ગુજરાતમાં દર 4 માંથી 1 હત્યાનું કારણ લવના લફરાં અને આડા સંબંધો! NCRB કહે છેકે, Character Dheela હૈ!

લવના લફરાં અને આડા સંબંધો, શું નાડે ઢીલા થઈ રહ્યાં છે ગુજરાતીઓ? NCRB કહે છે કેરેક્ટર ઢીલા હૈ...NRCB એટલે નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોની 2021માં આવેલા રિપોર્ટમાં સામે આવ્યું છે. ગુજરાતમાં હત્યાની પાછળ સૌથી મોટું કારણ લવ અફેર અને આડા સંબંધ છે.

ગુજરાતમાં દર 4 માંથી 1 હત્યાનું કારણ લવના લફરાં અને આડા સંબંધો! NCRB કહે છેકે, Character Dheela હૈ!

ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુનાની દુનિયામાં સૌથી મોટો ગુનો શું હોય છે? પહેલો જવાબ તમામનો હત્યા જ હશે. કોઈની હંસતી-રમતી દુનિયા ક્ષણભરમાં ઉજડી જાય છે. કેમ કે બીજા બધ ગુનામાં તો બીજો મોકો પણ મળે છે. પણ જુર્મની દુનિયામાં મર્ડર એવી ઘટના છે, જેમાં કોઈ બીજી લાઈફલાઈન નથી હોતી. મળે છે તો માત્ર મોત. ત્યારે, સાવલ એ ઉભો થાય કે હત્યા પાછળ કયા કારણો છે. NRCB એટલે નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોની 2021માં આવેલા રિપોર્ટમાં સામે આવ્યું છે. ગુજરાતમાં હત્યાની પાછળ સૌથી મોટું કારણ લવ અફેર અને આડા સંબંધ છે.

No description available.

ત્યારબાદ, ગુજરાતમાં નાના-નાન ઝઘડાઓ પણ વિરાટ સ્પરૂપ લઈ લે છે. અને આખરે તે હત્યામાં પરિણામે છે. આ જાણીને તમને થોડી નવાઈ લાગશે પણ આ હકિકત છે. NRCBના રિપોર્ટ અનુસાર વર્ષ 2020માં ગુજરાતમાં લવ અફેર અને આડા સંબંધોમાં 25 ટકા જેટલી હત્યાઓ થઈ છે. ત્યાર બાદ, ગુજરાતમાં નાના-નાના ઝઘડાઓમાં પણ 25 ટકા જેટલી હત્યાઓ થાય છે.

ગુજરાતમાં રોજની સરેરાશ 3 જેટલી હત્યા:
NCRBની રિપોર્ટમાં વર્ષ 2020નો ડેટા જાહેર કરાયો છે. જેમાં, 2020 ગુજરાતમાં કુલ 982 હત્યાઓ થઈ છે. એટલે સરેરાશ રોજ 3 હત્યાઓ રાજ્યમાં રોજ થાય છે. જેમાં, દર 4 હત્યા પાછળ 1 હત્યાનું કારણ પ્રેમ સંબંધ અને આડા સંબંધમાંથી હોય છે. જ્યારે, ગુજરાતમાં નાના ઝઘડાઓ પણ મોટું સ્વરૂપ લઈ લે છે અને જેના કારણે હત્યાઓના ગુના પણ વધ્યા છે.

ગુજરાતમાં 2020માં લવ અફેરમાં 170 હત્યાઓ થઈ છે. ત્યારે, આડા સંબંધમાં ગુજરાતમાં 61 હત્યાઓ થઈ છે. એટલે 18 ટકા હત્યાઓ લવ અફેરમાં થાય છે અને 7 ટકા જેટલી હત્યાઓ આડા સંબંધોના કારણે થાય છે. ત્યારે, 100 ટકામાંથી 25 ટકા હત્યાઓ પાછળનું મુળ કરાણ આ પ્રેમ છે તેવું પ્રતિત થાય છે.      

નાના-ઝઘડાઓમાં 24 ટકા હત્યા:
જ્યારે, નાની બાબતોમાં રાજ્યમાં 226 હત્યાઓ થઈ છે. જે 24 ટકા જેટલું કહી શકાઈ. ત્યારે, અંગત અદાવતોમાં પણ ગુજરાતમાં હત્યાનો આંકડો ખુબ જ મોટો છે. અંગત અદાવતમાં 2020માં 167 હત્યાઓ થઈ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news