લો બોલો! ઝારખંડથી નીકળેલો દવાનો જથ્થો ગુજરાત આવતાં આવતાં દારૂ થઈ ગયો....

મહત્વનું છે કે ઉત્તરાખંડના દહેરાદુન થી નિકળેલી 18લાખની દવાની આડમા 40 લાખનો દારૂ ઘુસાડવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે અસલાલી પોલીસને માહિતી મળતા દારૂ અને દવા ભરેલી બે ટ્રકો સાથે છ લોકોની ધરપકડ કરવામાં આવી. 

લો બોલો! ઝારખંડથી નીકળેલો દવાનો જથ્થો ગુજરાત આવતાં આવતાં દારૂ થઈ ગયો....

ઉદય રંજન/અમદાવાદ: દવાની આડમાં દારૂની હેરાફેરી કરતા આઠ આરોપીની અસલાલી પોલીસે ધરપકડ કરી છે. ઉતરાખંડથી નીકળેલી દારૂની ટ્રક પંજાબ પહોંચ્યા બાદ ટ્રકમાં દવાની આડમાં દારૂ છુપાવી ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં પહોચે તે પહેલા જ અસલાલી પોલીસે 40 લાખનો દારૂ મળી 1 કરોડનો મુદ્દામાલ કબ્જે કર્યો. છે. મહત્વનું છે કે દારુના રૂપિયા લેવા માટે આરોપી વિમાન મારફતે અમદાવાદ આવ્યો હતો. જેની પણ ધરપકડ કરવામા આવી છે.

અમદાવાદના અસલાલી પોલીસ મથક મા રહેલો આ 40 લાખનો દારૂ નો જથ્થો પંજાબ થઈ અમદાવાદ અને ખેડા પહોચે તે પહેલા જ પોલીસે ઝડપી પાડ્યો છે. મહત્વનું છે કે ઉત્તરાખંડના દહેરાદુન થી નિકળેલી 18લાખની દવાની આડમા 40 લાખનો દારૂ ઘુસાડવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે અસલાલી પોલીસને માહિતી મળતા દારૂ અને દવા ભરેલી બે ટ્રકો સાથે છ લોકોની ધરપકડ કરવામાં આવી. 

ઉપરાંત જેના ત્યાં દારૂ ઉતારવાનો હતો. તે અને ચંદીગઢ થી વિમાન મારફતે રૂપિયા લેવા આવનાર આરોપી સહિત કુલ આઠ આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં સુનિલ રાઠોડ, શુભમ પંડિત, વિજય રાજપુત, ફુરકાનઅલી. નમનસિંહ જાટ. બ્રિજેન્દ્રકુમાર શર્મા. ગૌતમ ગુરખા અને જય ત્રિવેદી ની ધરપકડ કરવામાં આવી છે.

દારૂના જથ્થા સાથે ઝડપાયેલા ટ્રક ડ્રાઇવરની પૂછપરછ કરતા હકીકત સામે આવી કે કિશન ઉર્ફે ચાચા નામના વ્યક્તિએ પંજાબ થી દારૂનો જથ્થો મોકલ્યો હતો. જેની પોલીસે શોધખોળ હાથ ધરી છે. આ ઉપરાંત માતરના વણસર ગામમાં રહેવાસી યશવંતસિંહ ચૌહાણ ને પણ દારૂ આપવાનો હતો.. જેથી તેની ધરપકડ માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

ઝડપાયેલા આરોપીઓએ ઉત્તરાખંડથી 732 દવા ના બોક્સ સાથે એક ટ્રક જીએસટી બિલ સાથે ગુજરાત રવાના કરી હતી. જોકે પંજાબના તરંગતરા ખાતે ટ્રક પહોંચતા બંને ટ્રકમાં દારૂ ભરી ઉપર દવાના બોક્સ મૂકી દારૂ છુપાવી દીધો હતો. પરંતુ પોલીસને હકીકત મળતા દવાની આડમાં થતી દારૂની હેરાફેરી ઝડપી પાડી છે..

ઝડપાયેલા ટ્રક ડ્રાઇવર અને ક્લીનરની પૂછપરછ કરતા હકીકત સામે આવી કે. આરોપીઓ આ પહેલા પણ ચાર માસ માં ત્રણ વખત દારૂની ડીલેવરી કરી ચૂક્યા છે. જે માટે તેઓ દવાના બિલ ની આડમાં દારૂ ઘુસાડતા હોવાનું સામે આવ્યું છે.. જોકે પોલીસ તપાસમાં અને પંજાબના મુખ્ય આરોપીની ધરપકડ થયા બાદ શું નવી હકીકત સામે આવે છે તે જોવું મહત્વનું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news