મેડિકલ અને ડેન્ટલમાં પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓ માટે સૌથી જરૂરી માહિતી, જાણો વિગતવાર

મહત્ત્વનું છેકે, આગામી આવતીકાલે એટલેકે, 23 જૂનથી 30 જૂન સુધીમાં રજિસ્ટ્રેશન માટે વેબસાઈટ પરથી ઓનલાઈન પિન ખરીદી શકશે. 30 જૂન સુધીમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. 26 જૂનથી 1 જુલાઈ સુધીમાં હેલ્પ સેન્ટર ખાતે અરજી ચકાસણી તેમજ પ્રમાણપત્રોની નકલ જમા કરાવવાની રહેશે.

મેડિકલ અને ડેન્ટલમાં પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓ માટે સૌથી જરૂરી માહિતી, જાણો વિગતવાર

ઝી બ્યૂરો, અમદાવાદઃ મેડિકલ અને ડેન્ટલમાં પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓ માટે આ સમાચાર સૌથી મહત્ત્વના છે. આવતીકાલથી મેડિકલ અને ડેન્ટલ અનુસ્નાતક વિદ્યાશાખાની પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે. એમ.ડી., એમ.એસ., ડિપ્લોમા., સી.પી.એસ, એમ.ડી.એસની પ્રવેશ પ્રક્રિયા શરૂ કરાશે. ઓનલાઈન પિન વેચાણ, રજીસ્ટ્રેશન અને હેલ્પ સેન્ટર ખાતે અરજી ચકાસણી તેમજ પ્રમાણપત્રોની નકલ જમા કરાવવા માટે પ્રક્રિયા શરૂ કરાશે.

મહત્ત્વનું છેકે, આગામી આવતીકાલે એટલેકે, 23 જૂનથી 30 જૂન સુધીમાં રજિસ્ટ્રેશન માટે વેબસાઈટ પરથી ઓનલાઈન પિન ખરીદી શકશે. 30 જૂન સુધીમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. 26 જૂનથી 1 જુલાઈ સુધીમાં હેલ્પ સેન્ટર ખાતે અરજી ચકાસણી તેમજ પ્રમાણપત્રોની નકલ જમા કરાવવાની રહેશે.

ઓનલાઈન રજિસ્ટ્રેશન માટે પિન 3,000 રૂપિયા તેમજ સિક્યોરિટી ડિપોઝીટ 25,000 રૂપિયા એમ કુલ 28,000 રૂપિયા ચૂકવવાના રહેશે. સરકારી જિલ્લા હોસ્પિટલ તથા સ્વનિર્ભર અને પ્રાઇવેટ હોસ્પિટલોમાં સી.પી.એસ ડિપ્લોમા કોર્સની સરકારી, મેનેજમેન્ટ અને એન.આર.આઇ. બેઠકો પર એડમિશન માટે લાયકાત ઉમેદવારો અરજી કરી શકશે. જે ઉમેદવારો NEET PG 2023ની લાયકાત પ્રમાણે ઉત્તીર્ણ થયા હશે અને જે તે કાઉન્સિલ તથા ગુજરાત રાજ્યના એડમિશન નિયમ પ્રમાણે જરૂરી લાયકાત ધરાવતા હશે તે ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકશે.
-
પ્રથમ વર્ષ ડિગ્રી / ડિપ્લોમા ફાર્મસી વિદ્યાશાખામાં પ્રવેશ અંગે સમાચાર:
વિદ્યાર્થીઓએ મોક રાઉન્ડ અંતર્ગત ચોઈસ ફીલિંગ 26 જૂન સુધીમાં કરવાનું રહેશે. ડિગ્રી અને ડિપ્લોમા ફાર્મસીનું ફાઈનલ મેરીટલીસ્ટ અને મોક રાઉન્ડનું પરિણામ 30 જૂનના રોજ જાહેર કરાશે. મોકરાઉન્ડમાં ડીગ્રી / ડિપ્લોમા ફાર્મસીની કુલ 121 સંસ્થાઓની 9671 બેઠકો માટે પ્રવેશ કાર્યવાહી પૂર્ણ કરાશે, જેમાંથી સરકારી 6015 બેઠકો તેમજ મેનેજમેન્ટની 3656 બેઠકોનો સમાવેશ થાય છે. ડીગ્રી ફાર્મસીની 94 સંસ્થાઓમાં 7,816 બેઠકો ઉપલબ્ધ છે, જેમાં 4735 સરકારી અને 3081 મેનેજમેન્ટની બેઠકોનો સમાવેશ થાય છે.  ડિપ્લોમા ફાર્મસીની 27 કોલેજોમાં 1855 બેઠકો ઉપલબ્ધ છે, જેમાં 1280 સરકારી અને 575 મેનેજમેન્ટની બેઠકોનો સમાવેશ છે. સ્વનિર્ભર સંસ્થાઓની 3656 બેઠકો પર જે તે સ્વનિર્ભર સંસ્થા સ્તરે પ્રવર્તમાન નિયમો મુજબ પ્રવેશ કાર્યવાહી કરાશે.

ઉલ્લેખનીય છે કે, પ્રથમ વર્ષ ડિગ્રી / ડિપ્લોમા ફાર્મસી વિદ્યાશાખા માટે રજીસ્ટ્રેશન 15 જૂનના રોજ પૂર્ણ થયું હતું. ગુજસેટ આધારિત મેરીટલીસ્ટ 22 જૂનના રોજ પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. વર્ષ 2023 માં પ્રવેશ માટે 18,441 વિદ્યાર્થીઓએ કરાવ્યું હતું રજીસ્ટ્રેશન, જેમાંથી ગુજસેટ અને બોર્ડ આધારિત મેરીટમાં 13,863 વિદ્યાર્થીઓનો કરવામાં આવ્યો હતો સમાવેશ. નિયમ અનુસાર સરકારી અને અનુદાનિત સંસ્થાઓની 95% બેઠકો અને સ્વનિર્ભર સંસ્થાઓની 50 ટકા બેઠકો ગુજસેટના આધારે અને સરકારી પાંચ ટકા બેઠકો JEE / NEET ના આધારે ભરવામાં આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news