LIC એજન્ટે પત્ની અને પોતાના મોતનો કારસો રચીને પડાવ્યા લાખો રૂપિયા, આ રીતે ભાંડો ફૂટ્યો

શહેરના એક LIC એજન્ટએ રૂપિયાની લાલચમાં પહેલા પોતાની પત્નીને મૃતક બતાવી, બાદમાં પોતે પણ મૃત્યુ પામ્યો હોવાનુ સર્ટિફિકેટ રજૂ કરીને લાખ્ખો રૂપિયાની વીમા પોલિસી મેળવવા માટેનો કારસો રચ્યો હતો. જો કે અંતે આ દંપતીની કરતૂતોનો પર્દાફાશ થતા દાખલ થઈ છે. પોલીસ ફરિયાદ દાખલ કરી હતી. જાણો કોણ છે આ LIC એજન્ટ અને શા માટે આવી કરતુત કરવી પડી ? 
LIC એજન્ટે પત્ની અને પોતાના મોતનો કારસો રચીને પડાવ્યા લાખો રૂપિયા, આ રીતે ભાંડો ફૂટ્યો

મૌલિક ધામેચા/અમદાવાદ: શહેરના એક LIC એજન્ટએ રૂપિયાની લાલચમાં પહેલા પોતાની પત્નીને મૃતક બતાવી, બાદમાં પોતે પણ મૃત્યુ પામ્યો હોવાનુ સર્ટિફિકેટ રજૂ કરીને લાખ્ખો રૂપિયાની વીમા પોલિસી મેળવવા માટેનો કારસો રચ્યો હતો. જો કે અંતે આ દંપતીની કરતૂતોનો પર્દાફાશ થતા દાખલ થઈ છે. પોલીસ ફરિયાદ દાખલ કરી હતી. જાણો કોણ છે આ LIC એજન્ટ અને શા માટે આવી કરતુત કરવી પડી ? 

રૂપિયાની લાલચમાં  LIC એજન્ટએ અપનાવ્યો માસ્ટર પ્લાન. પરંતુ અધિકારીઓના ઓડિટમાં આ પ્લાનનો થયો પર્દાફાશ થયો. મણિનગરમાં રહેતા અને  LIC એજન્ટ તરીકે કામ કરતા પરાગ પારેખે વર્ષ 2012માં રૂપિયા 15 લાખની અનમોલ જીવન 1 નામની પોલિસી તેની પત્નીના નામે અને તેના નામે રૂપિયા 25 લાખની પોલિસી મેળવી હતી. બંને પોલિસીના પ્રીમિયમ તેઓ નિયત સમયાંતરે ભરતા હતા. જો કે વર્ષ 2016 માં પરાગે તેની પત્ની મૃત્યુ પામી હોવાનું મરણ સર્ટી રજૂ કરી ને રૂપિયા 15 લાખની પોલિસી પાસ કરાવી હતી.

પોલીસ કસ્ટડીમાં ઉભેલા આ દંપતીનો પોલિસી પકાવીને રૂપિયા પડાવી લેવાનો પ્રી પ્લાન હોય તેમ કોઈ ને શંકા ના જાય તે માટે પોલિસી માર્ચ 2017 માં ગાંધીનગર બ્રાન્ચમાં ટ્રાન્સફર કરાવી હતી. જેમાં તેને વારસદાર તરીકે તેની પત્નીને રાખી હતી. જો કે ત્યારબાદ આરોપી પોતે પણ મૃત્યુ પામ્યો હોવાનું સર્ટીફીકેટ રજુ કરીને રૂપિયા 25 લાખની પોલીસી પણ પાસ કરાવી હતી. જો કે LIC ના ઓડિટ રિપોર્ટમાં પહેલા પત્નીને મૃત બતાવી અને બાદમાં પોતાની પોલીસ પાસ કરાવવા માટે પત્નીને જ વારસદાર તરીકે બતાવતા અધિકારીને શંકા જતા આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી. જેમાં આ ગઠીયા એ પોતાના આર્થિક લાભ માટે આ કૃત્ય કર્યું હોવાનું બહાર આવતા LIC માં અધિકારી એ કારંજ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે.

પરાગ પારેખે મરણ સર્ટીફીકેટ સૈજપુર વોર્ડમાં બનાવ્યું. જ્યારે ડોકટરના સહી સિક્કા સાથેનું પ્રમાણપત્ર નરોડાની સંજીવની હોસ્પિટલનું હોવાનું બહાર આવ્યું છે. હાલમાં પોલીસે દંપતીની વધુ પૂછપરછ શરૂ કરીને રૂપિયાનો ઉપયોગ ક્યાં કર્યો તે શોધી રહી છે. જ્યારે આ મામલે ગાંધીનગરમાં પણ દંપતી વિરુદ્ધ માં ગુનો નોંધાય તેવી શકયતા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news