મોરબીમાં મોતના માતમ વચ્ચે મુસ્લિમ મહિલાએ માનવતા મહેકાવી! નમાઝ માટે જવાને બદલે કરી મડદાઓની મદદ!

મોરબીમાં મોતના માતમ વચ્ચે માનવતા મહેંકી! હસીનાબાનુ નામની એક મુસ્લિમ મહિલા નિઃસ્વાર્થ ભાવે 136 મૃતદેહો માટે બની પરિવાર! એ સમયે ખુદાની ઈબાદત છોડી માનવજાતીની સેવા કરીને એક મુસ્લિમ મહિલાએ ઉત્કૃષ્ઠ કાર્ય કર્યું.  હસીનાબાનુએ તમામ મૃતદેહને તેમના સ્વજનો સુધી પહોંચાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી. હસીનાબાનુએ એ વાત અહીં ખરા અર્થમાં સાર્થક કરી કે, ધર્મ કે મજહબ ભલે કોઈપણ હોય પણ લોહીનો રંગ તો લાલ જ હોય છે...

મોરબીમાં મોતના માતમ વચ્ચે મુસ્લિમ મહિલાએ માનવતા મહેકાવી! નમાઝ માટે જવાને બદલે કરી મડદાઓની મદદ!

ઝી બ્યૂરો, અમદાવાદઃ મોરબીમાં ઝૂલતા પુલનું મેઈન્ટનન્સ કરતી કંપનીની વધુ પડતા પૈસા કમાવવાની લાલચ અને લાલિયાવાડીના કારણે જ આ દુર્ઘટના થઈ હતી એ વાત હવે સ્પષ્ટ થઈ ચુકી છે. આ સ્થિતિમાં એક તરફ મોરબીમાં માનવસર્જિત હોનારતથી મોતનું માતમ સર્જાયું હતું. ત્યારે બીજી તરફ આજ માતમ વચ્ચે અનેક લોકોએ નિઃસ્વાર્થ ભાવે સેવાની અલખ જગાવીને માનવતાને મહેંકતી રાખી હતી. આવો જ એક કિસ્સો હસીનાબાનુનો છે.  મોરબીમાં એક મુસ્લિમ મહિલાએ નિઃસ્વાર્થ ભાવે લોકોની સેવા કરીને મોતના માતમ વચ્ચે પણ માનવતાને મહેંકાવી હતી.

મુસ્લિમ મહિલા હસીનાબાનુએ કલાકો સુધી પાણીમાં રહીને ડૂબેલા લોકોને બચાવવા પ્રયાસ કર્યો. ત્યાર બાદ તેણે બિનવારસી લાશોને તેમના વારસદાર તેમના પરિવાર તેમના સ્વજનો સુધી પહોંચાડવામાં પણ ખુબ મદદ કરી. એટલું નહીં હસીનાબાનુએ નવાઝ પઢવા જવાને બદલે હોસ્પિટલમાં દુવા માગીને લોકોની મદદ માટે ખડેપગે કલાકો સુધી કામ કરતી રહી.

મોરબીમાં ઝૂલતો પુલ તૂટતા અનેક લોકો મચ્છુ નદીમાં પડ્યા હતા. તે સમયે એક તરફ તેમની બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો હતો. જ્યારે બીજી તરફ નદીમાં ડુબી ગયેલાં લોકોની લાશો બહાર લાવીને તેમની ઓળખ કરીને તેમના પરિવારને સોંપવા માટે પ્રયાસ થઈ રહ્યો હતો. આવા સમયે એક મુસ્લિમ મહિલાએ પોતાનું બધુ કામ છોડીને નમાઝ પઢવા જવાને બદલે માનવતાની સેવા કરીને નવાઝ અદા કરી લીધી. ઢગલાબંધ મૃતદેહોને હોસ્પિટલમાં લઈ જવાયા હતાં. ત્યારે તેમના પરિવારના સભ્યોને તેની ઓળખ જાય એ માટે હસીનાબાનુ સતત હોસ્પિટલમાં દોડધામ કરતી રહી. 130 કરતા વધારે મતૃદેહનો પરિવાર બનીને હસીનાબાનુ એક બાદ એક તમામ ડેથબોડીને નદીએથી હોસ્પિટલમાં લઈ ગઈ. ત્યારે બાદ તમામ કાર્યવાહી પૂરી કરાવી મૃતદેહને પરિવાર સુધી પહોંચાડ્યા હતા.

