તબીબે સર્જરીથી બાળકીનો કપાયેલો અંગૂઠો જોડ્યો! શ્વાને બચકા ભરીને બાળકીનો અંગૂઠો છુટ્ટો પાડ્યો હતો
Girl's Hand Join Through Micro Surgery : આણંદની બાળકીનો અંગૂઠો શ્વાને હાથથી અલગ કરી નાંખ્યો હતો ડોકટરે 4 કલાકની માઇક્રો સર્જરીથી ફરી જોડ્યો; 90 ટકા કામ કરશે
Trending Photos
Anand News : ડોક્ટર એ ભગવાનનું સ્વરૂપ ગણાય છે. ક્યારેક તબીબોએ એવા કામ કરે છે જે માનવજાતિ માટે ચમત્કાર રૂપ બની જાય છે. ત્યારે ફરી એકવાર તબીબોએ અઢી વર્ષની બાળકીને નવજીવન આપ્યું છે. શ્વાને અઢી વર્ષની બાળકીનો અંગૂઠો હાથથી અલગ કરી નાંખ્યો હતો. ત્યારે ડોક્ટરે 4 કલાકની માઇક્રો સર્જરીથી ફરી જોડ્યો છે. હવે બાળકીનો જોડાયેલો અંગૂઠો 90 ટકા કામ કરશે. ત્યારે બાળકીને નવુ જીવન મળ્યું છે.
આણંદના ખંભાતના ઉંદે ગામમાં એક પાટીદાર પરિવારની અઢી વર્ષની દીકરીને 12 જાન્યુઆરીના રોજ શ્વાન કરડ્યુ હતું. આ બાદ પરિવારે બાળકીને રેબિક વેક્સીન આપી હતી. પરંતુ 28 જાન્યુઆરીના રોજ ફરીથી બાળકીને શ્વાન કરડ્યું હતુ. આ વખતે રખડતા શ્વાને બાળકી પર એવો હુમલો કર્યો હતો કે, શ્વાન બાળકીના હાથને મોઢામાં નાંખીને તેને લોહીલુહાણ કરી નાઁખ્યો હતો. આ ઘનટામાં શઅવાને બાળકીના હાથનો અંગુઠો તેના શરીરથી અલગ કરી નાંખ્યો હતો.
આ બાદ પરિવાર બાળકીને નજીકના સીએચસી સેન્ટર પર લઈ ગયો હતો, જ્યાં તેને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. પરંતુ બાળકીનો અંગૂઠો કપાયેલો હોવાથી તેને વધુ સારવારની જરૂર હતી, તેથી તેને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાઈ હતી. સાથે જ માતાપિતા બાળકીનો તૂટેલો અંગૂઠો પણ લઈ આવ્યા હતા.
હાથ અને કાંડાની માઈક્રોસર્જરીના નિષ્ણાત તબીબ ડો.કર્ણ મહેશ્વરીએ ચાર કલાકની સર્જરી બાદ બાળકીનો હાથ ફરીથી જોડ્યો હતો. આ અંગૂઠો હવે 90 ટકા જેટલું પહેલા જેમ કામ આપતો થઈ જશે. હોસ્પિટલ દ્વારા બાળકીનો કપાયેલો હાથ કેવી રીતે સાચવીને હોસ્પિટલ લાવવો તેનુ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. શરીરથી છુટા પડેલા અંગને ભીના કપડામાં લપેટીને એક આઈસ બોક્સમાં મૂકીને લાવવાનું જણાવાયુ હતું. અંગૂઠો હોસ્પિટલ પહોંચતા જ તેની માઈક્રો સર્જરી કરવામાં આવી હતી. જેમાં માથાના વાળ જેટલી પાતળી નસોને યોગ્ય રીતે જોડવામાં આવી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે