Corona Cases: દેશમાં ફરી ખતરો વધ્યો, છેલ્લા 24 કલાકમાં કેસમાં થયો વધારો, 533 લોકોના મૃત્યુ
India Coronavirus Cases: કેરલમાં બુધવારે કોવિડના 22414 નવા કેસ સામે આવ્યા, ત્યારબાદ રાજ્યમાં કુલ સંક્રમણની સંખ્યા વધીને 34 લાખ 71 હજાર 563 થઈ ગઈ છે. તો 108 લોકોના મોત બાદ મૃતકોની સંખ્યા વધીને 17,211 થઈ ગઈ છે.
Trending Photos
નવી દિલ્હીઃ Coronavirus Cases Today: ભારતમાં કોરોનાની બીજી લહેરનું સંકટ યથાવત છે. દરરોજ 40 હજારથી વધુ કેસ સામે આવી રહ્યાં છે. ગુરૂવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જારી આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં 42982 નવા કોરોના કેસ સામે આવ્યા અને 533 સંક્રમિતોના મોત થયા છે. પરંતુ દેશભરમાં આ દરમિયાન 41726 લોકો કોરોનાથી સાજા થયા છે, એટલે કે એક્ટિવ કેસમાં માત્ર 723નો વધારો થયો છે.
કેરલમાં કોરોના સંક્રમણ વધુ
કેરલમાં બુધવારે કોવિડના 22414 નવા કેસ સામે આવ્યા, ત્યારબાદ રાજ્યમાં કુલ સંક્રમણની સંખ્યા વધીને 34 લાખ 71 હજાર 563 થઈ ગઈ છે. તો 108 લોકોના મોત બાદ મૃતકોની સંખ્યા વધીને 17,211 થઈ ગઈ છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 32 લાખ 77 હજાર 788 લોકો હજુ સુધી સંક્રમણ મુક્ત થયા છે. તો હાલમાં 1,76,048 દર્દીઓની સારવાર ચાલી રહી છે. છેલ્લા 24 કલાકમાં 1,97,092 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યો હતા.
કોરોના સંક્રમણના કુલ કેસ
મહામારીની શરૂઆતથી લઈને અત્યાર સુધી કુલ ત્રણ કરોડ 18 લાખ 12 હજાર લોકો સંક્રમિત થયા છે. તેમાંથી 4 લાખ26 બજાર 290 લોકોના મોત થયા છે. દેશમાં કોરોનાથી અત્યાર સુધી 3 કરોડ 9 લાખ 74 હજાર લોકો સાજા થઈ ચુક્યા છે. કુલ 4 લાખ 11 હજાર લોકોની સારવાર ચાલી રહી છે.
વેક્સિનના અત્યાર સુધી 49 કરોડ ડોઝ આપવામાં આવ્યા
સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર 4 ઓગસ્ટ સુધી દેશભરમાં 48 કરોડ 93 લાખ કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. પાછલા દિવસે 37.55 લાખ રસી લગાવવામાં આવી. તો ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અનુસાર અત્યાર સુધી 47 કરોડ 48 લાખ કોરોનના ટેસ્ટ કરવામાં આવ્યા છે. બુધવારે 16.64 લાખ કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યો, જેનો પોઝિટિવિટી રેટ 3 ટકાથી ઓછો છે.
દેશમાં કોરોનાથી મૃત્યુદર 1.34 ટકા છે જ્યારે રિકવરી રેટ 97 ટકાથી વધુ છે. એક્ટિવ કેસ 1.29 ટકા છે. કોરોનાના એક્ટિવ કેસના મામલામાં ભારત વિશ્વમાં 8માં સ્થાન પર છે. જ્યારે કુલ સંક્રમિતોના મામલે અમેરિકા બાદ બીજા સ્થાને છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે