મહેસાણાની તસલીમ અંડર-15 બેડમિન્ટનમાં ડબલ્સમાં એશિયન ચેમ્પિયન બની

તસલીમ અગાઉ મહારાષ્ટ્રના નાગપુરમાં પણ અંડર-15માં ચેમ્પિયન બની હતી

મહેસાણાની તસલીમ અંડર-15 બેડમિન્ટનમાં ડબલ્સમાં એશિયન ચેમ્પિયન બની

મહેસાણાઃ મહેસાણાની તસલીમ મીર મયાંમાર ખાતે યોજાયેલી બેડમિન્ટન એશિયા અંડર-15 જુનિયર ચેમ્પિયનશિપમાં વિમેન્સ ડબલ્સ ઈવેન્ટમાં ચેમ્પિયન બની હતી. ભારતની મેઘના રેડ્ડી અને તસલીમ મીરની જોડીએ ભારતનો ડંકો વગાડ્યો હતો. 

મયાંમાર ખાતે 3થી 7 ઓક્ટોબર દરમિયાન અંડર-17 અને અંટર-15 બેડમિન્ટન એશિયા જુનિયર ચેમ્પિયનશિપનું આયોજન કરાયું હતું. મયાંમારના મન્ડાલય શહેરના મદાલાર થિરી સ્ટેડિયમાં આયોજિત આ ચેમ્પિયનશિપમાં 7 ઓક્ટોબરના રોજ વિમેન્સ ડબલ્સની ફાઈનલ રમાઈ હતી. 

ભારતની મેઘના રેડ્ડી અને તસલીમ મીરની એકમાત્ર જોડી અંડર-15ની ફાઈનલમાં પહોંચી હતી. આ જોડીએ વિમેન્સ ડબલ્સની ફાઈનલમાં કોરિયાની ગોંગ યેઓ જીન અને જોઓંગ દા યેઓનની જોડીને હરાવીને અંડર-15નો ખિતાબ જીત્યો હતો. 

મહેસાણાની તસલીમ મીર ભારતની બેડમિન્ટનની આશાસ્પદ ખેલાડી છે. તે અગાઉ મહારાષ્ટ્રના નાગપુરમાં આયોજીત અંડર-15માં પણ ચેમ્પિયન બની હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news