અમદાવાદમાં સામે આવ્યો ત્રિપક તલાકનો કિસ્સો, જાણો શું છે સમગ્ર ઘટના
એક બાજુ જ્યાં મુસ્લિમ સમાજ દ્વારા ત્રિપલ તલાકનો વિરોધ થઈ રહ્યો છે. ત્યારે અમદાવાદના શાહપુર વિસ્તારમાં એક 22 વર્ષીય યુવતીને તેના જ પતિ દ્વારા રાત્રે અઢી વાગે માર મારી 3 વાર તલાક બોલી ત્રિપલ તલાકનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
Trending Photos
જાવેદ સૈયદ/ અમદાવાદ : એક બાજુ જ્યાં મુસ્લિમ સમાજ દ્વારા ત્રિપલ તલાકનો વિરોધ થઈ રહ્યો છે. ત્યારે અમદાવાદના શાહપુર વિસ્તારમાં એક 22 વર્ષીય યુવતીને તેના જ પતિ દ્વારા રાત્રે અઢી વાગે માર મારી 3 વાર તલાક બોલી ત્રિપલ તલાકનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મહત્વનું છે કે ઘણા મુસ્લિમ અગ્રણીઓ દ્વારા અને મુસ્લિમ સંઘઠન દ્વારા ત્રિપલ તલાકના સુપ્રીમ કોર્ટના ચુકાદાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.
અમદાવાદ શહેરના શાહપુર વિસ્તારમાં રહેતી 22 વર્ષીય સબાનાના 2 વર્ષ પહેલાં લગ્ન અસફાક નામના યુવક સાથે થયા હત. લગ્ન દરમિયાન સબાનાએ એક દિકરીને જન્મ આપ્યો હતો. જે હાલ એક વર્ષની છે. આ દરમિયાન અસફાક પુત્રીને જન્મ આપવા બાબતે તે સબાનાને અવાર નવાર ત્રાસ આપતો હતો અને કહેતો હતો કે મારે પુત્ર જોઈએ છે. આ ઉપરાંત અસફાકના માતા પિતા પણ સબનાને અવાર નવાર મેણા ટોણા મારતા હતા. જેમાં ગઈકાલે રાત્રે અઢી વાગે 1 વર્ષીય દીકરી રડતી હતી ત્યારે અસફાકે સબાનાને તેને ચૂપ કરવાના નામે બન્ને માર માર્યો હતો. અને ત્યારબાદ સબાનાને 3 વાર તલાક કહી તેને ત્રિપલ તલાક આપી ઘરેથી તગેડી મૂકી હતી.
#BatanaToPadega में बहस के दौरान एजाज अरशद काजमी ने फराह फैज पर हाथ उठाया, @Zee_Hindustan इसके सख्त खिलाफ है और हम इसकी निंदा करते हैं. pic.twitter.com/hJ2ZCiFAwx
— ZEE HINDUSTAN (@Zee_Hindustan) July 17, 2018
સબાનાએ જણાવ્યું હતું કે માત્ર 22 વર્ષની આ યુવતી રાતના અઢી વાગે એકલી રસ્તા પર રડતી હતી. અને આ દરમિયાન તે વાતની જાણ તેને તેના પરિવારને કરી હતી. પરિવારે આ મામલે શાહપુર પોલીસમાં હાલ તેના સાસરિયાં સામે અરજી કરી છે. મહિલાનો આક્ષેપ છે કે શાહપુર પોલીસ ફરિયાદ લેવાને બદલે માત્ર અરજી લીધી હતી. જે અરજીથી યુવતીને સંતોષ ના થતા આજે તેને મહિલા પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો જ્યાં મહિલાની રજૂઆત સાંભળ્યા બાદ મહિલા પોલીસે ઘરેલું હિંસા અને દહેજની માંગણીનો ગુનો ૪૯૮ હેઠળ ફરિયાદ નોધી આરોપી પતિને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે