મિલકતની માહિતી વાઇરલ થતા વડોદરાના મેયર થઈ ગયા ગુસ્સામાં લાલચોળ અને પછી...

તેમણે હવે આ વાતની ફરિયાદ પોલીસને કરી છે. હાલમાં આ મામલે તપાસ ચાલી છે

  • વડોદરાના મેયર ભરત ડાંગર આ વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની ટિકિટ મેળવવા માટે હોટફેવરિટ છે
  • હાલમાં વોટ્સએપના અનેક ગ્રૂપમાં ચાર પેજનો લેટર વાઇરલ થયો છે
  •  ભરત ડાંગર અને તેના ભાઇઓ મળીને 300 કરોડ રૂ.ની મિલકત ધરાવે છે

Trending Photos

મિલકતની માહિતી વાઇરલ થતા વડોદરાના મેયર થઈ ગયા ગુસ્સામાં લાલચોળ અને પછી...

વડોદરા : વડોદરાના મેયર ભરત ડાંગર આ વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની ટિકિટ મેળવવા માટે હોટફેવરિટ છે. જોકે હાલમાં સોશિયલ મીડિયામાં તેમની મિલકતોની વિગતો વાઇરલ થઈ હોવાથી તે બહુ અપસેટ થઈ ગયા છે. તેમણે હવે આ વાતની ફરિયાદ પોલીસને કરી છે. હાલમાં આ મામલે તપાસ ચાલી છે અને આ તમામ તપાસ ક્રાઇમ સાયબરક્રાઇમ સેલ કરી રહ્યું છે.

હાલમાં વોટ્સએપના અનેક ગ્રૂપમાં ચાર પેજનો લેટર વાઇરલ થયો છે. આ લેટરમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે ભરત ડાંગર અને તેના ભાઇઓ મળીને 300 કરોડ રૂ.ની મિલકત ધરાવે છે. આ મિલકતોમાં વડોદરા, સુરત અને ભાવનગર ખાતે છે. જોકે ભરત ડાંગરે આ આરોપને ખોટા ગણાવીને આક્રોશ વ્યક્ત કર્યો છે કે ભૂતકાળમાં પણ ચૂંટણી નજીક હોય ત્યારે મારા પર આવા આરોપ મૂકવામાં આવ્યા છે. ભરત ડાંગરનો દાવો છે કે આવી રીતે સ્વચ્છ ઇમેજ ધરાવતા પક્ષના સિનિયર નેતાની ઇમેજને બગાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. હાલમાં ભાજપના સ્નેહમિલનના કાર્યક્રમ દરમિયાન રાવપુરા વિધાનસભાના સીટના વિજેતા રાજેન્દ્ર ત્રિવેદી જેવા સિનિયર નેતા દ્વારા પણ આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. 

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ભરત ડાંગરે પોલીસ ફરિયાદ કરવાનો નિર્ણય લીધો છે જેથી આવી હરકતો કરતી વ્યક્તિને બરાબર પાઠ ભણાવી શકાય. પોલીસે આ મામલામાં પોતાની રીતે તપાસ શરૂ કરી દીધી છે પણ હજી સુધી કોઈ સત્તાવાર નક્કર પગલાં લેવાયા નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news