આજે 100 થી વધુ ગુજરાતી વિદ્યાર્થીઓ વતન પરત ફર્યા, બસમાંથી ઉતરતા માતા-પિતાને ભેટીને રડી પડ્યા
યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધની સ્થિતિ યથાવત છે. યુદ્ધની સ્થિતિ વચ્ચે ભારતીયોને પરત લાવવા મિશન ગંગા ચાલી રહ્યુ છે. ત્યારે ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે વિદ્યાર્થીઓની વતન વાપસી થઈ
Trending Photos
આશ્કા જાની/અમદાવાદ :રશિયા અને યૂક્રેનના યુદ્ધના કારણે અનેક ભારતીયો યૂક્રેનમાં ફસાઈ ગયા છે. જેના માટે ભારત સરકારે તેમના રેસ્ક્યૂ માટે ઓપરેશન ગંગા શરૂ કર્યું છે. પહેલાં પણ અનેક વખત બીજા દેશોમાંથી ભારતીયોની વતન વાપસી કરાવવામાં આવી ચૂકી છે. પણ તેમાં ઓપરેશન ગંગા ખાસ છે, કારણ કે યુદ્ધ વચ્ચે વિદ્યાર્થીઓ ફસાયા છે. યુક્રેન અને રશિયા વચ્ચેની સ્થિતિ વણસી રહી છે, ત્યારે ઓપરેશન ગંગા હેઠળ અનેક વિદ્યાર્થીઓની વતન વાપસી થી રહી છે. ગઈકાલ રાતથી અનેક વિદ્યાર્થીઓ ગુજરાત પરત ફર્યાં છે.
બીજા 100 વિદ્યાર્થીઓ ગુજરાત પરત ફર્યાં
યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધની સ્થિતિ યથાવત છે. યુદ્ધની સ્થિતિ વચ્ચે ભારતીયોને પરત લાવવા મિશન ગંગા ચાલી રહ્યુ છે. ત્યારે ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે વિદ્યાર્થીઓની વતન વાપસી થઈ છે. દિલ્હીથી વધુ ગુજરાતી વિદ્યાર્થીઓ ગુજરાત પરત ફર્યા છે. ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે વિદ્યાર્થીઓ પહોંચ્યા છે. યુદ્ધની સ્થિતિ વચ્ચે વિદ્યાર્થીઓને સલામત રીતે સરકાર દ્વારા પરત લાવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. ગઈકાલ રાતથી આજે 100 થી વધુ વિદ્યાર્થીઓ ગાંધીનગર આવશે. વિદ્યાર્થીઓ પરત ફરતા માતા-પિતાએ રાહતનો શ્વાસ લીધો છે.
કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલા અને મેયર સહિતના નેતાઓએ કર્યું યુક્રેનથી પરત ફરેલા ભારતીય વિદ્યાર્થીઓનું સ્વાગત... @PRupala @BJP4Gujarat #RussiaUkraineWar #RussiaUkrainetention #IndianStudnet #ZEE24Kalak pic.twitter.com/zaB8jIvX1x
— Zee 24 Kalak (@Zee24Kalak) March 4, 2022
યુક્રેનથી પરત ફરેલા ગુજરાતી વિદ્યાર્થીઓનું ગાંધીનગર સર્કિટ હાઉસમાં સ્વાગત કરાયુ. ગાંધીનગરના મેયર,પુરષોત્તમ રૂપાલા અને અન્ય નેતાઓએ વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યુ હતું. આ પ્રસંગે સંતાનોને જોઈને માતાપિતાની આંખો ભીની કરી હતી. સાથે જ વિદ્યાર્થીઓએ કેન્દ્ર સરકારનો આભાર માન્યો હતો. ઓપરેશન ગંગાથી યુક્રેન બોર્ડર પરથી વિદ્યાર્થીઓને ધીરે ધીરે દેશમાં લાવવામાં આવી રહ્યાં છે.
બધા સાથે હતા એટલે સહિયારો રહ્યો - પરત આવેલ વિદ્યાર્થી
યુક્રેનથી પરત આવેલા વિદ્યાર્થી પારસે ઝી 24 કલાકને જણાવ્યું કે, અંદરથી યુક્રેન બોર્ડર સુધી પહોંચવાની સફર બહુ જ આકરી હતી. ત્રણ-ચાર બોર્ડર હતી. કેટલીક બોર્ડર પર સારી વ્યવસ્થા હતી. પણ અમે જે બોર્ડર પર પહોંચ્યા ત્યાં કોઈ જ વ્યવસ્થા ન હતી. અમે ગ્રૂપમાં જ રહેતા હતા. મારી સાથે 22 લોકો હતા, જેઓ એકસાથે ભારત પહોંચ્યા છીએ. યુદ્ધનો માહોલ શરૂ થયો ત્યારે પહેલા તો ડર લાગ્યો, પણ બે-ત્રણ દિવસ બાદ ડર થોડો દૂર થવા લાગ્યો. બધા સાથે હતા એટલે હિંમત બની રહી.
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધનો આજે નવમો દિવસ છે. ક્યારેય સ્થિતિ વણસી શકે છે અને સ્થિતિ વધુ વિકટ બની શકે છે. જેથી કરીને ભારતીય રક્ષામંત્રાલયે યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને સુરક્ષિત રહેવા માટે કેટલીક જરૂરી વાતો ધ્યાનમાં રાખવા જણાવ્યું છે. આ માટે એક એડવાઈઝરી જાહેર કરી છે.
1. ભારતીયોના જૂથને સાથે સફેદ કપડું કે સફેદ ધ્વજ સાથે રાખવા જણાવ્યું
2. ભોજન અને પાણી બચાવો, શરીરમાં પાણીની માત્ર વધુ રાખો, ભરપેટ ભોજન ના કરો, રાશન બચાવવા માટે ઓછુ ખાઓ
3. ખારકીવમાં ફસાયેલા ભારતીયોને 24 કલાક સાથે એક ઈમરજન્સી કિટ રાખવી
4. પાસપોર્ટ, ઓળખપત્ર, દવા, ટોર્ચ, લાઈટર, મીણબત્તી, રોકડા રૂપિયા, પાવરબેન્ક, ગરમ કપડાં સાથે રાખવા
5. જો ખુલ્લા મેદાનમાં તમે છો, તો બરફ ઓગાળીને પાણી પીવો
6. ભારતીયો ખુદને 10-10 ની ટુકડીમાં વહેચી લે
7. માનસિક સ્થિતિ મજબૂત રાખો
8. એક વોટ્સએપ ગ્રુપ બનાવો અને ખુદની તમામ માહિતી તેમા લખી દો
9. વોટ્સએપ પર ખુદની ભૌગોલિક સ્થિતિને એમ્બેસી અથવા દિલ્હી સ્થિત કંટ્રોલ સાથે દર 8 કલાકે અપડેટ કરો
10. ખારકીવમાં ફસાયેલા ભારતીયો મોબાઈલ ફોનમાંથી અનઆવશ્યક એપ હટાવી દો, બેટરી બચાવવા માટે ફોન પર વાત ઓછી કરો
11. ભારતીયોને બેઝમેન્ટ અથવા બંકરમાં રહેવું જોઈએ
12. રશિયનમાં બે ત્રણ અગત્યના વાક્ય બોલતા શીખી લો
13. આદેશ મળતાં જ બીજી જગ્યા પર જવા માટે તૈયાર રહો
14. સૈન્ય વાહન, સૈનિકો વગેરે સાથે સેલ્ફી ના લો
યુક્રેન પર રશિયાના હુમલાનો આજે નવમો દિવસ છે. ત્યારે આ વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ગુરુવારે મોડી રાત્રે સિક્યોરિટી કાઉન્સિલની સાથે મીટિંગ કરી. આ દરમિયાન કહ્યું- હું હંમેશાથી કહું છું કે રશિયા અને યુક્રેનના નાગરિક એક છે. ત્યાં કેટલાંક રાષ્ટ્રવાદી અને વિદેશી મળીને વાતાવરણ બગાડી રહ્યાં છે. જેમાં મિડલ ઈસ્ટના લોકો પણ સામેલ છે. યુક્રેનમાં હજારો ભારતીય અને ચીનના છાત્રો અને સામાન્ય લોકોને બંધક બનાવવામાં આવી રહ્યાં છે. અમારી સેનાએ તેમને હ્યુમન કોરિડોર ઓફર કર્યું છે કે જેથી તેઓ જંગના મેદાનમાંથી સુરક્ષિત રીતે નીકળી શકે. પરંતુ યુક્રેનમાં કેટલાંક લોકો તેમને રોકી રહ્યાં છે. બીજી બાજુ રશિયા અને યુક્રેનની પોલેન્ડ બોર્ડર પર વાતચીત ચાલી રહી છે. યુક્રેન અને રશિયા વચ્ચેની બીજા તબક્કાની વાતચીત પૂર્ણ થઈ ગઈ છે. ન્યૂઝ એજન્સી રોયટર્સ મુજબ બંને પક્ષોએ ત્રીજા તબક્કાની વાતચીત પર સહમતિ દાખવી છે. અધિકારીઓએ કહ્યું કે યુક્રેનને વાતચીતમાં સારા પરિણામ નથી મળી રહ્યાં પરંતુ બંને દેશ તે વાત પર સહમત થઈ ગયા છે કે યુક્રેનમાં ફસાયેલા લોકોને કાઢવા માટે કોરડિોર બનાવવામાં આવે..આ તરફ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની સાથે સીધી વાતચીતની અપીલ કરતાં કહ્યું કે આ યુદ્ધને રોકવાનો આ એકમાત્ર ઉપાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે