Breaking : મહા વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે આવતા ધીમે ધીમે નબળું પડશે

લાભ પાંચમ બાદ ગુજરાત માટે મોટા સમાચાર આવ્યા છે. મહા વાવાઝોડું (maha cyclone) ગુજરાતને હિટ નહિ કરે. વાવાઝોડું 4 નવેમ્બરે દક્ષિણ ગુજરાત તરફ આગળ વધશે. હવામાન ખાતા પાસેથી મળેલા લેટેસ્ટ અપડેટ મુજબ, મહા વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધતાં નબળું પડશે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તાર સુધી આવતા આવતા વાવાઝોડું ધીમે ધીમે નબળું પડશે. 

Breaking : મહા વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે આવતા ધીમે ધીમે નબળું પડશે

ગૌરવ પટેલ/અમદાવાદ :લાભ પાંચમ બાદ ગુજરાત માટે મોટા સમાચાર આવ્યા છે. મહા વાવાઝોડું (maha cyclone) ગુજરાતને હિટ નહિ કરે. વાવાઝોડું 4 નવેમ્બરે દક્ષિણ ગુજરાત તરફ આગળ વધશે. હવામાન ખાતા પાસેથી મળેલા લેટેસ્ટ અપડેટ મુજબ, મહા વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધતાં નબળું પડશે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તાર સુધી આવતા આવતા વાવાઝોડું ધીમે ધીમે નબળું પડશે. 

6 તારીખથી ભારે વરસાદ પડશે
લેટેસ્ટ સ્થિતિ વિશે હવામાન વિભાગના જયંત સરકારે જણાવ્યું કે, સિવિયર સાયક્લોન મહા ઈસ્ટ સેન્ટ્રલમાં છે. મહા વાવાઝોડું હાલ વેરાવળથી 540 કિલોમીટર અને દીવથી 550 કિલોમીટર દૂર છે. તેની મુવમેન્ટ 4 નવેમ્બર સુધી વેસ્ટ નોર્થ વેસ્ટમાં થશે. તેના બાદ તેનું રિકાર્વિંગ સ્ટાર્ટ થશે. તેના બાદ તેની મુવમેન્ટ ઈસ્ટ નોર્થ ઈસ્ટ થશે. આગામી બે દિવસમાં તે સિવિયર સાયક્લોનિક સ્ટોર્મ થઈ જશે. 4 નવેમ્બર બાદ તે સાઉથ ગુજરાત તરફ આવશે, અને નબળુ પડતુ જશે. તે ગુજરાતના દરિયા કાંઠાને ક્રોસ નહિ કરે. 6 તારીખથી સાઉથ ગુજરાત તથા સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ભારે વરસાદ પડશે. વાવાઝોડું હીટ કરે તેવી કોઈ શક્યતા નથી. 5 નવેમ્બરે સવારથી 7 નવેમ્બર સુધી 40 થી 50 પ્રતિ કલાકની સ્પીડે પવન ફૂંકાશે. 

મહા વાવાઝોડાની દેહશત અંગે ફિઝરીશ સહિતનાં વિભાગ એલર્ટ મોડ પર આવી ગયા છે. ગુજરાતના તમામ બંદરો પર 2 નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે. ગુજરાતના દરિયા કાંઠાનાં અનેક બંદરોએ માછીમારોને ઊંડે સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. તો માછીમારો એ પોતાની માછીમારીનો સામન સલામત સ્થળે ખસેડાવાની તજવીજ હાથ ધરી છે. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news