મહા વાવાઝોડું

રાજ્યમાં અમુક જગ્યાએ કમોસમી વરસાદ, રાજકોટ યાર્ડમાં મગફળી પલળી ગઈ

આજે સાંજના સમયે રાજકોટ તથા આસપાસના વિસ્તાર, અમરેલી જિલ્લાના બાબરા અને બનાસકાંઠાના થરાદમાં કમોસમી વરસાદ આવ્યો હતો. ફરી વરસાદ આપવાને પગલે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. 

Nov 12, 2019, 09:46 PM IST

‘મહા’ વાવાઝોડું હવે ગુજરાતને નહિ પજવે, હવામાન વિભાગની સત્તાવાર જાહેરાત

મહા ચક્રવાતે (maha cyclone) છેલ્લા ત્રણ-ચાર દિવસથી ગુજરાતીઓના શ્વાસ અદ્ધર રાખ્યા હતા. આખરે આ સંકટ ગઈકાલે ટળ્યું હતું. ત્યારે મહા ચક્રવાતને લઈને હવામાન ખાતાએ સત્તાવાર જાહેરાત કરી છે કે, મહા વાવાઝોડાનું સંકટ સંપૂર્ણપણે ગુજરાતના માથા પરથી નીકળી ગયુ છે. તો સાથે જ ગુજરાતમાં હવે વરસાદનું વિધ્ન પણ આડે નહિ આવે. ત્યારે ગુજરાતી માટે આ અપડેટ રાહતના સમાચાર બનીને આવ્યા છે.

Nov 8, 2019, 02:47 PM IST

વિપક્ષના નેતાનો સરકારને સણસણતો સવાલ ‘ખેડૂતોને નુકસાન ચૂકવવાની જાહેરાતો તો થાય છે, પણ અમલવારી થતી નથી’

ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી (Paresh Dhanani) એ મુખ્યમંત્રી (Vijay Rupani) ને પત્ર લખી ખેડૂતોને વળતર આપવા માંગ કરી છે. પરેશ ધાનાણીએ પત્રમાં ઉલ્લેખ કર્યો કે અતિવૃષ્‍ટિના કારણે લગભગ સમગ્ર રાજ્‍યમાં લીલા દુષ્‍કાળની સ્‍થિતિ સર્જાયેલ છે અને શિયાળુ પાક (winter crop) નું વાવેતર પણ થઈ શક્યું નથી. હાલમાં પણ ખેતરોમાં પાણી ભરાઈ જતા બેટમાં ફેરવાઈ ગયેલ છે. આવા સંજોગોમાં સરકારે વીમા કંપનીઓની તરફદારી કરવાના બદલે ખેડૂતોની ચિંતા કરી તેમને થયેલ નુકશાનીનું પૂરેપૂરું વળતર તાત્‍કાલિક ચૂકવવું જોઈએ. જમીન સુધારણા માટે તાત્‍કાલિક સહાય આપવી જોઈએ. તેમણે ઉમેર્યુ કે રાજ્‍યમાં જ્‍યારે પણ કુદરતી આફત સર્જાય છે, ત્‍યારે સરકાર દ્વારા જાહેરાત થાય છે કે, આટલા દિવસોમાં સર્વે કરાવી ખેડૂતોને નુકશાનીનું વળતર ચુકવવામાં આવશે. પરંતુ આવી જાહેરાતોની અમલવારી થતી નથી. તેમણે માંગણી કરી કે અસરગ્રસ્‍ત 168 તાલુકાઓ તેમજ અન્‍ય તાલુકાઓમાં યુદ્ધના ધોરણે સર્વે માટે ટીમો બનાવી સરવેની કામગીરી સત્‍વરે પૂર્ણ થાય અને રાજ્‍યના તમામ અસરગ્રસ્‍ત ખાતેદારોને તાકીદે તેઓના પાક નિષ્‍ફળ જવાના કારણે ખાતર, બિયારણ, જંતુનાશક દવા, લાઈટ, પાણી, મજુરીનું પૂરેપૂરું વળતર ચૂકવવું અને જમીન ધોવાણ માટે તુંરત જ સહાય ચૂકવવી જોઈએ.

Nov 8, 2019, 08:17 AM IST
Maha Cyclone Will Be Most Affected Diu And Veraval PT12M8S

મહા વાવાઝોડાને પગલે વેરાવળ અને દીવમાં દરિયો તોફાને ચડ્યો

દીવમાં મહા વાવાઝોડાની અસર વધતી જોવા મળી રહી છે. ત્યારે પવનની ગતિમાં વધારો થયો છે, સાથે સાથે ભારે વરસાદી ઝાપટા પણ શરૂ થઇ ગયા છે. કિનારે લાંગરાઈ બોટને વધુ મજબૂતાઈથી બાંધવાના પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્યારે આ મુદ્દે કલેકટર સલોની રાયએ જણાવ્યું હતું કે, સાંજ સુધીમાં સ્થિતિ સામાન્ય થવાની સંભાવના છે. પરિસ્થિતિ સુધરતા તમામ રાબેતા મુજબ થઈ જશે. 1500 લોકોનું સ્થળાન્તર કરવામાં આવ્યું છે. Ndrfની 5 ટિમો ડિપ્લોય કરવામાં આવી છે. તેમજ તંત્ર સંપૂર્ણ સજ્જ છે.

Nov 7, 2019, 04:40 PM IST
Two And A Half Inches Of Rain In Gir Somnath PT3M16S

મહા વાવાઝોડાની અસરને પગલે ગીર સોમનાથમાં અઢી ઈંચ વરસાદ

મહા વાવાઝોડુ (maha cyclone) હવે ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે, અને તે ગુજરાતના દીવ (Diu) નજીક આવી રહ્યું છે, ત્યારે મહા વાવાઝોડાની અસરથી ગીર સોમનાથના વેરાવળમાં મહાની અસરથી દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો અને વેરાવળના દરિયામાં મોજા ઉંચા ઉછળ્યા છે. તકેદારીના ભાગરૂપે તમામ બોટને દરિયાકાંઠે લંગારી દેવાઈ છે.

Nov 7, 2019, 04:30 PM IST
Loss Of Crores Rupees To Farmers Due To The Rains In Surat PT7M54S

સુરતમાં કમોસમી વરસાદથી ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન

'મહા' વાવાઝોડુ ગુજરાતમાં ભલે સમુદ્રના તટ પર નહી ટકરાયું હોય પણ તેની અસરે ખેડૂતોને ભારે નુકશાન કર્યું છે. વાવાઝોડા ની અસરે સુરત જિલ્લાના ડાંગર ના પાક ને ખૂબ મોટુ નુકસાન કર્યું છે. ખેડૂત સમાજે માંગ કરી છે કે સતત ગુજરાતમાં 'વાયુ', 'ક્યાર' અને 'મહા' વાવાઝોડાની અસર ના કારણે ખેડૂતો પાયમાલ થઈ ગયા છે. ખેડૂતો એ પાકને જે નુકશાન થયુ છે તેના કારણે રાજ્ય સરકાર લીલો દુકાળ જાહેર કરે અને ખેડૂતો ને યોગ્ય વળતર આપે એવી માંગ કરી છે.

Nov 7, 2019, 04:10 PM IST
Heavy Rainfall In Surat Due To Maha Cyclone PT3M30S

સુરતના વાતાવરણમાં અચનાક પલટો, વરસાદ શરૂ થતા ખેડૂતો ચીંતામાં

મહા વાવાઝોડાનું સંકટ રાજ્ય પર સ્થિત છે તેમ છતાં વરસાદની આગાહી તટીય વિસ્તારોમાં કરવામાં આવી છે જેની અસર થોડી સવારથી જ દક્ષિણ ગુજરાતમાં જોવા મળી રહી છે સુરતમાં વહેલી સવારથી ધીમીધારે વરસાદ શરૂ થયું હતું અને ત્યાર બાદ ધોધમાર વરસાદ સ્વરૂપ ધારણ કરી લીધો હતો.

Nov 7, 2019, 02:55 PM IST
Heavy Rainfall In Ahmedabad Due To Maha Cyclone PT3M7S

મહા વાવઝોડાની અસરે પગલે અમદાવાદમાં વરસાદ

ગુજરાત જે મહા વાવાઝોડાનું સંકટ તોળાઇ રહ્યું હતું તે વાવાઝોડું હવે ડીપ ડિપ્રેશનમાં ફેરવાઇ ચુક્યુ છે અને અગામી 12 કલાક બાદ ડિપ્રેશન બની જશે જેની દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અસર જોવા મળશે આજે ગીર સોમનાથ,દીવ,અમરેલી, ભાવનગર માં ભારે વરસાદ રહેશે.આ સિવાય .સુરત ભરૂચ અમરેલી આણંદ પણ ભારે વરસાદ ની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે આવતીકાલથી વરસાદ માં ઘટાડો થશે..અમદાવાદ માં સામાનય વરસાદ આગાહી છે તો રાજકોટમાં સામાન્ય મધ્યમ વરસાદની રહેશે..રાજકોટ મા ભારે વરસાદ ની આગાહી નથી જે જોતાં મેચમાં વરસાદ વિધ્ન બંને તેવી શક્યતાઓ નહિવત છે.

Nov 7, 2019, 02:55 PM IST
Rainfall In 49 Talukas Of Gujarat In 24 Hours PT6M50S

24 કલાકમાં રાજ્યના 49 તાલુકામાં કમોસમી વરસાદ

મહા વાવાઝોડાની અસરને પગલે અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. ત્યારે ગત મોડી રાતથી સમગ્ર ગુજરાતમાં ધીમીધારે વરસાદ શરૂ ગયો હતો. ત્યારે અમદાવાદના વેજલપુર, વસ્ત્રાપુર, પ્રહલાદનગર, એસ.જી.હાઈવે, મકરબા, જુહાપુરા, ઘાટલોડિયા સહિતના વિસ્તારમાં વરસાદી છાટાં જોવા મળ્યા હતા.

Nov 7, 2019, 02:15 PM IST
Heavy Rainfall And Wind In Diu A Due To Effect Of Maha Cyclone PT7M23S

દીવમાં વાવાઝોડાની અસરને લઇ ધોધમાર વરસાદ, 1500 લોકોનું સ્થળાન્તર

દીવમાં મહા વાવાઝોડાની અસર વધતી જોવા મળી રહી છે. ત્યારે પવનની ગતિમાં વધારો થયો છે, સાથે સાથે ભારે વરસાદી ઝાપટા પણ શરૂ થઇ ગયા છે. કિનારે લાંગરાઈ બોટને વધુ મજબૂતાઈથી બાંધવાના પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્યારે આ મુદ્દે કલેકટર સલોની રાયએ જણાવ્યું હતું કે, સાંજ સુધીમાં સ્થિતિ સામાન્ય થવાની સંભાવના છે. પરિસ્થિતિ સુધરતા તમામ રાબેતા મુજબ થઈ જશે. 1500 લોકોનું સ્થળાન્તર કરવામાં આવ્યું છે. Ndrfની 5 ટિમો ડિપ્લોય કરવામાં આવી છે. તેમજ તંત્ર સંપૂર્ણ સજ્જ છે.

Nov 7, 2019, 02:15 PM IST
Deployment Boat After Impact Of Maha Cyclone In Veraval Sea PT11M9S

વેરાવળમાં મહા વાવાઝોડાની અસર, દરિયામાં લાંગરાઈ માછીમારોની બોટ

ગુજરાત પરથી મહા વાવાઝોડાનું સંકટ તો ટળ્યું છે પરંતુ ભારે પવન સાથે વરસાદ દરિયા કિનારે વરસવાનો હતો તે ગત રાત્રીથી શરૂ થઇ ગયો છે. જો કે, મહા વાવઝોડાની અસરના કારણે વહેલી સવારથી જ વેરાવળના દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે.

