Gram Panchayat Election Result: સુપર મોડલ એશ્રા પટેલની સરપંચની ચૂંટણીમાં હાર થઈ કે જીત?

સંખેડા તાલુકાના કાવીઠા ગ્રામપંચાયતની ચૂંટણીમાં મુંબઇની ગ્લેમરની દુનિયાના ગલિયારાઓમાંથી અચાનક ગામડાની ગલીઓમાં આવી સરપંચની ચૂંટણીમાં ઝંપલાવનાર ખ્યાતનામ મોડેલ એશ્રા પટેલને કારણે ગામમાં મતદાન માટે મતદારોમાં અનોખો ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો હતો.

Gram Panchayat Election Result: સુપર મોડલ એશ્રા પટેલની સરપંચની ચૂંટણીમાં હાર થઈ કે જીત?

જમીલ પઠાણ/ છોટાઉદેપુર: કાવિઠા ગ્રામ પંચાયતની ચૂંટણી ભારે ચર્ચામાં રહી હતી. કારણ કે મુંબઈની મોડલ એશ્રા પટેલ ઉમેદવાર તરીકે ઉભા રહ્યા હતા. પરંતુ સુપર મોડેલ એશ્રા પટેલની સરપંચની ચૂંટણીમાં હાર થઈ છે. જ્યોતિબેન સોલંકી સામે એશ્રાબેન પટેલની હાર થઈ છે. 129 મતે એશ્રા પટેલની હાર થઈ છે, એશ્રા પટેલને 430 મત મળ્યા હતા, જ્યારે પ્રતિસ્પર્ધી જ્યોતિબેન સોલંકીને મળ્યા 559 મત મળ્યા છે. તમને જણાવીએ કે આ બેઠક પરથી મુંબઈની મોડલ એશ્રા પટેલે ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. જેના કારણે આ ગ્રામ પંચાયતની ચૂંટણી ચર્ચામાં હતી. 

નોંધનીય છે કે, સંખેડા તાલુકાના કાવીઠા ગ્રામપંચાયતની ચૂંટણીમાં મુંબઇની ગ્લેમરની દુનિયાના ગલિયારાઓમાંથી અચાનક ગામડાની ગલીઓમાં આવી સરપંચની ચૂંટણીમાં ઝંપલાવનાર ખ્યાતનામ મોડેલ એશ્રા પટેલને કારણે ગામમાં મતદાન માટે મતદારોમાં અનોખો ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો હતો. ખુદ એશ્રા પટેલે (Aeshra Patel) વોટ આપીને પોતાના મતદાનનો ઉપયોગ કર્યો હતો.

સરપંચની ઉમેદવાર મુંબઈની સુપર મોડલ સામે શું નોંધાઇ ફરિયાદ? ગત મોડી સાંજે હુમલાની થઈ હતી કોશિશ

એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ
રવિવારે સાંજે સંખેડાના કાવીઠા ગામે સરપંચની ઉમેદવાર અને સુપર મોડેલ એશ્રા પટેલ વિરુદ્ધ એટ્રોસીટી એકટ મુજબ પોલીસ ફરિયાદ નોંધાઈ હોવાની માહિતી મળી હતી. પ્રતિસ્પર્ધી ઉમેદવારના પતિ મનોજભાઈ સોલંકીએ એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. તમને જણાવી દઈએ કે ગત મોડી સાંજે મતદાન મથકે બબાલ થઈ હતી. હવે એટ્રોસિટી એક્ટ હેઠળ એશ્રા પટેલ, તેના પિતા સહિત 12 લોકો સામે FIR નોંધાઇ હતી.

તમને જણાવીએ કે કાવીઠા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં રવિવારે મોડી સાંજે સુપર મોડેલ એશ્રા પટેલ ઉપર હુમલાની કોશિશ કરાઈ હતી. સરંપચપદની ચૂંટણીમાં તેમનાં પ્રતિસ્પર્ધી જ્યોતિકાબેન સોલંકીના સમર્થકો વચ્ચે મતદાન મુદ્દે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને પછી ઝપાઝપી થઈ હતી. આ ઘટનાના પગલે ત્રણ પોલીસ જીપ ઘટના સ્થળે પહોંચી હતી અને મામલો થાળે પાડ્યો હતો.

વોટ આપીને એશ્રા પટેલે શું કહ્યું હતું?
વોટ આપીને તેમણે કહ્યું હતું કે, હું ચૂંટણી જીતુ કે હારૂ, આ લોકોના હક માટે હું લડતી રહીશ. જીતની અપેક્ષા હું રાખુ છું, મને લોકોએ આશિર્વાદ આપ્યા છે અને પૂજાઓ અને પ્રાર્થનાઓ પણ કરી છે. મારે અહીંના લોકો માટે જીતવુ છે. એશ્રાના પિતા નરહરી પટેલ પણ ગામના સરપંચ રહી ચૂક્યા છે, તેમજ તા.પં.ના સભ્ય અને એપીએમસી, બોડેલીના પણ ચેરમેન રહી ચૂક્યા છે. તેથી પિતાના પગલે તેઓ પણ રાજનીતિમાં નીકળી પડ્યાં છે. 

No description available.

કોણ છે એશ્રા પટેલ
એશ્રા પટેલ વર્ષોથી મુંબઈમાં મોડેલિંગ (modeling) કરે છે. તેણે ટોચની બ્રાન્ડ માટે મોડલિંગ કર્યું છે. જેમાં પોંડ્સ, પેંટિન, પ્રોવોગ, એશિયન પેઇંટ્સ, રેમંડ શૂટિંગ્સ સામેલ છે. તો 100 જેટલી બ્રાન્ડ્સ માટે કામ કર્યું છે. એટલુ જ નહિ, શાહરૂખ ખાન અને અમિતાભ બચ્ચન સાથે પણ એડમાં કામ કરી ચૂકી છે.

ગ્લેમરસ ફિલ્ડમાંથી રાજકારણમાં આવનાર એશ્રા પટેલ કહે છે કે, દેશદુનિયા ફર્યા બાદ મને એમ થયુ કે મારે મારા ગામ માટે પણ કંઈક કરવુ જોઈએ. તેથી મેં આ ચૂંટણીમાં ઝંપલાવ્યું.

એશ્રા પટેલ પિતાના રસ્તે  વતનના ગામમાં સરપંચ બનવા માટે ચૂંટણી લડવાનો નિર્ધાર કર્યો છે. પિતા નરહરી પટેલ પણ ગામના સરપંચ રહી ચૂક્યા છે. તાલુકા પંચાયતના સભ્ય પણ રહી ચૂક્યા છે તેમજ એપીએમસી બોડેલીના ચેરમેન પણ રહી ચૂક્યા છે. અને માતા મીનાક્ષી પટેલ એક ગૃહિણી છે. તેમના એક ભાઈ અમેરિકામાં સ્થાયી થયા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news