રાક્ષસ હતો આ દેશનો રાષ્ટ્રપતિ! દુનિયા જેનાથી નફરત કરતી, તેને કેમ ભારતીયોથી હતી નફરત?

આ કહાની એ જ રાષ્ટ્રપતિની છે, જે માણસોના માસનું સેવન કરતો હતો. તે માત્ર માસ જ નહતો ખાતો, પણ તેનું માથું પણ પોતાના ફ્રિઝમાં રાખતો હતો. અને રાષ્ટ્રપતિની ગાદી પર પણ આ આદમખોરે વર્ષો વર્ષ સુધી શાસન કર્યું.

રાક્ષસ હતો આ દેશનો રાષ્ટ્રપતિ! દુનિયા જેનાથી નફરત કરતી, તેને કેમ ભારતીયોથી હતી નફરત?

IDI AMIN: આ કહાની છે એક એવા આદમખોર શાસકની જેનાથી તેની પ્રજા ત્રાહિમામ પોકરતી હતી. જે યુવતી પર નજર પડતી એને પકડીને તે એની સાથે બળાત્કાર ગુજારતો. જેના પર તેને ગુસ્સો આવતો તેને ખોફનાક મોત આપતો. દુનિયા તેનાથી નફરત કરતી હતી, પણ તે પોતે ભારતીયોથી નફરત કરતો હતો. જાણો રાક્ષસ જેવા રાષ્ટ્રપતિની રોચક કહાની....આ કહાની એ જ રાષ્ટ્રપતિની છે, જે માણસોના માસનું સેવન કરતો હતો. તે માત્ર માસ જ નહતો ખાતો, પણ તેનું માથું પણ પોતાના ફ્રિઝમાં રાખતો હતો. અને રાષ્ટ્રપતિની ગાદી પર પણ આ આદમખોરે વર્ષો વર્ષ સુધી શાસન કર્યું.

જ્યારે, આ વાત લોકો સુધી પહોંચી તો લોકો તેને હૈવાન, શૈતાન અને અફ્રિકાના હિટલર કહેવા લાગયા. પરંતુ, દુનિયા એના વિશે શું વિચારતી તેના પર તેણે કોઈ દિવસ ધ્યાન ન આપ્યું અને ન તો એને તેનાથી કોઈ ફર્ક પડતો હતો. નામ હતું તેનું ઈદી અમીન અને તે હતો અફ્રિકાના નાના એવા દેશ યુગાન્ડાનો રાષ્ટ્રપતિ. ઈદી અમીન પર 8 લાખથી વધુ લોકોની હત્યાનો પણ આરોપ છે. યુગાન્ડામાં કોઈની હિમ્મત ન હતી, કે કોઈ તેની સામે અવાજ ઉઠાવી શકે. તો તમારા મગજમાં હવે થતું હશે કે આટલા ક્રૂર શખ્સને કોણે દેશનો રાષ્ટ્રપતિ બનાવ્યો. ઈદી અમીનની રાષ્ટ્રપતિ બનવાની કહાની જેટલી રસપ્રદ છે એટલી જ ભયંકર પણ છે.

ખરેખર રાક્ષસ જ હતો આ રાષ્ટ્રપતિઃ
ઈદી અમીનની ઉંચાઈ હતી 6 ફૂટ 4 ઈંચ અને તેનું વજન હતું 160 કિલો. તેના શરીરમાં જાનવર જેવી તાકત હતી અને તેની આ તાકતને તેણે હથિયાર બનાવી સેનામાં નોકરી મેળવી. ઈદી અમીને બોક્સિંગને પોતાનું કરિયર બનાવ્યું અને તે સતત 9 વર્ષ સુધી યુગાન્ડાનો બોક્સિંગ ચેમ્પિયન રહ્યો. જેના કારણે તેને સેનામાં પ્રમોશન મળતું રહ્યું. બાગીઓને મારવામાં ઈદી અમીનને ખૂબ જ મજા આવતી. અને યુગાન્ડા સરકાર સામે કોઈ પણ વિદ્રોહ હોય તેને ઈદી અમીન ખૂબ જ ખોફનાક રીતે રોંદી નાખતો હતો. અને તે જ સમયમાં ઈદી અમીન આદમખોર બન્યો હતો.

યુગાન્ડાના પ્રધાનમંત્રી સાથે તેણે કરી હતી ગદ્દારીઃ
1965માં ઈદી અમીન યુગાન્ડાની સેનાનો જનરલ બન્યો હતો અને તે સમયથી તેની નજર યુગાન્ડાની ગાદી પર હતી. યુગાન્ડાના પ્રધાનમંત્રી મિલ્ટન ઓબોટેને ઈદી અમીન પર ભરોસો હતો અને એક દિવસે ઈદીએ આ ભરોસાને તોડી નાખ્યો. પ્રધાનમંત્રી ઓબોટે સિંગાપોરના પ્રવાસે હતા. ત્યારે, ઈદીએ પોતાની સેના સાથે રાજધાની કંપાલા પર કબ્જો કરી લીધો અને તખ્તાપલટ કર્યો. માત્ર 3 કલાકમાં સમગ્ર દેશનું સંચાલન ઈદી અમીને પોતાના હાથમાં લઈ લીધુ.

લોકો ખુશ થઈ રહ્યાં હતો પણ તેમને ક્યાં ખબર હતી કે લાંબી નહીં ટકે આ ખુશી...
રાજધાની કંપાલામાં ઈદી અમીનનો કાફલો કોઈ બાદશાહની જેમ નીકળી રહ્યો હતો, લોકો ખુશ થઈને નાચી રહ્યા હતા, ઉજવણી કરી રહ્યા હતા. તે તારીખ હતી 25 જાન્યુઆરી 1971, ખુશીમાં નાચી રહેલાં લોકોને ખબર ન હતી કે આવનારા સમયમાં તેમના જીવનમાં ખુશી નહીં રહે. 25 જાન્યુઆરી 1971નો દિવસ ના માત્ર યુગાન્ડાના, ના માત્ર આફ્રિકાના પણ પુરી દુનિયા માટે કાળા દિવસ સમાન હતો. કેમ કે તે દિવસથી યુગાન્ડનો શાસક એક આદમખોર બન્યો હતો.

ઈદી અમીને સત્તામાં આવતાની સાથે જ પોતાના ખૂની ખેલની શરૂઆત કરી દીધી હતી. અમીને એક એક કરીને પોતાના વિરોધીઓને મારવાનું શરૂ કર્યું. માત્ર એક વર્ષના સમયગાળામાં ઈદી અમીન તાનાશાહ બની ગયો અને એ કહે તે કાયદો અને એ કહે તે જ દેશમાં થાય. ઈદી અમીન પોતાને દાદા કહેવા પર ભાર મુક્તો હતો અને દાદાના વિરોધ કરનારને મળતી હતી મોતની સજા.

જ્યારે દુનિયા સામે આવ્યો આ રાક્ષસનો ખૌફનાક ચહેરો....
દુનિયાને એક સમયે ખબર ન હતી કે, ઈદી અમીન દાદા એક આદમખોર હતો. ઈદી અમીનની આ વાત પર સૌથી પહેલાં ખુલ્લાસો કર્યો તેના ડૉક્ટર કિબો રિંગોટોએ, ડૉ. કિબો એક વખત ઈદી અમીનના કિચનમાં પાણી પીવા ગયા હતા. જ્યાં, તેમણે ફ્રિઝ ખોલ્યું તો તેમને પોતાની આંખો પર વિશ્વાસ ન થયો. કેમ કે, ફ્રિઝમાં બે મનુષ્યના માથા હતા અને પછી ડૉ. કિબોને જાણવા મળ્યું કે, ઈદીનું ફ્રિઝ હમેશા માણસોની લાશથી ભરેલું રહેતું હતું. ઈદી અમીનની આ જે હરકતનો સબૂત આપ્યો હતો, અન્ય એક સરકારી ડૉક્ટરે. 1975માં પહેલાં તો ઈદી અમીને તેની વાત ના માનનારા ચીફ જસ્ટીસની હત્યા કરી. અને ત્યારબાદ જ્યારે તે ચીફ જસ્ટીસના શરીરનું પોસ્ટમાર્ટમ થઈ રહ્યું હતું. ત્યારે, ઈદી અમીન ત્યાં પહોંચ્યો હતો અને બાદમાં અમીને ચીફ જસ્ટીસનું માસ ખાધુ હતું.

એક નંબરનો અય્યાશ હતો ઈદી અમીનઃ
ઈદી અમીન ક્રૂરતો હતો જ પણ સાથે જ તે અય્યાશ પણ હતો, તે સરકારી રૂપિયાથી પાર્ટી કરતો. અને આ પાર્ટીમાં શરાબ સાથે શવાબના પણ બોલબાલા હતા. ઈદી અમીનનું મન સ્ત્રીઓથી ક્યારે ભરાતું ન હતું. ઈદી અમીને એ એક કે બે નહીં પણ 6 લગ્ન કર્યા હતા. જેમાંથી પાંચતો ઈદીએ રાજ ગાદી પર બેઠા બાદ કર્યા હતા. આ 6 પત્નીઓથી તેને 45 બાળકો હતા. અમીનના સબંધ 35થી વધુ સ્ત્રીઓ સાથે હતા. અને તેના 100થી વધારે બાળકો હતા. કહેવામાં આવે છે કે યુગાન્ડામાં ઈદી અમીનની જે સ્ત્રી પર નજર પડતી તેને તે કોઈપણ રીતે હાંસલ કરી બળાત્કાર કરતો હતો. ઈદી અમીનની બીજી પત્ની એડોરાને તેના પતિથી નફરત થવા લાગી હતી. જેના પગલે તેની આંખો તેના ડૉક્ટર સાથે ચાર થઈ હતી. જેના કારણે ઈદી અમીને તેની પત્ની અને તેના પ્રેમીને દર્દનાક મોત આપી હતી.

ભારતીયોથી હતી કઈ વાતની નફરત?
અંગ્રેજો જ્યારે ભારતમાં હતા, ત્યારે તેમનું રાજ યુગાન્ડામાં પણ હતું. અને અંગ્રજો મોટી સંખ્યામાં ભારતના લોકોને મજૂરી કરાવવા માટે યુગાન્ડા લઈ ગયા હતા. યુગાન્ડાની આઝાદી બાદ મોટાભાગના ભારતીયો યુગાન્ડામાં રહેવા લાગ્યા અને ત્યાં જ ફૂલ્યા ફાલ્યા. ભારતીય લોકોએ યુગાન્ડાની અર્થ વ્યવસ્થા પર દબદબો બનાવ્યો હતો. જેના કારણે ઈદીને ભારતીયોથી એટલી નફરત હતી કે, તેણે હજારો ભારતીયોને 90 દિવસમાં યુગાન્ડાના છોડી જવાનો આદેશ કર્યો હતો. 4 ઓગસ્ટ 1972ના દિવસે ઈદી અમીને જાહેરાત કરી કે 90 દિવસની અંદર તમામ ભારતીયો 2 સૂટકેસ સાથે યુગાન્ડા છોડે. તેનું માનવાનું હતું કે, યુગાન્ડાની સંપત્તિ પર માત્ર ત્યાનાં લોકોનો જ અધિકાર છે. તે સમયના ભારતના પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીએ ઈદી અમીનને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પણ તે માન્યો ન હતો. ઈદી અમીન હવે બેખોફ થઈ ગયો હતો કોઈ વખત તે ઈઝરાયલના પ્લેન હાઈજેકર્સનો સમર્થન કરતો, તો કોઈ વખત અમેરિકાને ધમકી આપતો, કેમ કે તેના માથે લીબિયાના તાનાશાહ કર્નલ ગદ્દાફીનો હાથ હતો.

ઈદી અમીન અને કર્નલ ગદ્દાફીની દોસ્તીઃ
ગદ્દાફીની તાકત પર ઈદી અમીનને એટલો ભરોસો હતો કે અમીને તેના પડોસી દેશ ટાંઝાનિયા સાથે લડાઈ શરૂ કરી. 30 ઓક્ટોબર 1978ના રોજ ઈદી અમીનની સેનાએ ટાંઝાનિયા પર હુમલો કર્યો, ઈદી અમીનની સેનાની મદદ માટે કર્નલ ગદ્દાફીએ લીબિયાથી સેના મોકલી હતી. ટાંઝાનિયા અને યુગાન્ડા વચ્ચે 6 મહિના સુધી યુદ્ધ ચાલ્યો.

આદમખોર ઈદી અમીનના દિવસો હવે બદલાવાના હતા. કેમ કે 10 એપ્રિલ 1979ના દિવસે ટાંઝાનિયાની સેનાએ યુગાન્ડાના રાજધાની કંપાલામાં દાખલ થઈ હતી. અને લાખો લોકોની હત્યા કરનારા ઈદીને યુગાન્ડા છોડીને ભાગવું પડ્યું હતું. ઈદી અમીન દેશ છોડીને મિત્ર ગદ્દાફીના દેશ લીબિયામાં પન્નાહ લીધી હતી. ત્યારબાદ ઈદી 24 વર્ષ સાઉદી અરબના જેદ્દાહમાં રહ્યો. અને 20 જુલાઈ 2003ના રોજ તેની બિમારીના કારણે મોત થઈ. ઈદી અમીનથી યુગાન્ડા લોકો એટલા ત્રાહિત હતા કે તેની લાશને દફન કરવા માટેની પરવાનગી પણ ન આપી હતી.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news