Nov 7, 2019, 02:15 PM IST

maha cyclone અપડેટ : વાવાઝોડું ડીપ ડિપ્રેશનમાં ફેરવાતા ઉમેજ-પાતાપુરમાં 2.5 ઈંચ વરસાદ ખાબક્યો

મહા વાવાઝોડુ (maha cyclone) હવે ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે, અને તે ગુજરાતના દીવ (Diu) નજીક આવી રહ્યું છે, ત્યારે મહા વાવાઝોડાની અસરથી દીવના દરિયા કિનારે ભારે પવન સાથે મસમોટા મોજા ઉછળ્યા છે. આ સાથે જ દીવના વાતાવરણમાં પલટો આવતા ધોધમાર વરસાદ શરૂ થયો છે. તો બીજી તરફ, ગીર સોમનાથના વેરાવળમાં મહાની અસરથી દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો અને વેરાવળના દરિયામાં મોજા ઉંચા ઉછળ્યા છે. તકેદારીના ભાગરૂપે તમામ બોટને દરિયાકાંઠે લંગારી દેવાઈ છે. તેમજ ગુજરાતના દરિયાકાંઠે પવનની ફૂંકાવાની શક્યતાને પગલે કિનારે લાંગરેલી બોટને વધુ મજબૂતાઈથી બાંધવામાં આવી છે. 

Nov 7, 2019, 12:09 PM IST
Rainfall In Narmada Due To Effect Of Maha Cyclone PT2M8S

નર્મદા જિલ્લામાં જોવા મળી મહા વાવાઝોડાની અસર, જાણો કયા કયા પડ્યો વરસાદ

મહા વાવાઝોડાની અસરને પગલે નર્મદા જિલ્લામાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. ત્યારે નર્મદા જિલ્લાના નાંદોદમાં પણ ધીમીધારે વરસાદ શરૂ ગયો હતો.

Nov 7, 2019, 11:50 AM IST
Rainfall In Vadodara Due To Effect Of Maha Cyclone PT3M46S

જાણો વડોદરાના કયા કયા વિસ્તારમાં જોવા મળી વાવાઝોડાની અસર

મહા વાવાઝોડાની અસરને પગલે વડોદરામાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. ત્યારે વડોદરામાં પણ ધીમીધારે વરસાદ શરૂ ગયો હતો.

Nov 7, 2019, 11:50 AM IST
Number 3 Signal Attached To The Kandla Port In Kutch PT4M34S

‘મહા’ વાવાઝોડાની અસરને પગલે કંડલા બંદરે લગાવાયું 3 નંબરનું સિગ્નલ

‘મહા’ વાવાઝોડાની અસર તળે કંડલા બંદર ઉપર 3 નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું છે. અરબી સમુદ્રમાં સર્જાયેલી મહા વાવાઝોડાના પગલે કંડલા બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ તકેદારી ખાતર મુકાયું છે.

Nov 7, 2019, 10:40 AM IST
Currents Seen In Sea Of Veraval Due To Effect Of Maha Cyclone PT3M39S

વેરાવળના દરિયામાં જોવા મળ્યો કરંટ, પ્રવાસીઓને બીચ પર ન જવા તાકિદ

ગુજરાત પરથી મહા વાવાઝોડાનું સંકટ તો ટળ્યું છે પરંતુ ભારે પવન સાથે વરસાદ દરિયા કિનારે વરસવાનો હતો તે ગત રાત્રીથી શરૂ થઇ ગયો છે. જો કે, મહા વાવઝોડાની અસરના કારણે વહેલી સવારથી જ વેરાવળના દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે.

Nov 7, 2019, 10:35 AM IST
Rainfall In Ahmedabad Due To Effect Of Maha Cyclone PT3M26S

જાણો અમદાવાદના કયા કયા વિસ્તારમાં જોવા મળ્યો વરસાદ

મહા વાવાઝોડાની અસરને પગલે અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. ત્યારે ગત મોડી રાત્રીથી અમદાવાદમાં પણ ધીમીધારે વરસાદ શરૂ ગયો હતો. અમદાવાદના વેજલપુર, વસ્ત્રાપુર, પ્રહલાદનગર, એસ.જી.હાઈવે, મકરબા, જુહાપુરા, ઘાટલોડિયા સહિતના વિસ્તારમાં વરસાદી છાટાં જોવા મળ્યા હતા.

Nov 7, 2019, 10:35 AM IST
Maha Cyclone 220 km Away From Diu, Effect Of Cyclone Seen Along The Coast PT3M47S

દીવથી 220 કિ.મી દૂર મહાનું સંકટ, દરિયા કિનારે જોવા મળી વાવાઝોડાની અસર

ગુજરાત પરથી મહા વાવઝોડાની આફત તો ટળી ગઈ છે. પરંતું રાજય પર હજું ભારે વરસાદનું સંકટ તોળાઈ રહ્યું છે. વાવાઝોડા મહાની અસર વર્તાવાની શરૂઆત થઈ ગઈ છે. દરિયા કાંઠે પવનની ગતિમાં વધારો થયો છે. હાલ વાવાઝોડું દીવથી 220 કિલોમીટરના અંતરે છે. આજે બપોર સુધીમાં ડીપ ડિપ્રેશન સ્વરૂપે પસાર થવાની સંભાવના છે. ત્યારે જુઓ મહાની અસર વચ્ચે ક્યાં ક્યાં વરસાદ વરસ્યો છે.

Nov 7, 2019, 10:30 AM IST
Samachar Gujarat 7 November 2019 PT25M16S

સમાચાર ગુજરાત: રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદ

ગુજરાત પરથી મહા વાવઝોડાની આફત તો ટળી ગઈ છે. પરંતું રાજય પર હજું ભારે વરસાદનું સંકટ તોળાઈ રહ્યું છે. હવામાન ખાતાની આગાહીને પગલે અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર અને કચ્છમાં વરસાદ વરસ્યો છે. કમોસમી વરસાદના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. કમોસમી વરસાદથી ખેડૂતો તો પરેશાન હતા, પણ હવે તો શહેરીજનો પણ પરેશાન થયા છે. લોકોને વરસાદથી લોકોને બહાર નીકળવામાં મુશ્કેલી પડી રહી છે.

Nov 7, 2019, 09:15 AM IST
100 Gaam 100 Khabar 7 November 2019 PT23M39S

100 ગામ 100 ખબર: ગુજરાત પરથી ટળ્યું ‘મહા વાવાઝોડા’નું સંકટ

ગુજરાત પરથી મહા વાવઝોડાની આફત તો ટળી ગઈ છે. પરંતું રાજય પર હજું ભારે વરસાદનું સંકટ તોળાઈ રહ્યું છે. વાવાઝોડા મહાની અસર વર્તાવાની શરૂઆત થઈ ગઈ છે. દરિયા કાંઠે પવનની ગતિમાં વધારો થયો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત ગુજરાતના અનેક પ્રાંતોમાં મોડી રાતે હળવો વરસાદ પણ વરસ્યો છે. હાલ વાવાઝોડું દીવ (Diu) થી 220 કિલોમીટરના અંતરે છે. આજે બપોર સુધીમાં ડીપ ડિપ્રેશન સ્વરૂપે પસાર થવાની સંભાવના છે. ત્યારે જુઓ મહાની અસર વચ્ચે ક્યાં ક્યાં વરસાદ વરસ્યો છે.

Nov 7, 2019, 08:55 AM IST