Election Result Live: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપની લહેર: મનપા, નગરપાલિકા અને તાલુકા પંચાયતમાં ખિલ્યું કમળ

આજે ગાંધીનગર મહાનગરપાલિકા (Gandhinagar Corporation Election) સાથે નગરપાલિકા અને તાલુકાપંચાયતની ચૂંટણીની મત ગણતરી શરૂ થઈ ગઈ છે. થરા નગરપાલિકાના 5 વોર્ડ, ભાણવડના 6 વોર્ડ અને ઓખા પાલિકાના 9 વોર્ડનું ચૂંટણીનું પરિણામ જાહેર થશે

Election Result Live: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપની લહેર: મનપા, નગરપાલિકા અને તાલુકા પંચાયતમાં ખિલ્યું કમળ

ઝી મીડિયા બ્યૂરો: આજે ગાંધીનગર મહાનગરપાલિકા (Gandhinagar Corporation Election) સાથે નગરપાલિકા અને તાલુકાપંચાયતની ચૂંટણીની મત ગણતરી શરૂ થઈ ગઈ છે. થરા નગરપાલિકાના 5 વોર્ડ, ભાણવડના 6 વોર્ડ અને ઓખા પાલિકાના 9 વોર્ડનું ચૂંટણીનું પરિણામ જાહેર થશે. આ ઉપરાંત, મહેસાણા, જૂનાગઢ, સાબરકાંઠા, પાટણ, તાપી, મહિસાગર, સુરેન્દ્રનગર, ખેડા સહિત અનેક જગ્યાઓ પર મત ગણતરી હાલ ચાલી રહી છે.

Live Update:-
- ભરૂચમાં આજે નગરપાલિકા અને તાલુકા પચાયતની પેટાચૂંટણીની મતગણતરી કાઉનડાઉન શરૂ
- ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શરૂ થશે મતગણતરી
- જૂનાગઢ મનપા વોર્ડ 8 ની પેટા ચૂંટણીની મત ગણતરી શરૂ
- પ્રાંત કચેરી ખાતે પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે મત ગણતરીનું કાઉન્ટડાઉન શરૂ
- જામનગરની ભાણવડ નગરપાલિકા ચૂંટણીને લઈને ભાજપનોનો જીતનો વિશ્વાસ, 24 માંથી 18 થી 20 જેટલી બેઠકો મળવાનો દાવો કર્યો
- મહેસાણા પાલિકાની વોર્ડ 11 માં પ્રથમ રાઉન્ડમાં ભાજપ આગળ, ભાજપ 600 કરતાં વધુ મતોથી આગળ
- બનાસકાંઠાની થરા નગરપાલિકાની ચૂંટણીની મતગણતરી થઈ શરૂ
- થરા પાલિકાના 5 વોર્ડ માટેની 20 બેઠકો માટે 48 ઉમેદવારો મેદાને, ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો વચ્ચે છે ચૂંટણી જંગ
- વલસાડ નગર પાલિકાની 5 બેઠકોની મતાગણતી શરૂ, 5 બેઠકોની પેટાચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ મળી 12 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં 
- મહેસાણા પાલિકાની વોર્ડ 11 માં બીજા રાઉન્ડમાં ભાજપ આગળ, ભાજપ 1000 મતોથી આગળ
- અરવલ્લીમાં 4 બેઠક માટે મત ગણતરી શરૂ, મોડાસા, ભિલોડા અને બાયડ ખાતે મતગણતરી 
- અંબાજીની દાંતા તાલુકા પંચાયતની બે બેઠકોની મત ગણતરી શરૂ, પ્રથમ રાઉન્ડમાં કોંગ્રેસનું પલડુ ભારી
- સાબરકાંઠા જીલ્લામાં બે તાલુકા પંચાયતની બેઠકોની મતગણતરી હાથ ધરાઈ, હિંમતનગરની પરબડા 22 બેઠક પર કોંગ્રેસ આગળ
- પ્રાંતિજ તાલુકા પંચાયતની 07 -ઘડકણ બેઠકની મત ગણતરી શરૂ
- તાપીમાં આજે પેટા ચૂંટણીની મતગણતરી શરૂ, પોલીસનાં ચુસ્ત બંદોબસ્ત સાથે મતદાન ગણતરીનો થયો પ્રારંભ
- દેવભૂમિ દ્વારકાની ઓખા નગરપાલીકામાં પરિણામની શરૂઆત થઈ, વોર્ડ નંબર 1 ની ચાર બેઠકો ભાજપના ફાળે, તમામ ચારેય બેઠકો પર ભાજપનો કેસરીયો લહેરાયો
