ભાવનગર: તબીબને ફસાવીને યુવતીએ બાંધ્યા શારીરિક સંબંધ, અને પછી જે થયું....

ભાવનગર જિલ્લામાં પૈસા પડાવવાનો અનોખો કીમીયો બહાર આવ્યો છે. 

ભાવનગર: તબીબને ફસાવીને યુવતીએ બાંધ્યા શારીરિક સંબંધ, અને પછી જે થયું....

ભાવનગર: ભાવનગર જિલ્લામાં પૈસા પડાવવાનો અનોખો કીમીયો બહાર આવ્યો છે. યુવતીની મદદથી સણસરા ગામના એક શખ્સે ડૉક્ટર પાસેથી રૂપિયા પડાવવાનો પ્રયત્ન કર્યો. મળતી માહિતી મુજબ સોશિયલ મીડિયા દ્વારા યુવતીએ સૌ પ્રથમ તો ડૉક્ટર સાથે મિત્રતા કેળવી અને ત્યારબાદ શારિરીક સંબંધ બાંધ્યા હતાં અને આ બધાનો તેણે વીડિયો બનાવી લીધો. આ સેક્સ વીડિયોના આધારે યુવતી અને અન્ય એક શખ્સ દ્વારા ડૉક્ટર પાસે રૂપિયા 11.50 લાખની માગણી કરવામાં આવી. જો કે, ડૉક્ટરે પોલીસને જાણ કરતાં પોલીસે ફરિયાદને આધારે બંનેની ધરપકડ કરીને સમગ્ર મામલે તપાસ હાથ ધરીને પૂછપરછ કરી છે.

 બનાવની વિગત મુજબ ભાવનગર જિલ્લાના સણોસરા ગામના તબીબને યુવતીએ વોટ્સ એપ પર ફસાવ્યાં અને ત્યારબાદ અન્ય યુવકો સાથે મળીને તબીબને બ્લેકમેઈલ કરવાનો મામલો સામે આવ્યો છે. વોટ્સએપ પર મિત્રતા થયા બાદ શારીરિક સંબંધ માટે પાલીતાણામાં ગોઠવણ  કરી અને તબીબ અને યુવતીની નગ્ન હાલતમાં વીડિયો ક્લિપ બનાવીને તબીબને માર મારીને 11.50 લાખ રૂપિયાની માગણી કરાઈ. જો કે તબીબ રૂપિયા આપવાનું વચન આપીને નીકળી ગયા અને પત્ની અને સાળાના સાથથી પોલીસને જાણ કરી.

તબીબ એક દિવસ પાલીતાણાના કામે જઈ રહ્યાં હતાં ત્યારે યુવતીએ તબીબને શારીરિક ઈચ્છા હોવાનું જણાવીને પાલીતાણામાં સખીના ઘરે બોલાવ્યાં હતાં. બહેનપણીના ઘરે ત્રીજા માળે યુવતીએ નગ્ન હાલતમાં તબીબની વીડિયો ક્લિપ બનાવી રૂપિયાની માગણી કરી હતી. તબીબે સમાજના ડરે રૂપિયા આપવાની હા તો પાડી દીધી પરંતુ ત્યારબાદ પોલીસનો સંપર્ક સાંધ્યો હતો અને રૂપિયા આપવાના સમયે પોલીસ વોચ ગોઠવી અને સણોસરા પંથકના કુંભણ ગામે રૂપિયા લેવા આવનારા યુવકને દબોચ્યો હતો. 

4 તારીખના આ બનાવ અંગે તબીબે પત્ની અને સાળાને જણાવ્યું તો તેમણે હિંમત આપી અને પોલીસ સુધી પહોંચવાની તજવીજ હાથ ધરી. પોલીસે મામલો ગુપ્ત રાખીને આરોપીઓે પકડવા માટે ચક્રો ગતિમાન કર્યાં. છટકું ગોઠવીને પકડી પાડ્યાં. આ ટોળકીએ અગાઉ પણ તબીબ જેવા અનેક લોકોને પાયમાલ કર્યા હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર મામલે પોલીસે પૂછપરછ હાથ ધરતા ગેંગનો મુખ્ય સૂત્રધાર ભગવાન નકા આલ હોવાનું જાણવા મળ્યું છે જે આ રીતે અગાઉ ભાવનગર અને સુરતમાં પણ લોકોને ફસાવતો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news