કોણ છે હસીનાબાનુ?
હસીનાબેન લાડકા નામની મહિલા કેટલાય સમયથી મોરબીમાં રહીને મોરબીની સિવિલ હોસ્પિટલમાં સેવા આપે છે. હોસ્પિટલમાં કોઈ દર્દી આવે અને તેની પાસે પૈસા કે અન્ય વ્યવસ્થા ના હોય ત્યારે હસીનાબેન તમામ વ્યવસ્થા વિનામૂલ્યે પૂરી પાડે છે. ક્યારેક તેઓ દર્દીઓને જમવાનું આપી જાય છે. તો કયારેક તેમની ટ્રીટમેન્ટ માટે હોસ્પિટલના ડોક્ટરો અને વિવિધ વિભાગો સાથે સંકલન સાથે છે. બસ નિઃસ્વાર્થ ભાવે લોકોની સેવા કર્યા કરે છે.

ધર્મ કે મજહબ ભલે કોઈપણ હોય પણ લોહીનો રંગ તો લાલ જ હોય છે:
હસીનાબેને જણાવ્યું હતું કે ધર્મ ભલે અલગ હોય, પરંતુ ભગવાન બધા એક જ છે. મેં 136 મૃતદેહની વ્યવસ્થા કરી, જેમાં હિન્દુ પણ હતા અને મુસ્લિમ પણ હતા, પરંતુ હું મારી ફરજ ના ચૂકી. મારે નમાજ માટે જવું હતું, પરંતુ ઘરે ના ગઈ અને હોસ્પિટલમાં જ દુવા કરીને પાછી કામે લાગી ગઈ હતી. હસીનાબાનુએ એ વાત અહીં ખરા અર્થમાં સાર્થક કરી કે, ધર્મ કે મજહબ ભલે કોઈપણ હોય પણ લોહીનો રંગ તો લાલ જ હોય છે...

રવિવારની સાંજે પુલ તૂટવાના સમાચાર મળતાં જ હસીનાબેન સિવિલ હોસ્પિટલ પહોંચી ગયાં હતાં. સિવિલ પહોંચીને દર્દી કે મૃતદેહ આવે એ અગાઉ જ સ્ટ્રેચર તથા ક્યાં વૉર્ડમાં લઈ જવા એ માહિતી ભેગી કરીને તૈયારી કરી રાખી હતી. સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ આવવાની શરૂઆત થતાં જ હસીનાબેન તરત જ સ્ટ્રેચર લઈને બહાર આવી ગયાં હતાં અને મૃતદેહને અન્ય લોકોની મદદથી મૂકીને જે-તે વોર્ડ તરફ લઈ ગયા હતા. મૃતદેહની ઓળખ કરાવવાની તથા ફોર્મ ભરવા અને પંચનામું કરવાની તમામ વિધિ ઊભા રહીને જ કરી. સિવિલમાં એક બાદ એક મૃતદેહ આવતા જ રહેતા હતા. હસીનાબેને 136 મૃતદેહને એમ્બ્યુલન્સમાંથી બહાર કાઢી મોઢા પર આવેલા લોહી તથા શરીર વ્યવસ્થિત સાફ કર્યું હતું. પરિવાર હોય તો તેમને સાંત્વના આપીને મૃતદેહની કાર્યવાહી પતાવીને તેમને પરત સોંપવા સુધી પરિવારની સાથે રહ્યાં હતાં.
 

નિઃસ્વાર્થ ભાવે મુસ્લિમ મહિલાએ કરી માનવતાની સેવાઃ
અનેક પરિવારજન મૃતદેહ ખરાબ થઈ ચૂક્યો હોય તો નજીક પણ નહોતા જતા, ત્યારે હસીનાબેન પોતાના પરિવારના સભ્યની જેમ મૃતદેહને સાફ કરતા હતા. તેમણે 136 મૃતદેહને ઊભા રહીને ખડેપગે સેવા આપી હતી. બીજો દિવસ થયો છતાં પાણી પર જ રહીને કોઈપણ સ્વાર્થ વિના સેવા આપી હતી. તેમની પોતાની એક એમ્બ્યુલન્સ પણ સેવાકાર્યમા આપી દીધી હતી, જેથી જેની પાસે સગવડ ના હોય તો તેમને મૃતદેહ ઘર સુધી પહોંચાડવામાં પણ મદદ કરી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news