- ઓખા નગરપાલિકાના વૉર્ડ નંબર 1 માં ભાજપના 4 ઉમેદવારનો વિજય
- પંચમહાલની ગોધરા તાલુકા પંચાયત નદીસર બેઠકની મતગણતરી શરૂ, 4 રાઉન્ડમાં ભાજપ 700 મતથી આગળ, આપ અને ભાજપ વચ્ચે સરસાઈ
- થરા નગરપાલિકાના વોર્ડ નંબર-1 માં ભાજપના 4 ઉમેદવારોની જીત
- નવસારીમાં ચાર બેઠકો માટે પેટા ચૂંટણીની મતગણતરી શરૂ
- લુણાવાડા નગરપાલિકાના 3 વોર્ડની મતગણતરી શરૂ
- મહેસાણા પાલિકા વોર્ડ 11 માં ભાજપ ત્રીજા રાઉન્ડના અંતે 1180 મતથી આગળ
- લુણાવાડા વોર્ડ નંબર 4 માં કોંગ્રેસનો વિજય
- વલસાડ નગરપાલિકાના વોર્ડ નંબર 1 ની 2 બેઠકમાં ભાજપનો વિજય
- વલસાડ નગરપાલિકાના વોર્ડ નંબર 2 ની 1 બેઠકમાં અપક્ષનો વિજય
- હિંમતનગર તાલુકા પંચાયતની 22 પરબડા બેઠક પર કોંગ્રેસ આગળ
- મોડાસા નગરપાલિકાની પેટા ચૂંટણીમાં ભાજપની જીત
- ગણદેવી નગરપાલિકાની પેટા ચુંટણી, વોર્ડ નંબર 3 ની પેટા ચુંટણીમાં ભાજપની જીત
- રાધનપુર નગરપાલિકાના વોર્ડ નંબર 7 ની મતગણતરી થઈ શરૂ, પ્રથમ રાઉન્ડમાં ભાજપ આગળ
- સુરેન્દ્રનગર સંયુક્ત પાલિકાની મતગણતરી શરૂ, નીચું મતદાન છતાં ભાજપના ઉમેદવાર 353 મતથી આગળ
- લીમડીમાં સવાર થી મતગણતરી હાથ ધરવામાં આવી, બન્ને નગરપાલિકા ની પેટા ચૂંટણીઓમાં ભાજપને મતદારોનો સારો પ્રતિશાદ, બન્ને બેઠકો ઉપર ભાજપ ના ઉમેદવારો જંગી બહુમતી થી આગળ..
- ભીલોડાની ઉબસલ તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં આપ વિજેતા
- મહેસાણા નગરપાલિકાના વોર્ડ 11 ની પેટા ચૂંટણીમાં ભાજપનો વિજય, 1900 થી વધુ મતથી ભાજપનો વિજય
- ભાણવડ વોર્ડ નંબર 1 માં 3 ભાજપ અને 1 કોંગ્રેસ
- મહેસાણા તાલુકા પંચાયતની વડસ્મા બેઠક ઉપર કોંગ્રેસના નટવરજી કાળાજી મકવાણા 215 મતે વિજયી
- ઉપલેટા શહેરના વોર્ડ નંબર 5 ની મતગણતરી યોજાઇ હતી, જેમાં કોંગ્રેસના ઉમેદવાર વિજેતા થયા
- ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 10માં AIMIM ના મહિલા ઉમેદવારની જીત
- માતર તાલુકા પંચાયતની પેટ ચૂંટણીનું પરિણામ જાહેર, માતર તાલુકાની ભલાડા સીટ પર આમ આદમી પાર્ટીનો વિજય 
- વ્યારા તાલુકા પંચાયતની ઘાટા બેઠક પર ભાજપના ઉમેદવારનો વિજય
- ડાકોર વોર્ડ નંબર 1 માં અપક્ષ મહિલા ઉમેદવારની જીત
- નડીઆદ તાલુકા પંચાયત ની જાવોલ બેઠક પર કોંગ્રેસના ઈશ્વરભાઈ ભાનુભાઈ સોઢા વિજેતા
- ખેડા તાલુકા પંચાયતની રઢુ બેઠક પર ભાજપના ઉમેદવારનો વિજય
- ડાકોર વોર્ડ 4 ની 2 બેઠકો અપક્ષને ફાળે
- મોરબી જીલ્લામાં બે તાલુકા પંચાયતની એક એક બેઠક માટેની મતગણતરી પુરી
- મોરબી તાલુકાની ત્રાજપર-2 બેઠકમાં કોંગ્રેસના જલાભાઇ સામચભાઇ ડાભીનો વિજય
- હળવદ તાલુકાની રણછોડગઢ બેઠક ઉપર ભાજપના ઉમેદવારનો 134 મત વિજય
- સુરેન્દ્રનગર વોર્ડ નંબર 6ની પેટા ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય
- લુણાવાડા વૉર્ડ નં 5 માં ભાજપનો વિજય
- વલસાડ નગરપાલિકાના વોર્ડ નંબર 5 માં ભાજપનો વિજય
- ઓખા વોર્ડ નંબર 1 ના ઉમેદવાર જીત, ઓખા નગરપાલિકામાં વોર્ડ નંબર 1 માં ભાજપની પેનલની જીત થઈ
- લીમડી નગરપાલિકાની વોર્ડ નંબર 5 ની પેટાચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય
- રાઘનપુર ન.પા. વોર્ડ નંબર 07 પર ભાજપની જીત
- ડોલવણ તાલુકા પંચાયતની બેહડારાયપુરા સિટ પર ભાજપનો વિજય
- અમરેલી તાલુકા પંચાયતની સરંભડા બેઠકનું પરિણામ જાહેર
- પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સંધ્યાબેન કાછડીયાનો વિજય
- સરંભડા બેઠક પર ત્રીપાંખીયો જંગ હતો, ભાજપના ઉમેદવાર નો 428 મતોથી વિજય
- જૂનાગઢ વોર્ડ 8 ની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ વિજય
- હિંમતનગર તાલુકા પંચાયતની 22 પરબડા બેઠક પર ભાજપનો વિજય
- ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 10 માં AIMIM ના મહિલા ઉમેદવારની જીત
- સાવલી તાલુકા પંચાયતની પોઇચા-કનોડા સીટ પર ભાજપાના ઉમેદવાર સેજલબેન ગોહિલ વિજેતા
- ઓખા નગરપાલિકા વોર્ડ 3 અને 4 તમામ ઉમેદવારો ભાજપના વિજેતા
- મહેસાણા નગરપાલિકા વોર્ડ નંબર 11 ની પેટા ચૂંટણીમાં ભાજપે લીડ જાળવી રાખી
- ગોધરાની નદીસર તાલુકા પંચાયત બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપની જીત
- થરા નગરપાલિકાના વોર્ડ નંબર -2 માં ભાજપના 4 ઉમેદવારોની જીત
- જૂનાગઢ વોર્ડ 8 ની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ વિજય
- બાયડની હઠીપુરા તા.પં બેઠક પર ભાજપની જીત
- સુરતની માંડવી તાલુકા પંચાયતની દઢવાડા- 4 બેઠક પર ભાજપ ની જીત
- મહીસાગરના લુણાવાડા વૉર્ડ નં 7 માં ભાજપ નો વિજય
- જૂનાગઢના માણાવદર વોર્ડ નંબર 4 ની પેટા મા ભાજપ ની જીત
- નવસારી જિલ્લા પંચાયતની રૂમલા બેઠક પર ભાજપ 2232 મતોથી વિજેતા
- હિંમતનગર તાલુકા પંચાયની પરબડા બેઠક પર ભાજપનો વિજય
- વલસાડ નગર પાલિકાની 4 વૉર્ડની 5 બેઠકમાં 4 બેઠક ભાજપના ફાળે ગઈ તો એક બેઠક પર અપક્ષે કબજો મેળવ્યો
- અરવલ્લી બાયડની હઠીપુરા તા.પં બેઠક પર ભાજપની જીત
- તાપીની સોનગઢ તાલુકા પંચાયતની ખેરવાડા બેઠક પર ભાજપના ઉમેદવારનો વિજય
- રાજકોટ જિલ્લા પંચાયતની શિવરાજપૂર અને સાણથલી બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર વિજેતા
- મહીસાગર પાંડવા 1 તાલુકા પંચાયત સીટ પર ભાજપનો વિજય
- જૂનાગઢ મનપા વોર્ડ 8 ની પેટા ચૂંટણીમા કોંગ્રેસ જીત
- નવસારીની વાંસદા તાલુકા પંચાયતની ઝરી બેઠક પર કોંગ્રેસનો 1300 મતોથી વિજય
- થરા નગરપાલિકાના વોર્ડ નંબર -2 માં ભાજપના 4 ઉમેદવારોની જીત
- મહેસાણા પાલિકા વોર્ડ 11 ની બેઠક પર ભાજપના ફાલ્ગુનીબેન પટેલ 1900 મતોથી થયા વિજય
- વડનગર પાલિકાના વોર્ડ 7 ની બેઠક પર દર્શનાબેન સોની 517 મતોથી વિજય
- મહેસાણા તાલુકા પંચાયતની વડસ્મા બેઠક ઉપર કોંગ્રેસના નટવરજી કાળાજી મકવાણા 215 મતે વિજય
- સતલાસણા તાલુકા પંચાયતની રાણપુર બેઠક પર કોંગ્રેસના કનુભાઈ બારોટનો 175 મતે થયા વિજય
- દાહોદની આગવાડા પેટા ચૂંટણી પર ભગવો લહેરાયો, ભાજપના ઉમેદવાર વિજેતા
- થરા નગરપાલિકા ઉપર ભાજપનો કબજો, વોર્ડ નંબર -1 ના ભાજપના 4 સભ્યો જીત્યા
- થરા નગરપાલિકાના વોર્ડ નંબર -4 માં ભાજપના 4 ઉમેદવારોની જીત
- ભાણવડ નગરપાલિકાના વોર્ડ નંબર 2 માં ભાજપને 2 અને કોંગ્રેસ 2 બેઠક પર વિજેતા
- રાજકોટ જિલ્લા પંચાયતની જસદણના શિવરાજપુર અને સાંણથલીની પેટા ચૂંટણીનું પરિમાણ જાહેર, બંને બેઠક ઉપર કૉંગ્રેસનો વિજય
- અરવલ્લીના ભિલોડાની નાંદોજ જિલ્લા પંચાયત બેઠક પર ભાજપની જીત
- થરા નગરપાલિકા ઉપર ભાજપનો કબજો, વોર્ડ નંબર -1 ના ભાજપના 4 સભ્યો જીત્યા
- ખેડાની વાઘરોલી જિલ્લા પંચાયત બેઠકમાં ભાજપનો વિજય
- ઓખા પાલિકામાં કુલ 5 વોર્ડનું પરિણામ જાહેર
- ઓખા વોર્ડ નમ્બર 1 માં ભાજપ પેનલ
- ઓખા વોર્ડ નમ્બર 2 માં 2 ભાજપ 2 કોંગ્રેસ
- ઓખા વોર્ડ નમ્બર 3 માં ભાજપ પેનલ 
- ઓખા વોર્ડ નમ્બર 4 માં ભાજપ પેનલ
- ઓખા વોર્ડ નમ્બર 5 માં 3 કોંગ્રેસ 1 ભાજપ
- તાપી વ્યારા તાલુકા પંચાયતની બાલપુર બેઠક પર ભાજપનો વિજય
- વલસાડ જિલ્લાની બે નગર પાલિકાની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર
- ઉમરગામ નગર પાલિકાની વૉર્ડ નંબર 3 ની એક બેઠક પર ભાજપનો કબજો
- વલસાડ નગર પાલિકાની 4 વૉર્ડ ની 5 બેઠક માંથી 4 બેઠક પર ભાજપનો ભગવો લેહરાયો, 1 બેઠક અપક્ષની જીતી
- નવસારીની ગણદેવી પાલિકાની વોર્ડ નંબર 3 ની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારનો વિજય 
- ભાણવડ વોર્ડ 3 માં કોંગ્રેસની પેનલ વિજેતા
- થરા નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાતા ભાજપના કાર્યકર્તાઓએ ફોડ્યા ફટાકડા
- અમરેલીની સરંભડા તાલુકા પંચાયતની બેઠક પર ભાજપના સંધ્યાબેન કાછડિયાનો વિજય
- થરા નગરપાલિકાના વોર્ડ નંબર-5 માં ભાજપના 4 ઉમેદવારોની જીત
- દાહોદ કેલીયા તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં ભગવો લહેરાયો, ભાજપના ઉમેદવાર રમેશ બીલવાલ વિજેતા
- ડાકોર નગરપાલિકામાં 4 વર્ડમાં 8 સીટ માંથી 5 સીટ પર ભાજપનો વિજય જ્યારે 3 સીટ પર અપક્ષનો કબજો
- ભચાઉ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો વિજય
- ઓખા પાલિકામાં ભાજપનો કબજો, ભાજપ 34, કોંગ્રેસ 2 અને આમ આદમી પાર્ટીને એક પણ બેઠક ન મળી
- ભાણવડ વોર્ડ 3 કોંગ્રેસ પેનલ વિજેતા
- બનાસકાંઠાની થરા નગરપાલિકાની મત ગણતરી પૂર્ણ, 24 માંથી 20 બેઠકો પર ભાજપનો કબજો
- ભાણવડ નગરપાલિકાના વોર્ડ નંબર 4 માં ભાજપના 2 અને કોંગ્રેસ 2 ઉમેદવાર વિજેતા
- દાંતા તાલુકા પંચાયતની બે બેઠક માટેની મતગણતરી પુર્ણ, બન્ને બેઠક ઉપર કોંગ્રેસની જીત
- ભાણવડ નગરપાલિકામાં કાંટે કી ટક્કર,
- 16 બેઠકોમાંથી 9 બેઠક કોંગ્રેસને અને 7 બેઠક ભાજપે જીતી, આઠ બેઠકના પરિણામ નક્કી કરશે કે સત્તા કોની
- ઓખા નગર પાલિકામાં ભાજપનો ભવ્ય વિજય
- ભાણવડ નગરપાલિકામાં વોર્ડ નંબર 5 માં કોંગ્રેસ પેનલ વિજેતા

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news