ગુજરાત બજેટ : શ્રમ રોજગાર વિકાસના ક્ષેત્રમાં સરકાર કરવા માગે છે નક્કર કામ, બજેટમાં આપ્યો પુરાવો

આગામી વર્ષોમાં પોલીસ દળમાં 5635 જગ્યાઓ માટે સીધી ભરતી કરવામાં આવશે

ગુજરાત બજેટ : શ્રમ રોજગાર વિકાસના ક્ષેત્રમાં સરકાર કરવા માગે છે નક્કર કામ, બજેટમાં આપ્યો પુરાવો

અમદાવાદ : ગુજરાતના નાણાંપ્રધાન નીતિનભાઈ પટેલ આજે 20 ફેબ્રુઆરીએ 14મી વિધાનસભાનું ગુજરાતનું પ્રથમ બજેટ વર્ષ 2018-19 માટે રજૂ કર્યું છે. જીએસટીની અમલવારી પછીનું ગુજરાતનું આ પ્રથમ બજેટ છે. આ બજેટમાં નીતિનભાઈએ એવા કેટલાક પગલાંઓ જાહેરાત કરી છે જે સાબિત કરે છે કે સરકાર શ્રમ રોજગાર વિકાસ ક્ષેત્રમાં નક્કર કામ કરવા માગે છે. 

આ ક્ષેત્રમાં વિકાસ માટે કુલ 1732 કરોડ રૂ.ની જોગવાઈની જાહેરાત કરવામાં આવી છે જેના અંતર્ગત આઈટીઆઈ નવીનીકરણ અને સાધનો માટે 40 કરોડ રૂ. ખર્ચ કરવામાં આવશે. આ સિવાય જાહેરાત પ્રમાણે શ્રમિક અન્નપૂર્ણા યોજના માટે 80 કરોડ રૂ.ના ખર્ચે નવા 51 કેન્દ્રો શરૂ કરાશે અને 22 નવા ધનવંતરી આરોગ્ય રથ માટે 18 કરોડ રૂ. ફાળવવામાં આવશે. રોજગાર મામલે મોટી જાહેરાત કરતા નીતિનભાઈએ જણાવ્યું છે કે આગામી વર્ષોમાં પોલીસ દળમાં 5635 જગ્યાઓ માટે સીધી ભરતી કરવામાં આવશે જેમાં 1500 જગ્યાઓ ટ્રાફિક હેતુસર ફાળવવા માં આવશે. આ સિવાય રાજય સરકારના વિવિધ ખાતાઓમાં 30 હજારની નવી ભરતી કરવામાં આવશે. 

બજેટમાં મેઘરજ,સુરતના માંગરોળ અને જંખલા,નવસારીના ખેરગામ તથા ગાંધીનગર શહેરમાં અંગ્રેજી માધ્યમની કુલ 5 આદર્શ નિવાસી શાળાઓ માટે 2 કરોડ રૂ.ની જોગવાઇ જાહેર કરવામાં આવી છે.

શ્રમ રોજગારના વિકાસ માટેની ફાળવણી

  • કુલ જોગવાઈ 1732 કરોડ રૂ.
  • આઈ ટી આઈ નવીનીકરણ અને સાધનો માટે 40 કરોડ રૂ.
  • શ્રમિક અન્નપૂર્ણા યોજના માટે 80 કરોડ રૂ.ના ખર્ચે નવા 51 કેન્દ્રો શરૂ કરાશે
  • 22 નવા ધનવંતરી આરોગ્ય રથ માટે 18 કરોડ રૂ.
  • આગામી વર્ષો માં પોલીસ દળમાં 5635 જગ્યાઓ માટે સીધી ભરતી
  • તેમાં 1500 જગ્યાઓ ટ્રાફિક હેતુસર ફાળવવા માં આવશે
  • રાજય સરકારના વિવિધ ખાતાઓમાં 30 હજારની નવી ભરતી કરવામાં આવશે
  • મેઘરજ,સુરતના માંગરોળ અને જંખલા,નવસારીના ખેરગામ તથા ગાંધીનગર શહેરમાં અંગ્રેજી માધ્યમની કુલ 5 આદર્શ નિવાસી શાળાઓ માટે 2 કરોડ રૂ.ની જોગવાઇ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news