મહેસાણામાં બિલ્ડરોના પાપે ખેડૂતો પરેશાન! બિલ્ડરોએ ગરનાળું પુરી દેતાં ખેતરોમાં પાણી ભરાયા, રસ્તા પર ઉતર્યા ખેડૂતો
સામાન્ય વરસાદમાં પાણી રસ્તા પર પાણી ભરાઈ જવાની વાત ગુજરાત માટે નવી નથી. કોઈપણ શહેર હોય કે ગ્રામીણ વિસ્તાર દરેક જગ્યાએ આ સમસ્યા રહેતી હોય છે. એવામાં મહેસાણાના બિલ્ડરે જાણી પડતા પર પાટું માર્યું હોય એવા ઘાટ ઘડાયા છે. બિલ્ડરોએ ગરનાળુ પુરી દેતા ભરાયાં પાણી, 3 ગામના લોકોએ બહુચરાજી મામલતદારને રજૂઆત કરી.
- બહુચરાજી ડેડાણા રોડ પર સામાન્ય વરસાદમાં પાણી ભરાવાનો મામલો
- અઠવાડિયા પહેલા 5 ઇંચ વરસાદ પડતાં રોડ થયો હતો બંધ
- 3 ગામના લોકો આ મામલે બહુચરાજીના મામલતદારને કરી રજુઆત
- બિલ્ડરોએ ગરનાળુ પુરી દેતા ખેડૂતોના પાક ધોવાઈ ગયા
- પાણી ભરાતા લોકોને ભોગવવી પડે છે ભારે હાલાકી
Trending Photos
તેજસ દવે, મહેસાણાઃ સામાન્ય વરસાદમાં પાણી રસ્તા પર પાણી ભરાઈ જવાની વાત ગુજરાત માટે નવી નથી. કોઈપણ શહેર હોય કે ગ્રામીણ વિસ્તાર દરેક જગ્યાએ આ સમસ્યા રહેતી હોય છે. એવામાં મહેસાણાના બિલ્ડરે જાણી પડતા પર પાટું માર્યું હોય એવા ઘાટ ઘડાયા છે. બહુચરજી ડેડાણા વચ્ચે કુદરતી નાળાનું પાણી બિલ્ડર દ્વારા રોકી દેતા રોડ પર પાણી ભરાયા અને ખેતરો પણ છલોછલ રહેતા ખેડૂતો ના પાક ધોવાઈ જવાની સમસ્યા સર્જાઇ છે. બહુચરજી ડેડાણા રોડ પર જૂના ગરનાળા સામે બિલ્ડરે દીવાલ ચણી લેતા ભારે વરસાદમાં 5 ગામનો સંપર્ક તૂટે તે પ્રકારનું પાણી રોડ પર ભરાવવાની સમસ્યા ઉભી થઇ. જેના લીધે આરોગ્ય તેમજ વાહનવ્યવહાર પર સીધી અસર જોવા મળી. આ અંગે ડેડાણા ગ્રામજનો અને લોકોએ બહુચરાજી મામલતદાર તેમજ RNB ને લેખિત તેમજ મૌખિક વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ નહિ આવતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો. ગામના ખેડૂતો તેમજ લોકો સ્થળ પર એકઠા થયા બાદ બહુચરાજી મામલતદાર કચેરી ફરી એકવાર રજુઆત કરી સમસ્યાનું નિરાકરણ ઝડપી લાવવા પહોંચ્યા હતાં.
બહુચરજી ડેડાણા રોડ પર વર્ષો જુના ગરનાળા સામે બિલ્ડરે દીવાલ ચણી લેતા પાણી રોકાઈ જતા રોડ પર તેમજ ખેતરો માં પાણી ભરાવા ની વિકટ સમસ્યા સર્જાઇ જેના લીધે ખેતરોમાં પાણી વળતા ખેતરો બેટમાં ફેરવાયા જેથી એ સાઈડ ના 500 વિઘાથી વધુ ખેતરોમાં પાણી ભરાવવાની સમસ્યા ઉભી થઇ. ખેતરમાં પાણી ભરાવવા થી ચોમાસુ પાક ધોવાઈ જવાની ખેડૂતોએ ચિંતા વ્યક્ત કરી.
એટલું જ નહીં બિલ્ડરોએ પાણી જવાનો રસ્તો બંધ કરી દીધો હોવાથી સામાન્ય વરસાદમાં પણ બહુચરાજી ડેડાણા વચ્ચે પાણી ભરાતાં અવારનવાર વાહન વ્યવહાર બંધ થઈ જાય છે. જેના કારણે સ્થાનિકો અને અહીંથી પસાર થતાં રાહદારીઓને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સમગ્ર મામલે આસપાસના ત્રણ ગામના લોકોએ રસ્તા પર ઉતરીને વિરોધ નોંધાવ્યો હતો. અને મામલતદાર કચેરીએ પહોંચીને આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે ઉગ્ર રજૂઆત કરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે