ગુજરાત કોંગ્રેસના નેતા ભાન ભૂલ્યા, અભિનેત્રી કંગના રનૌત પર કરી વિવાદાસ્પદ ટિપ્પણી, અભિનેત્રીએ આપ્યો વળતો જવાબ
Kangana Ranaut: ફિલ્મ અભિનેત્રી કંગના રનૌતને મંડીથી લોકસભાની ટિકિટ મળવા પર વિવાદાસ્પદ પોસ્ટનો મામલો ગરમાઈ રહ્યો છે. કોંગ્રેસના નેતા સુપ્રિયા શ્રીનેતની પોસ્ટ બાદ હવે ગુજરાત કોંગ્રેસના એક નેતાની પોસ્ટ ચર્ચામાં આવી છે. કંગનાએ પોતાના હેન્ડલ પર તેને શેર કરતા પલટવાર કર્યો છે.
Trending Photos
અમદાવાદઃ ફિલ્મ અભિનેત્રી કંગના રનૌત ઉપર કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેતની વિવાદાસ્પદ સોશિયલ મીડિયા પોસ્ટનો મામલો હજુ શાંત થયો નથી તો હવે ગુજરાત કોંગ્રેસના એક નેતાએ પણ અભિનેત્રીના મંડીથી ચૂંટણી લડવાને લઈને વિવાદાસ્પદ પોસ્ટ કરી છે. ભાજપમાં સામેલ થયા બાદ હિમાચલ પ્રદેશની મંડી લોકસભા સીટથી ઉમેદવાર બનેલી કંગના રનૌતે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર ગુજરાત કોંગ્રેસના નેતા પર પલટવાર કર્યો છે.
કંગનાએ લખ્યું કે જો કોઈ યુવાને ટિકિટ મળે છે તો તેની વિચારધારા પર હુમલો થાય છે, જો કોઈ યુવા મહિલાને ટિકિટ મળે છે તો તેની કામુકતા પર હુમલો થાય છે. આ અજીબ છે. કંગનાએ લખ્યું કે કોંગ્રેસના લોકો એક નાના શહેરના નામનો દુરૂપયોગ કરી રહ્યાં છે. મંડીનો ઉપયોગ દરેક જગ્યાએ યૌન સંદર્ભમાં કરવામાં આવે છે, માત્ર એટલા માટે કે તેમાં એક યુવા મહિલા ઉમેદવાર છે. કંગનાએ લખ્યું કે મહિલાઓ પ્રત્યે આવી લૈંગિક પ્રવૃતિ રાખનાર કોંગ્રેસીઓને શરમ આવવી જોઈએ.
If a young man gets ticket his ideology is attacked if a young woman gets ticket her sexuality is attacked.
Strange !!
Also congress people are sexualising a small town’s name.
Mandi is being used in sexual context every where, just because it has a young woman candidate, shame… pic.twitter.com/BIn2XfWXjz
— Kangana Ranaut (@KanganaTeam) March 25, 2024
પરત લીધી પોસ્ટ, લોક કર્યું એકાઉન્ટ
વિવાદ વધ્યા બાદ ગુજરાત કોંગ્રેસના કિસાન સેલ સાથે જોડાયેલા એસ એસ આહીરે પોતાના એકાઉન્ટને પ્રાઇવેટ કરી લીધુ છે. તેમણે પણ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતની જેમ સ્પષ્ટતા આપી છે અને તેમાં લખ્યું કે મારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સના એકાઉન્ટનું એક્સેસ કોઈ અન્ય પાસે હતું. તેણે આ ખુબ ખરાબ અને વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે. જેને પરત લઈ લેવામાં આવી છે.
ગુજરાત કોંગ્રેસના નેતા એચ એસ આહીરના એકાઉન્ટથી એક પોસ્ટના રિપ્લાયમાં વિવાદાસ્પદ પોસ્ટ સામે આવી હતી. આ પોસ્ટ 24 માર્ચે રાત્રે 9.19 કલાકે કરવામાં આવી હતી. તો કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા સુપ્રિયા શ્રીનેત વિરુદ્ધ ગુરૂગ્રામમાં ભાજપ કાર્યકર્તાઓએ પોલીસ ફરિયાદ આપી છે. તેમાં શ્રીનેત વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે