રહસ્યમય કબૂતરબાજોથી સાવધાન! મહેસાણાના પાટીદાર યુવાનને થયો કડવો અનુભવ, એજન્ટોએ 1.57 કરોડ ખંખેર્યા

વિજાપુરના વસઈ-ડાભલાના મિતેષ પટેલને કેનેડાના વિઝા આપી કેનેડા મોકલી આપવાનું કહી મિતેષ પટેલને 3 માસ સુધી કલકત્તામાં ગોંધી રાખ્યો હતો અને તે દરમ્યાન રિવોલ્વરની અણીએ મિતેષ પટેલને પરીવાર જોડે વાત કરાવી અને કેનેડા પહોંચી ગયો હોવાનું કહી એજન્ટોએ દાગીના અને ડોલર પડાવી લીધા હતા.

રહસ્યમય કબૂતરબાજોથી સાવધાન! મહેસાણાના પાટીદાર યુવાનને થયો કડવો અનુભવ, એજન્ટોએ 1.57 કરોડ ખંખેર્યા

તેજસ દવે/મહેસાણા: ગુજરાત રાજ્યમાં વિદેશ વાંચ્છુકોની ઘેલછાના કારણે કબૂતર બાજોનો રાફડો ફાટ્યો છે અને તેના કારણે અનેક વિદેશ વાંચ્છુકો એજન્ટોની છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે. ત્યારે મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકામાં વસઈ-ડાભલા ગામમાં રહેતો મિતેષ પટેલ એજન્ટોનો ભોગ બન્યો છે. કેનેડા જવાની લ્હાયમાં મિતેષ પટેલ નામનો વિદેશ વાંચ્છુક અમદાવાદ સહિતના 4 એજન્ટોએ રૂપિયા 1.57 કરોડ ખંખેરી લીધા છે.

વિજાપુરના વસઈ-ડાભલાના મિતેષ પટેલને કેનેડાના વિઝા આપી કેનેડા મોકલી આપવાનું કહી મિતેષ પટેલને 3 માસ સુધી કલકત્તામાં ગોંધી રાખ્યો હતો અને તે દરમ્યાન રિવોલ્વરની અણીએ મિતેષ પટેલને પરીવાર જોડે વાત કરાવી અને કેનેડા પહોંચી ગયો હોવાનું કહી એજન્ટોએ દાગીના અને ડોલર પડાવી લીધા હતા. પરંતુ રૂપિયા 1.57 કરોડ એજન્ટો પડાવી લીધા બાદ પણ મિતેષ પટેલ કેનેડા પહોંચી શક્યો નહીં અને કબૂતરબાજીમાં એજન્ટોના હાથે છેતરાતા વસાઈ પોલીસ સ્ટેશનમાં 4 કબૂતરબાજ એજન્ટો સામે છેતરપિંડીની પોલીસ ફરીયાદ નોંધાતા વસાઈ પોલીસ સાથે ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચએ તપાસ હાથ ધરી છે.

વિદેશમાં જવાની લાલચમાં એજન્ટો દ્વારા પરિવારજનોનું અપહરણ
ગાંધીનગર lcb એ કબૂતરબાજી નો એક મોટો રેકેટ નો પર્દાફાશ કર્યો હતો. વિદેશ મોકલવાની લાલચ આપી છેતરપિંડી કરી ગેરકાયદેસર ગોંધી રાખી બંદુકની અણીએ ડરાવી ધમકાવી રૂપિયા પડાવતી ગેંગે છેલ્લા ત્રણ મહિનાથી બંધી બનાવેલ..lcb એ નિર્દોષ લોકોને દિલ્હી તેમજ કોલકત્તા ખાતેથી તેમની ચંગુલમાંથી છોડાવી ગેંગનો પર્દાફાશ કર્યો હતો.

વિદેશમાં જવાની લાલચમાં એજન્ટો દ્વારા પરિવારજનોનું અપહરણ, મુખ્યમંત્રીએ સુચના આપતા જ...
 
ગાંધીનગર જિલ્લાના ખરણા ગામના તથા મહેસાણા તેમજ અમદાવાદ શહેરના નવયુવાન દંપતીઓને વિદેશ મોકલવાની લાલચ આપી જેઓને છેલ્લા બે મહિનાથી કોલકત્તા તેમજ દીલ્હી ખાતે બોલાવી તેઓની પાસેથી રૂપિયા પડાવવા સારૂ અજ્ઞાત સ્થળે ગોંધી રાખ્યા હતા, જેથી તાત્કાલીક LCB-2 ના પો.ઇન્સ  જે.એચ.સિંધવ ને તપાસ કરવા આદેશ આપવામાં આવેલ અને જે આધારે LCB-2 ના અધિકારી તથા સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી તાત્કાલિક હવાઈ માર્ગે કોલકત્તા તથા દિલ્હી ખાતે રવાના થયા.. જેમાં દિલ્હી ખાતે સ્પેશ્યલ સેલની મદદથી ભોગ બનનારને લોકેટ કરવામાં આવેલ અને તેઓને સહી સલામત છોડાવવા જરૂરી હોવાથી રેસ્ક્યુ કરી બાળકો સહિત કુલ-15 ભોગ બનનાર ઈસમોને છોડાવી રેલ માર્ગે તેમજ હવાઈ માર્ગે પરત લાવી તેઓની પુછપરછ કરતા મોટો ખુલાસાઓ સામે આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news