S-400 ડીલ, ભારત હંમેશા પોતાની સ્વતંત્ર નીતિ પર ચાલ્યું છે: બિપિન રાવત

રશિયાની સાથે થયેલી S-400 ડીલ બાદ અમેરિકી પ્રતિબંધોની આશંકાની વચ્ચે આર્મી ચીફ બિપિન રાવતે કહ્યું છે કે ભારત સ્વતંત્ર નીતિનું પાલન કરે છે. આર્મી ચીફે આગળ કહ્યું કે, ભારત રસિયા સાથે કામોવ હેલિકોપ્ટર અને બીજા હથિયારો લેવા ઇચ્છુક છે. અત્રે ઉલ્લેખનીય છે કે, શુક્રવારે ભારત અને રશિયા એસ-400 ટ્રયફ એર ડિફેન્સ સિસ્ટમની અબજોની ડીલ સાઇન કરી છે. 
S-400 ડીલ, ભારત હંમેશા પોતાની સ્વતંત્ર નીતિ પર ચાલ્યું છે: બિપિન રાવત

નવી દિલ્હી : રશિયાની સાથે થયેલી S-400 ડીલ બાદ અમેરિકી પ્રતિબંધોની આશંકાની વચ્ચે આર્મી ચીફ બિપિન રાવતે કહ્યું છે કે ભારત સ્વતંત્ર નીતિનું પાલન કરે છે. આર્મી ચીફે આગળ કહ્યું કે, ભારત રસિયા સાથે કામોવ હેલિકોપ્ટર અને બીજા હથિયારો લેવા ઇચ્છુક છે. અત્રે ઉલ્લેખનીય છે કે, શુક્રવારે ભારત અને રશિયા એસ-400 ટ્રયફ એર ડિફેન્સ સિસ્ટમની અબજોની ડીલ સાઇન કરી છે. 

આ ડીલ બાદ ભારત પર અમેરિકાની સ્થાનીક નીતિ 'કાઉન્ટરિંગ અમેરિકાઝ એડ્વર્સીઝ ત્રૂ સેક્શંસ એક્ટ (CAATSA)' હેઠળ પ્રતિબંધોનો ખતરો થઇ રહ્યો છે. આ એક્ટનું પ્રાથમિક લક્ષ્ય રશિયા, ઇરાન અને નોર્થ કોરિયાને કાઉન્ટર કરવાનું છે. અમેરિકા રશિયા સાથે થનારી ડીલ મુદ્દે ચેતવણી આપી ચુક્યું છે. તેમ છતા ડીલ સંપન્ન થઇ.

રશિયાની પોતાની 6 દિવસની યાત્રા બાદ શનિવારે ભારત પરત ફરેલા લશ્કરી વડા રાવતે દ્વિપક્ષીય સહયોગ વધારવા માટે ત્યાં સૈન્ય અધિકારીઓ સાથે વાતચીત કરી છે. તેમણે જણાવ્યું કે, રશિયા ભારતીય સેના અને ડિફેન્સ સેક્ટરની સાથે જોડાવા માટે ખુબ જ ઉત્સુક છે. રાવતે કહ્યું કે, રશિયા તે વાત સમજે છે કે અમે એક શક્તિશાળી સેના છીએ અને પોતાની રણનીતિક વિચારસરણીનાં આધારે જે અમારા માટે યોગ્ય છે તેના પક્ષમાં ઉભા રહેવા મટે સક્ષમ છીએ. 

પ્રતિબંધ લગાવી શકો છો પરંતુ અમારી નીતિ સ્વતંત્ર
અત્રે ઉલ્લેખનીય છે કે, ચીફ જનરલ કે.વી કૃષ્ણારાવ મેમોરિયલ લેક્ચરમાં તેઓ સંબોધન કરી રહ્યા હતા. રશિયાની યાત્રા દરમિયાન ત્યાંના નેવીના એક અધિકારીએ રાવતને પુછ્યું હતું કે, ભારતનું વલણ અમેરિકા તરફી છે જેના કારણે રશિયા પર પ્રતિબંધ લગાવ્યો છે અને રશિયા સાથે સંબંધ રાખનારા ભારત પર પણ પ્રતિબંધ લગાવવાની ધમકી આપી છે. આ સવાલનો ઉલ્લેખ કરતા રાવતે જણાવ્યું કે, હા અમને અહેસાસ છે કે અમારા પર પ્રતિબંધ લાગી શકે છે પરંતુ અમે સ્વતંત્ર નીતિ પર ચાલીએ છીએ. 

રવતે અમેરિકા સાથે ભારતનાં વધતા સંબંધો અંગે ચિંતા તેમ કહેતા દુર કરવાનો પ્રયાસ કર્યો કે તમે આશ્વસ્ત રહો કે જ્યારે અમે કેટલાક કોઇ ટેક્નોલોજી માટે અમેરિકા સાથે હોઇએ તો અમે સ્વતંત્ર નીતિ પર ચાલીએ છીએ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news