એલસીબીના દરોડા, માંડવીના પુનડી સીમમાં ૨.૩૦ કરોડનો બોકસાઈટનો જથ્થો ઝડપાયો

પશ્ચિમ કચ્છ એલસીબીએ પુનડી ગામની સીમમાં ગેરકાયદેસર રીતે રોયલ્ટી કે પાસ પરમીટ વગર થતું કુદરતી ખનીજના ખનનનું કૌંભાડ ઝડપી પાડયું હતું.

Updated By: Nov 27, 2020, 10:53 PM IST
એલસીબીના દરોડા, માંડવીના પુનડી સીમમાં ૨.૩૦ કરોડનો બોકસાઈટનો જથ્થો ઝડપાયો

રાજેન્દ્ર ઠાકર, ભૂજ: માંડવી તાલુકાના પુનડી ગામની સીમમાં માં માનીકો મિનરલ્સ ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ નામની માઇન્સમાં તથા તેની આજુબાજુ કુદરતી ખનીજનું ખનન કરી અને બરાયા માં આવેલી આશાપુરા કંપની માં લઈ જવાતો હોવાની બાતમી આધારે એલસીબીએ દરોડો પાડ્યો હતો 50૦ ટન બોકસાઇટ અને વાહનો મળી કુલ સાડા ચાર કરોડનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

પશ્ચિમ કચ્છ એલસીબીએ પુનડી ગામની સીમમાં ગેરકાયદેસર રીતે રોયલ્ટી કે પાસ પરમીટ વગર થતું કુદરતી ખનીજના ખનનનું કૌંભાડ ઝડપી પાડયું હતું. બાતમી આધારે ગામના કાચા રસ્તે જતા હતા ત્યારે ટ્રકોમાં બોકસાઈટ ભરી બરાયામાં આવેલી આશાપુરા કંપનીમાં લઇ જવાતું હતું જેથી ડમ્પર રોકાવીને ડ્રાઇવર પાસેથી રોયલ્ટી કે પાસ પરમીટ ની માંગણી કરી હતી. 

જોકે તેમની પાસે કઈ આધાર પુરાવા ન હોવાથી તેમને સાથે રાખીને આ ખનીજ કઈ જગ્યાએથી લઇ અવાયું હતું તે જગ્યાએ જઈને ટીમે જોતા બોકસાઈડના ઢગલાઓ કરેલા દેખાયા હતા. એલસીબીએ ખનીજ વિભાગને તેમજ રેવન્યુ તલાટીને બોલાવી ખનીજ સીલ કરી હતી અને મુદ્દામાલમાં વાહનો કબજે કરી માંડવી પોલીસ સ્ટેશનને જાણવાજોગ નોંધ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

કબજે કરાયેલા વાહનો ની વિગત
GJ 12 BJ 30 89 નંબરનું જેસીબી (કિંમત ૩0 લાખ), હિટાચી મશીન (કિંમત ૮૦ લાખ), GJ 12 BW 8377 નંબરનું ડમ્પર (કીંમત 40 લાખ), ડમ્પર નંબર GJ 12 BU 9377 (કિંમત ૪૦ લાખ) અને GJ 12 BW 4777 નંબરનું ડમ્પર (કિંમત ૪૦ લાખ)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube