સચિવાલય! ગુજરાતમાં 63 IAS ની ઘટ વચ્ચે 2023માં આ એક ડઝન અધિકારીઓ થશે નિવૃત્ત, આ છે નામ
Gandhinagar News : ગાંધીનગરમાં હવે એક પછી એક આઈએએસ ઓફિસરના રિટાયર્ડમેન્ટની મોસમ ચાલશે... પરંતું રાજ્યમાં મંજૂર થયેલા આઈએએસની સ્ટ્રેન્થ 131 છે પણ તેની સામે 250 અધિકારીઓ જ કાર્યરત છે...
Trending Photos
Gandhinagar News : ગુજરાતના મુખ્ય સચિવ પંકજકુમાર સહિત એકાદ ડઝન આઇએએસ અધિકારીઓ આવતા વર્ષે નિવૃત થશે. રાજયમાં 313 સનદી અધિકારીઓના મહેકમ સામે રપ0 અધિકારીઓ જ છે અને તેમાં વધુ ડઝન જેટલા નિવૃત થશે. ગુજરાતમાં એક તરફ આઈએએસ અધિકારીઓની ઘટ વર્તાઈ રહી છે જ્યારે બીજી તરફ ૨૦૨૩ના વર્ષમાં એક ડઝન કરતા વધારે આઈએએસ અધિકારીઓ વયનિવૃત્ત થવા જઈ રહ્યા છે. રાજ્યના ચીફ સેક્રેટરી પંકજકુમાર ૩૧ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ નિવૃત્ત થવાના છે. તો આ પદ માટે દાવેદાર ગણાતા વિપુલ મિત્રા પણ વર્ષના મધ્યમાં નિવૃત્ત થવાના છે. હાલમાં રાજ્યમાં મંજૂર થયેલા આઈએએસની સ્ટ્રેન્થ 131 છે પણ તેની સામે 250 અધિકારીઓ જ કાર્યરત છે. તેમાંથી પણ 68 અધિકારીઓને ડેપ્યુટેશન ઉપર મૂકવાનો નિયમ છે.
2023માં નિવૃત થનારા અધિકારીઓમાં મુખ્ય સચિવ પંકજકુમાર ઉપરાંત તેમના 4 બેચમેટ એવા વિપુલ મિત્રાનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત ફાર્મા વિભાગના સચિવ એસ.અર્પણા, લઘુ ઉદ્યોગ વિભાગના સચિવ બી.બી.સ્વેઇન પણ નિવૃત થનાર છે. આ બંને અધિકારીઓ હાલ કેન્દ્રમાં ડેપ્યુટેશન પર છે.
આ પણ વાંચો :
આ ઉપરાંત આરોગ્ય સચિવ મનોજ અગ્રવાલ, વેરહાઉસીંગ કોર્પોરેશનના મેનેજીંગ ડાયરેકટર સંજય નંદન, પીએમઓના ખાસ નિયુકત અધિકારી સંજય ભાવસાર, અમદાવાદ કોર્પોરેશનના ડે.કમિશ્નર આર.એ.મેરજા, જીઆઇડીસીના જોઇન્ટ એમડી બી.જી.પ્રજાપતિ તથા નગરપાલિકાના પ્રાદેશિક કમિશનર ડી.બી.વ્યાસ પણ નિવૃત થશે. આમ રાજ્યમાં 63 અધિકારીઓની ઘટ છે. કેન્દ્ર સરકારમાં ડેપ્યુટેશન પર રહેલા ગુજરાત કેડરના આઇએએસ અધિકારીઓની સંખ્યા પણ સતત ઓછી થઇ રહી છે. સચિવ સ્તરે માત્ર બે અધિકારી છે અને આવતા વર્ષે સેવા ખત્મ થનાર છે. દર પાંચ વર્ષે કેડર રીવીઝન પ્રક્રિયા પણ આવતા વર્ષે યોજાવાની છે અને તેમાં ગુજરાત સરકાર વધુ ફાળવણી માંગે તેવી શકયતા છે.
IAS અધિકારીઓની સંપત્તિ જાહેર કરવાની પળોજણ
સામાન્ય રીતે રાજ્ય સરકારમાં ફરજ બજાવતા અધિકારીઓએ તેમની સંપત્તીની જાહેરાત કરવાની હોય છે પણ ગુજરાતમાં તે શક્ય બન્યું નથી. અહીંયા ઘણા અધિકારીઓ સામે આવક કરતા વધારે સંપત્તી અંગેના આરોપો મુકાયા છે પણ આ દિશામાં કશું જ થયું નથી. કેન્દ્ર સરકારનો કાયદો છે છતાં કાળાનાણાં સગેવગે કરનારા અધિકારીઓ સંપત્તી મુદ્દે મગનું નામ મરી પાડવા તૈયાર નથી. કેન્દ્ર સરકારે આદેશ આપી દીધો છે કે, તમામ આઈએએસ અધિકારીઓએ ૩૧ જાન્યુઆરી સુધી ૨૦૨૩ જાહેરાત કરી દેવી પડશે. જો તેઓ જાહેરાત નહીં કરે તો પ્રમોશન અટકાવી દેવાશે અને વિદેશમાં પણ તાલિમ લેવા માટે મોકલાશે નહીં. ગત વર્ષની જેમ હવે દર વર્ષે સંપત્તી જાહેર કરવાના આદેશ હોવાથી આઈએએસ અધિકારીઓમાં વ્યાપક નારાજગી જોવા મળી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે