી સુધી ગુજરાતનાં દરિયા કિનારે ટકરાઇ જશે. જેના પ્રકોપથી જાનમાલની ભારે ખુંવારીની શક્યતાને પગલે સરકાર દ્વારા તમામ સુરક્ષાત્મક પગલા ઉઠાવાઇ રહ્યા છે. કોઇ પ્રકારનું નુકસાન ન થાય તે માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. કંડલા ખાતે 4 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે.
ગઇકાલે બપોરથી જ પોર્ટની કામગીરી સંપુર્ણ બંધ કરી દેવામાં આવી હતી. તૌકતે વાવાઝોડુ કચ્છવાસીઓ માટે 23 વર્ષ પહેલા તારાજી સર્જનાર 1998ના વાવાઝોડાની યાદ અપાવી હતી.ગુજરાતમાં 23 વર્ષ બાદ ભયાનક વાવાઝોડું આવી રહ્યું છે. આ પહેલા 9 જુન 1998માં કચ્છા કંડલામાં આવુ ભયાનક વાવાઝોડું આવ્યું હતું. જેમાં 1173 લોકોનાં મોત થયા હતા. 1774 લોકો ગુમ થયા હતા. ગુજરાતનાં દરિયાકાંઠાના 1.35 લાખ લોકોનું સ્થળાંતર કરી દેવાયું છે. હજી પણ સ્થળાંતરની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.
કંડલા દિનદયાળ પોર્ટ સંપુર્ણ ખાલી કરી દેવાયો છે. મરીન પોલીસ સમગ્ર વિસ્તારમાં ખડેપગે તહેનાત છે. નાના મોટા જહાજોને સુરક્ષિત રીતે OTB હેઠળ ખસેડવામાં આવ્યા છે. પોર્ટમાંથી 4 હજારથી વધારે લોકોનું સ્થળાંતર કરાયું છે. પશ્ચિમ કચ્છના માંડવી ખાતે તંત્ર દ્વારા માંડવી બીચ સંપુર્ણ બંધ કરી દેવાયો છે. તમામ ધંધાર્થીઓને ત્રણ દિવસ બીચ કે આસપાસ આવવાની મનાઇ કરી દેવાય છે. સહેલાણીઓ માટે પણ બીચ બંધ કરાયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે