Corona Vaccine: જાણો રસીકરણના મહાઅભિયાન માટે શું છે ગુજરાત સરકારનો માસ્ટર પ્લાન

ગુજરાત સરકારે કોરોનાની રસીકરણના મહાઅભિયાન માટેનો માસ્ટર પ્લાન તૈયાર કરી લીધો છે. તેના માટે ગુજરાત સરકારે 15 હજારથી વધારે કોલિફાઈડ વેક્સિનેટરની ફોજ તૈયાર કરી દીધી છે. આગામી 6 મહિનામાં બધાને રસી આપવાનો સરકારનો લક્ષ્યાંક છે. રસી લીધાં બાદ કોઈને આડઅસર થાય તો શું કરવું તે અંગે પણ સરકારે ખાસ વ્યવસ્થા કરી છે.

Corona Vaccine: જાણો રસીકરણના મહાઅભિયાન માટે શું છે ગુજરાત સરકારનો માસ્ટર પ્લાન

ભદ્રેશકુમાર મિસ્ત્રી, અમદાવાદઃ પ્રધાનમંત્રી મોદીએ કહ્યું છેકે, દેશભરમાં કોરોનાની રસીકરણનું મહાઅભિયાન હાથ ધરવામાં આવશે. રસી આવતાની સાથે જ આ અભિયાનની શરૂઆત કરી દેવામાં આવશે. કેન્દ્ર સરકારે નક્કી કરેલાં ફેઝ મુજબ રસીકરણ કરવામાં આવશે. ત્યારે ગુજરાત સરકારે પણ રસીકરણના મહાઅભિયાન માટેનો માસ્ટર પ્લાન તૈયાર કરી લીધો છે. ગુજરાત સરકારે વેક્સિનેશન માટે 50 વર્ષથી ઉપરની ઉંમર ધરાવતા 1 કરોડથી વધારે લોકોનો ડેટાબેઝ પણ તૈયાર કરી લીધો છે. આ ઉપરાંત 4 લાખથી વધારે હેલ્થકેર વર્ક્સ અને 6 લાખથી વધારે ફ્રન્ટલાઈન વર્ક્સનો ડેટા પણ સરકારે એકત્રિત કરી લીધો છે. સમગ્ર ડેટા અને વેક્સીનેશનનો તમામ સર્વે ડિજિટલી પોર્ટલ પર મેનેજ કરવામાં આવશે. 

કોરોનાના રસીકરણ અભિયાનના ગુજરાતના સ્ટેટ કોર્ડિનેટર ડો.નયન જાનીએ જણાવ્યું હતુંકે, ખુબ જલદી આપણી પાસે કોરોનાની રસી આવી જશે. ગુજરાત સરકારે વેક્સિનેશન માટે સંપૂર્ણ ટીમ તૈયાર કરી લીધી છે. અગાઉ પણ આપણે આ પ્રકારના અભિયાન કરી ચૂક્યાં છીએ. તેથી આપણે આ અભિયાન પણ સરળતા પૂર્વક પાર પાડી શકીશું. અભિયાનમાં UNICEF સહિત વિવિધ સંગઠનો અને પ્રાઈવેટ સેક્ટરમાંથી પણ સહિયોગ મળી રહ્યો છે. નિષ્ણાંતોનું કહેવું છેકે, જ્યારે પણ તમારા ત્યાં સર્વેની ટીમ આવે તો કોઈપણ જાતનો ડર રાખ્યાં વિના રસી લેવા માટે તમે તમારી વિગતો જરૂર આપજો. UNICEF, PDPU અને ગુજરાત મીડિયા ક્લબ(GMC)ના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં યોજાયેલાં કોવિડ વર્કશોપમાં વેક્સિનેશન અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી. 

Positive news on University of Oxford's coronavirus COVID-19 vaccine  expected on July 16: Report | World News | Zee News

રસી અપવા માટે તૈયાર છે 15 હજાર વેક્સિનેટરની ફોજ
કોરોનાની રસીકરણના મહાઅભિયાનમાં લોકોને રસી આપવા માટે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે. આરોગ્ય વિભાગ સાથે સંકળાયેલાં 15 હજારથી વધારે કોલિફાઈડ વેક્સિનેટરની ફોજ તૈયાર કરી દેવામાં આવી છે. કેવી રીતે આપવી તે અંગે સ્પેશિયલ ટ્રેનિંગ પણ અપાઈ છે.

રસી લીધાં બાદ કોઈને આડઅસર થાય તો શું કરવું?
કોરોનાની રસી લીધાં બાદ કોઈને આડઅસર થાય તો તેના માટે તેને પોતાના વિસ્તારના હેલ્થકેર વર્કરનો મોબાઈલ નંબર આપવામાં આવશે. મેડિકલ ઓફિસરનો પણ નંબર આપવામાં આવશે. તેના નંબર પર કોલ કરીને તમે તમારી તકલીફ જણાવશો તો AEFIની ટીમ તમારો સંપર્ક કરશે. જરૂર જણાશે તો સરકારી ખર્ચે તમારી સંપૂર્ણ સારવાર કરવામાં આવશે. નિષ્ણાંતોનું કહેવું છેકે, કોઈપણ રસીની સામાન્ય આડઅસર થતી હોય છે. પણ એ ખુબ જ સામાન્ય બાબત છે. તેનાથી કોઈએ ડરવાની જરૂર નથી. આ રીતે બેકઅપ પ્લાન પણ સરકારે તૈયાર કર્યો છે.

કેવો હશે Vaccination Room? 
કોરોનાની રસી આપવા માટે સ્પેશિયલ વેક્સિનેશન સેન્ટર ઉભું કરવામાં આવશે. જેમાં અલગ અલગ Vaccination Room તૈયાર કરાશે. રસી લેવા આવનાર લોકો માટે એક વેઈટિંગ રૂમ હશે. ત્યાર પછી એક વેક્સિનેશન રૂમ હશે. આ ઉપરાંત વેક્સિન લીધાં પછી તપાસ કરવા માટે એક ઓબ્ઝર્વેશન રૂમ પણ રાખવામાં આવશે. વેક્સિન અપાયા બાદ લાભર્થીને ઓછામાં ઓછી 30 મિનિટ સુધી આ ઓબ્ઝર્વેશન રૂમ હેલ્થકેર ઓફિસની દેખરેખ હેઠળ રાખવામાં આવશે. આ Vaccination સેન્ટરમાં સેનેટાઈઝેશનની વ્યવસ્થા હશે. દો ગજ કી દૂરી, એટલેકે, સોશિયલ ડિસ્ટન્સનું ધ્યાન રખાશે. એક સમયે રૂમમાં એક જ વ્યક્તિને હાજર રાખીને ડોઝ અપાશે.

Vaccination સેન્ટર પર રહેશે સ્પેશિયલ ટીમ
 Vaccination સેન્ટર 5 લોકોની સ્પેશિયલ ટીમ તૈનાત રહેશે. જેમાં એક મુખ્ય ANM મેમ્બર હશે. જેની દેખરેખમાં બીજા 4 લોકોની ટીમ હશે. જેમાં એક પોલીસકર્મી હશે. એક નર્સ હશે. એક હેલ્થ વર્કર હશે. એક વેક્સિનેટર હશે. મોટા ભાગે ફિમેલ વેક્સિનેટર રાખવામાં આવશે. 

Vaccination સેન્ટર કેવી રીતે મળશે પ્રવેશ?
કોરોનાની રસી લેવા માટે ડોર ટૂ ડોર સર્વેમાં થયેલાં તમારા રજિસ્ટ્રેશનના આધારે તમને પ્રવેશ અપાશે. જેમાં તમારે તમારું આધારકાર્ડ કે રજિસ્ટ્રેશન સમયે જે પુરાવો આપ્યો હોય તે સાથે રાખવાનો રહેશે. સેન્ટરમાં પ્રવેશતી વખતે તમને પહેલાં સેનેટાઈઝ કરવામાં આવશે.

All Indians to get free coronavirus vaccine: Union Minister | India News | Zee  News

Vaccination સેન્ટર પરથી આપાશે આ ખાસ જાણકારી
કોરોનાની વેક્સિન લીધાં બાદ લાભાર્થીનું સ્પેશિયલ કાઉન્સીલીંગ કરવામાં આવશે. જેમાં તેને કોરોના અંગે ખાસ જાણકારી અપાશે. રસી લીધાં બાદ કોઈ તકલીફ થાય તો શું કરવું તે અંગે જાણકારી અપાશે. એક ડોઝ પછી રસીના બીજા ડોઝ માટેની જાણકારી અપાશે. અને કોવિડની ગાઈડલાઈનના પાલન અંગે જાણકારી અપાશે.

ક્યાં ઉભા કરાશે Vaccination સેન્ટર?
વિવિધ જિલ્લા અને તાલુકા સ્તરે ચૂંટણીની પ્રક્રિયાની જેમ જ સ્કૂલોમાં, પંચાયતની કચેરીઓમાં, મનપાની કચેરીઓમાં, કોમ્યુનીટી હોલમાં કોવિડના વેક્સિનેશન માટેની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. અને CO-WIN ડેશ બોર્ડ પર તમામ લાભાર્થીઓની અપડેટ રાખવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news