close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

ત્રિપલ તલાક

અમદાવાદ: પતિએ ત્રિપલ તલાક કહેતા મહિલાએ નોંધાવી પોલીસ ફરિયાદ

ત્રિપલ તલાકનો કાયદો હોવા છતાં પતિએ પત્નીને ત્રણ વાર તલાક કહી તલાક આપ્યા હોવાની ઘટના સામે આવી છે. શહેરના વેજલપુર પોલીસે પણ દહેજની કલમ અને ત્રિપલ તલાકના કાયદાની કલમો હોઠળ ગુનો નોંધી આરોપીઓને પકડવા તજવિજ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે નવા કાયદા બાદ અમદાવાદનો આ પ્રથમ કિસ્સો હોવાનું સામે આવ્યું છે.

Aug 28, 2019, 05:55 PM IST

સુરતમાં પત્નીને ફોન પર અપાયા ત્રિપલ તલાક, ફરિયાદ ના નોંધાતા મહિલા થઇ નિરાશ

મુસ્લિમ મહિલાઓ માટેનું મહત્વનું એવા ત્રિપલ તલાકનાં બિલને રાષ્ટ્રપતિએ મંજુરી આપી દીધી છે. આ પહેલા સંસદના બંન્ને ગૃહમાં ઐતિહાસિક ત્રિપલ તલાક બીલ પસાર થઈ ગયું. પરંતુ હજુ સુધી આ બિલનો સત્તાવાર કાયદાનો અમલ પોલીસ ન કરી શકતી હોવાથી સુરત શહેરની મહિલાને નિરાશ થવાનો વારો આવ્યો છે

Aug 22, 2019, 04:08 PM IST

ત્રણ તલાક બિલને રાષ્ટ્રપતિની મળી મંજૂરી, આ તારીખથી કાયદો લાગુ થશે

રાજ્યસભામાં 30મી જુલાઈના રોજ ત્રિપલ તલાક બિલ પસાર  થઈ ગયું. મુસ્લિમ મહિલા વિવાહ અધિકાર સંરક્ષણ કાનૂન 2019ને રાષ્ટ્રપતિ રામનાથ  કોવિંદે પણ મંજૂરી આપી દીધી છે.

Aug 1, 2019, 09:36 AM IST
Ahmedabad Triple Talaq Woman Commits Suicide PT2M55S

ત્રિપલ તલાક બિલ પાસ થયાને દિવસે જ અમદાવાદની મહિલા બની ત્રિપલ તલાકનો ભોગ

તલાક... તલાક... તલાક... : અમદાવાદના કારંજ પોલીસ સ્ટેશન ખાતે સનાબાનું નામની મહિલાને તેના પતિએ પિયરમાંથી 20 હજાર રૂપિયા મંગાવાનું કહ્યુ હતું, પરંતુ તેણે ઘરેથી પૈસા મગાવવાની ના પાડી હતી. આ ઘટના બાદ સના બંને બાળકીઓને લઇને તેના માતા-પિતાના ઘરે જતી રહી હતી. થોડા સમય બાદ સનાનો પતિ તેના ઘરે આવ્યો હતો અને ત્રણ વાર તલાક... તલાક... તલાક... બોલી સનાને ત્રિપલ તલાક આપીને જતો રહ્યો હતો. ત્યારે પતિ દ્વારા તલાક આપતા સનાએ કેરોસીન પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. હાલમાં મહિલાની હાલત ગંભીર છે, અને હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે. પરણિતાએ પોતાના પતિ અને સાસરીયાવાળા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. સ્થાનિક પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

Jul 31, 2019, 11:15 AM IST

ત્રણ તલાક બિલ રાજ્યસભામાં પસાર થતા જ ટ્વીટર પર મહેબુબા અને ઉમર બાખડી પડ્યા

ત્રણ તલાક બિલ મંગળવારે રાજ્યસભામાં પસાર થઈ ગયું. બિલના પક્ષમાં 99 અને વિરોધમાં 84 મત પડ્યાં. બિલ પર ફાઈનલ વોટિંગ વખતે રાજ્યસભામાં કુલ 183 સાંસદો હાજર હતાં.

Jul 31, 2019, 08:34 AM IST

લોકસભામાં પાસ થયું ત્રિપલ તલાક બિલ, કોંગ્રેસ, JDU અને તૃણમુલનો વોકઆઉટ

ત્રિપલ તલાક સંશોધન બિલ (Triple Talaq bill) ગુરુવારે લોકસભામાં રજુ કરવામાં આવ્યું. ચર્ચા દરમિયાન લોકસભામાં ટ્રિપલ તલાક અંગે વોટિંગ થયું. સદનમાં બેલેટ પેપરથી મતદાન થયું. ત્યાર બાદ ત્રિપલ તલાક બિલ લોકસભામાં પાસ થઇ ગયું. બિલનાં પક્ષમાં 303 મત બન્યા. બિલની વિરુદ્ધ 82 મત પડ્યાં. કોંગ્રેસ સહિત યુપીએનાં બીજા દળો બિલનો વિરોધ કર્યો.

Jul 25, 2019, 07:46 PM IST
tripal talak bill in loksabha for third time PT4M48S

લોકસભામાં ત્રીજી વખત ત્રિપલ તલાક બિલ રજૂ

લોકસભામાં ત્રીજી વખત ત્રિપલ તલાક બિલ રજૂ, ત્રિપલ તલાક બિલનો કોંગ્રેસે કર્યો વિરોધ

Jul 25, 2019, 01:10 PM IST

લોકસભામાં આજે ટ્રિપલ તલાક બિલ પર ચર્ચા, પાસ કરાવવા માટે સરકારે કમર કસી

મુસ્લિમ મહિલાઓને ટ્રિપલ તલાકથી આઝાદી અપાવનારા વિધેયકને આજે સરકાર દ્વારા લોકસભામાં મંજૂરી માટે રજુ કરવામાં આવશે.

Jul 25, 2019, 08:42 AM IST

સુરત: દહેજની માગ કરી પતિએ પત્નીને અડધી રાત્રે જાહેરમાં આપ્યા તલાક

શહેરમાં ફરી એકવાર ત્રિપલ તલાકનો મુદ્દો જાગ્યો છે. દહેજપેટે રૂપિયા 40 હજાર નહિ આપતા એક પરિણિતાને રાત્રે 3 વાગ્યે જાહેરમા તેના પતિએ ત્રણ વાર તલાક બોલીને તલાક આપી દીધા હોવાની ચોકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટના બાદ પિડિતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ ફરિયાદ કરવાની તૈયારી બતાવી હતી.
 

Jul 19, 2019, 04:36 PM IST

ટ્રિપલ તલાક બિલ અંગે આઝમ ખાને કહ્યું કુરાનથી અલગ કોઇ મંતવ્ય મંજુર નહી

કેન્દ્રની એનડીએ સરકારે લોકસભામાં ત્રિપલ તલાક બિલ રજુ કરી દીધું છે. વિપક્ષ સહિત તમામ અન્ય દળોના સાંસદ તેનો વિરોધ કરી રહ્યા છે. સપા સાંસદ આઝમ ખાન તો બે પગલા આગળ વધી ગયા. તેમણે કહ્યું કે, આ મુદ્દે કુરાનના મંતવ્યો માંગશે. સોમવારે લોકસભામાં રાષ્ટ્રપતિના ભાષણ અંગે ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન આઝમ ખાને સ્પષ્ટ રીતે જણાવ્યું કે, આ અમારો વ્યક્તિગત્ત મુદ્દો છે. તેમાં કુરાનથી હટીને કોઇ વાત સ્વિકાર નહી કરવામાં આવે. 

Jun 24, 2019, 11:24 PM IST

લોકસભામાં સોમવારે મોદી સરકાર રજુ કરશે ત્રિપલ તલાક વિધેયક

મુસ્લિમ મહિલા વિધેયકને વિપક્ષી દળોનાં વિરોધનો સામનો કરવો પડ્યો હતો, આ વિધેયક તલાક એ બિદ્દતની પ્રથાને દંડનીય ગુનો બનાવે છે

Jun 20, 2019, 10:41 PM IST

વિદેશમાં રહેતા પતિએ વલસાડમાં રહેતી પત્નીને વોટ્સએપ પર આપ્યો ‘તલાક’

ગુજરાતમાં વલસાડના ઉમરગામ પાસે ત્રિપલ તલાકનો કિસ્સો સામે આવ્યો છે. વિદેશ રહેતા પતિએ તેની પત્નીને વોટ્સએપ પર તલાક આપ્યા છે. આ ઘટના ઉમરગામ પાસે આવેલા સંજાણા ગામની છે. આ અંગે ફહીમ કાલીયા નામની મહિલાએ તેના પતિ વિરૂદ્ધ ઉમરગામ પોલીસ સ્ટેશનમાં પતિ વિરુધ્ધ ફરિયાદ કરીને ન્યાયની માગણી કરી છે.

Jun 17, 2019, 04:55 PM IST

આજથી 17મી લોકસભાનું પહેલુ સત્ર, સરકારના એજન્ડામાં બજેટ અને ત્રિપલ તલાક પર ફોકસ

ભાજપે રવિવારે સંસદીય દળની બેઠક યોજી હતી તેના માધ્યમથીી વડાપ્રધાને તમામ ભારતીયોને આશ્વાસન આપ્યું કે તેમની સરકાર પ્રજાને ન્યાય મળે તેવા વિધેયક લાવવામાં અગ્રણી રહેશે

Jun 16, 2019, 11:50 PM IST

પવિત્ર રમઝાનમાં પતિ જાહેરમાં જોરજોરથી ત્રણવાર તલાક કહીને જતો રહ્યો, નવસારીની ઘટના

નવસારીમાં ટ્રિપલ તલાકનો કિસ્સો સામે આવ્યો છે. નવસારીના મુસ્લિમ સમાજની પરિણીતાને તેના પતિએ જાહેરમાં ત્રણવાર તલાક કહીને જતો રહ્યો હતો. આ મામલે પરિણીતાએ નવસારી મહિલા પોલીસ સ્ટેસનમાં ફરિયાદ નોંધાવી. પવિત્ર રમઝાન મહિનામાં તલાક કહેતા મહિલાનો પરિવાર દુઃખી થયો છે.

Jun 5, 2019, 08:07 AM IST

જો કોંગ્રેસ સત્તામાં આવશે તો ત્રિપલ તલાક કાયદાને રદ્દ કરશે: રાહુલ ગાંધી

કોંગ્રેસ પાર્ટીનું કહેવું છે કે જો સત્તામાં આવશે તો ત્રિપલ તલાક કાયદાને રદ્દ કરશે, રાહુલે કહ્યું કે, મુસ્લિમ પુરૂષોને પોલીસ સ્ટેશનમાં પુરવા માટે આ કાયદો બનાવાયો છે

Feb 7, 2019, 03:30 PM IST

રાફેલ મુદ્દે સંરક્ષણમંત્રી માત્ર અને માત્ર ખોટુ બોલ્યા છે: રાહુલની ઉતરતી કક્ષાની રાજનીતિ

દેશનાં ચોકીદાર લોકસભામાં આવવાથી ગભરાઇ રહ્યા છે, સવાલોનાં જવાબ આપતા પણ ગભરાઇ રહ્યા છે

Jan 7, 2019, 02:17 PM IST

Live: રાફેલનું રમખાણ સમરાંગણ બનેલી લોકસભામાં રક્ષામંત્રી આપી રહ્યા છે જવાબ

અનુરાગ ઠાકુર ભાજપ તરફથી તથા ખડસે કોંગ્રેસ તરફથી બોલ્યા બાદ રક્ષામંત્રી સમગ્ર મુદ્દે કરી રહ્યા છે સ્પષ્ટતા

Jan 4, 2019, 02:33 PM IST

રાજ્યસભામાં આજે ટ્રિપલ તલાક બિલ થશે રજુ, જાણો કોણ છે શક્તિશાળી, NDA કે UPA?

મુસ્લિમોમાં એકવારમાં ત્રણ તલાકની પ્રથાને અપરાધની શ્રેણીમાં લાવનારું ટ્રિપલ તલાક બિલ આજે રાજ્યસભામાં રજુ કરવામાં આવશે.

Dec 31, 2018, 10:53 AM IST

2 લગ્ન ઉપરાંત પુત્રવધુ સાથે પણ આડા સંબંધ ધરાવતા મૌલવીએ પત્ની સાથે કર્યું કંઇ એવુ...

ઉંમરના જે પડાવ પર પતિ-પત્ની એક બીજાના સારથી હોય છે. તે પડાવ પર એક વૃદ્ધ મૌલવીએ પોતાની 60 વર્ષની પત્નીને તલાક આપીને સંબંધ તોડી નાખ્યો છે. કિસ્સો બરેલીમાં તે સમયે સામે આવ્યો જ્યારે દેશમાં ત્રિપલ તલાક બિલનો મુદ્દો ચગેલો છે. મહિલાએ જણાવ્યું કે, તેનો ગુનો માત્ર એટલો હતો કે તેણે પોતાનાં પતિનાં આડા સંબંધોનો વિરોધ કર્યો હતો. 60 વર્ષની વૃદ્ધ મહિલા હવે પોતાનાં પિયરમાં છે અને પોલીસ પાસેથી ન્યાયની માંગ કરી રહી છે. 

Dec 28, 2018, 02:59 PM IST
Triple talaq bill in loksabha PT5M11S

ટ્રીપલ તલાક બિલ ફરી ચર્ચામાં, જુઓ વીડિયો

ત્રિપલ તલાક પર પ્રતિબંધ લગાવનારા મુસ્લિમ મહિલા વિવાહ અધિકાર સંરક્ષણ વિધેયક 2018 ફરી ચર્ચામાં છે. ભાજપ અને કોંગ્રેસે ચર્ચાને ધ્યાને રાખી પોત પોતાનાં સાંસદોને વ્હિપ ઇશ્યું કર્યું છે. જો કે હાલ કોંગ્રેસની સોય રાફેલ પર જ અટકી છે અને કોંગ્રેસે ડીલનીત પાસ માટે જેપીસીની રચના કરવાની માંગને સદનની અંદર ફરી એકવાર કરી છે. 

Dec 27, 2018, 10:35 AM IST